Bhaskar News, Visavadar | Nov 28, 2014, 00:03AM IST
- આરએફઓ સહિત સ્ટાફ અહીં પહોંચ્યો
વિસાવદર, રતાંગ: વિસાવદરનાં લીમધ્રાની સીમમાં સવારથી જ કપાસનાં પાકમાં છુપાઇને બેસેલી સિંહણે વન કર્મી સહિત બે પર હૂમલો કરી ઘાયલ કરી દેતા બંનેને સારવારમાં ખસેડાયા હતાં. બનાવથી ગામમાં ગભરાટ પ્રસરી ગયો હતો. લીમધ્રા ગામે રહેતા રતીભાઇ મોહનભાઇ હિરાણીની સીમમાં બરડીયાના ધણ કેડે વાડી આવેલ હોય અને કપાસનું વાવેતર કરેલ હોવાથી આ પાકમાં સિંહ પરિવારે ધામા નાંખેલ જેમાં સિંહ, સિંહણ, બચ્ચા સહિતનું ગૃપ હતું જેમાંથી એક સિંહણ સવારથી જ અહિં છુપાઇને બેસી ગઇ હતી.
અહિંયા સિંહણ હોવાની જાણ થતાં આજે બપોરનાં અરસામાં વનકર્મી અને લોકોનાં ટોળા સ્થળ પર પહોંચી ગયા હતાં. સિંહણને દુર ખદેડવામાં તે વિફરતા લીમધ્રાનાં બાબુભાઇ મોહનભાઇ નાકરાણી અને કેરાંભા રાઉન્ડનાં બીટગાર્ડ પર અચાનક હૂમલો કરી દઇ વનકર્મીનાં ડાબા હાથનાં ભાગે અને બાબુભાઇનાં પગનાં સાથળનાં ભાગે બચકા ભરી લઇ ઘાયલ કરી દીધા હતાં. ઇજાગ્રસ્ત બંનેને પ્રથમ મેંદરડા હોસ્પિટલે ખસેડયા બાદ વધુ જૂનાગઢ રીફર કરાયા હતાં.
No comments:
Post a Comment