Bhaskar News, Rajula | May 21, 2014, 00:49AM IST
- માંગ : અહી દરરોજ ૧૦ થી ૧પ માલગાડી પસાર થાય છે : લોકોને અકસ્માતની ભિતી
- માનવરહિત ફાટક હોય મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ ? ઉઠતા સવાલ
- માનવરહિત ફાટક હોય મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ ? ઉઠતા સવાલ
રાજુલા તાલુકાના ભેરાઇ ગામના પાદરમાથી રેલ્વે લાઇન પસાર થાય છે. અહી અગાઉ ફાટક હતુ પરંતુ કોઇ કારણોસર તેને બંધ કરી દેવામા આવ્યુ છે. હાલ અહી માનવરહિત ફાટક ઉભુ છે. અહીથી દરરોજ ૧૦ થી ૧પ જેટલી માલગાડીઓ પસાર થાય છે. ત્યારે અહીથી પસાર થતા લોકોને અકસ્માતની ભિતી સતાવી રહી છે. અવારનવાર રેલ્વે તંત્રને રજુઆત કરવામા આવી હોવા છતા કોઇ જ પ્રકારની કાર્યવાહી કરવામા ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અહીં ફાટક ક્યારે બનાવશે તેની રાહ જોવાઇ રહી છે.
રાજુલા પંથકમાં અનેક ખાનગી ઉદ્યોગો કાર્યરત છે. અહીના ભેરાઇ ગામના પાદરમાંથી રેલ્વે લાઇન પસાર થાય છે અહી માનવરહિત ફાટક આવેલુ છે. ત્યારે અહીથી દરરોજ લોકો પોતાના માલઢોર લઇને પસાર થાય છે. આ ઉપરાંત અહી વાહન વ્યવહાર પણ મોટા પ્રમાણમા શરૂ હોય છે. ત્યારે અહી લોકોને અકસ્માત થવાની ભિતી સતાવી રહી છે. અગાઉ અહી રેલ્વે ફાટક કાર્યરત હતુ પરંતુ તેને બંધ કરી દેવામા આવ્યુ છે.
No comments:
Post a Comment