Bhaskar News, Rajula | May 13, 2014, 00:02AM IST
More:
સોની
- સિંહબાળનાં કમોતથી વનતંત્ર આકરું
- કાર્યવાહી : ભેરાઇ ઉચૈયા વચ્ચે ગઇકાલે રેલ્વે ટ્રેક પર માલગાડી હડફેટે સિંહબાળનું મોત નિપજતા રેલ્વેને નોટીસ ફટકારાઇ
- અકસ્માતનો ગુનો નોંધાયો : દોષિત ઠરશે તેની સામે કાર્યવાહી કરાશે : વનવિભાગે રેલ્વે ટ્રેક પર પેટ્રોલીંગ સઘન બનાવ્યું
- કાર્યવાહી : ભેરાઇ ઉચૈયા વચ્ચે ગઇકાલે રેલ્વે ટ્રેક પર માલગાડી હડફેટે સિંહબાળનું મોત નિપજતા રેલ્વેને નોટીસ ફટકારાઇ
- અકસ્માતનો ગુનો નોંધાયો : દોષિત ઠરશે તેની સામે કાર્યવાહી કરાશે : વનવિભાગે રેલ્વે ટ્રેક પર પેટ્રોલીંગ સઘન બનાવ્યું
રાજુલા તાલુકાના ભેરાઇ ઉચૈયા વચ્ચે ગઇકાલે માલગાડી હડફેટે સિંહબાળનુ મોત નિપજતા આ મામલે વનવિભાગ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી તેમજ રેલ્વે ડીઆરએમ ભાવનગરને નોટીસ પાઠવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. આ ઉપરાંત વનવિભાગ દ્વારા રેલ્વે ટ્રેક પર પેટ્રોલીંગ સઘન બનાવવામા આવ્યુ છે. અવારનવાર માલગાડી હડફેટે સાવજોના મોતથી સિંહપ્રેમીઓમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભેરાઇ ઉચૈયા વચ્ચે ગઇકાલે રેલ્વે ટ્રેક પર માલગાડી હડફેટે સિંહબાળનુ મોત નિપજતા સિંહપ્રેમીઓમા દુખની લાગણી વ્યાપી ઉઠી હતી. વારંવાર માલગાડી હડફેટે સિંહોના કમોતથી સિંહપ્રેમીઓમા રોષ પણ જોવા મળી રહ્યો છે.
ત્યારે વનવિભાગ દ્વારા આ મામલે નિવેદનો લેવાની કાર્યવાહી પુર્ણ કરી લીધી છે. આરએફઓ રાઠોડે જણાવ્યુ હતુ કે માલગાડીના પાયલોટ અને કો-પાયલોટ સહિત સ્ટેશન માસ્તર વિગેરેના નિવેદનો લેવાની કાર્યવાહી પુર્ણ કરી દીધી છે અને જે કોઇ દોષિત ઠરશે તેની સામે કાર્યવાહી કરવામા આવશે. આ ઉપરાંત વનવિભાગ દ્વારા દસ માણસોની ટીમ બનાવી અહીના ભેરાઇ, ઉચૈયા, રામપરા, ભચાદર સહિતના વિસ્તારોમાં રાત્રીના પેટ્રોલીંગ સઘન બનાવવામા આવ્યુ હતુ.
રાત્રીના બે વાગ્યાના સુમારે જે સ્થળે સિંહબાળનુ મોત થયુ ત્યાં બે સિંહણ અને એક બચ્ચુ આંટાફેરા મારતા જોવા મળ્યા હતા. ત્યારે હજુ પણ આ વિસ્તારમાં સાવજો આંટાફેરા મારી રહ્યાં હોય તાકિદે પગલા લેવામા આવે તેવુ સિંહપ્રેમીઓ ઇચ્છી રહ્યાં છે. તો બીજી તરફ પીપાવાવ પોર્ટ દ્વારા પણ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે. રાજુલા જાફરાબાદ પંથકમાં અનેક સાવજો હાલ વસવાટ કરી રહ્યાં હોય અત્યાર સુધીમાં અહી સિંહ, દિપડા સહિત ૧૭ જેટલા વન્યપ્રાણીઓના મોત નિપજયા છે. ત્યારે કોસ્ટલ હાઇવે પર સ્પીડબ્રેકર બનાવવા પણ લોકમાંગ ઉઠી છે. આ ઉપરાંત રેલ્વે ટ્રેક પર વનવિભાગ દ્વારા કાયમી કર્મચારીઓને મુકી ફેરણુ કરાવવામા આવે તેવી પણ માંગ ઉઠી છે.
More:
સોની
રેલ્વેને નોટીસ આપવામા આવી છે-ડીએફઓ પુરૂષોતમ
ઇન્ચાર્જ ડીએફઓ પુરૂષોતમે જણાવ્યુ હતુ કે ભેરાઇ ઉચૈયા વચ્ચે માલગાડી હડફેટે સિંહબાળના મોતની ઘટનામા ભાવનગર રેલ્વે ડીઆરએમને નોટીસ ફટકારવામા આવી છે જેમાં જણાવાયુ છે કે અગાઉ રેલ્વે સાથે પત્ર વ્યવહાર કરવામા આવ્યો હતો ત્યારે વન્યપ્રાણીઓને બચાવવા શું શું પગલા લેવામા આવ્યા ? ઉપરાંત રેલ્વે સામે વન્યપ્રાણી સંરક્ષણ એકટનો ગુનો કેમ ન કરવો તેવુ જણાવાયુ હતુ. અગાઉ પણ રેલ્વે તંત્ર સાથે બેઠકો કરવામા આવી હતી. પરંતુ બેઠકમા જણાવાયુ હતુ કે આ બાબતે રેલ્વે મંત્રાલય નિર્ણય લેશે.
More:
સોની
મહાકાય ઉદ્યોગો-રેલ્વે અને વનવિભાગ સાવજોની સુરક્ષામા નિષ્ફળ-બાટાવાળા
લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યુ હતુ કે રાજુલા પંથકમાં સાવજોની સુરક્ષામા મહાકાય ઉદ્યોગો, વનવિભાગ તેમજ રેલ્વે સદંતર નિષ્ફળ રહ્યું છે. પીપાવાવ પોર્ટથી રેલ્વે ટ્રેક નીકળ્યો છે તેને ભેરાઇના ખારામા તબદીલ કરવા માંગણી કરવામા આવી છે. ઉપરાંત આ ટ્રેક પર માલગાડી પસાર થાય ત્યારે સતત વ્હીસલ વગાડવી અને ગતિ મર્યાદા ૨૦કિમીની રાખવા પણ માંગ કરવામા આવી હતી. વધુમાં જણાવાયુ હતુ કે વનતંત્ર દુધે ધોયેલુ હોય તો પાછલી ચાર ઘટનાઓના પીએમ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટ જાહેર કરવા જોઇએ. પીપાવાવ પોર્ટથી લીલીયા સુધી રેલ્વે ટ્રેક પર બંને બાજુ જાળી ફિટ કરવા પણ તેમણે માંગ ઉઠાવી છે.
No comments:
Post a Comment