Bhaskar News, Dhari/ Junagadh | Nov 24, 2014, 11:33AM IST
(તસવીર: યુવાન બિમાર સિંહણ સાથે અમાનુષી હરકત કરી રહ્યો છે)
- સિંહણ સાથે અમાનુષી હરકત
- શખ્સના કરતૂત સામે પગલા લેવા ઉઠી માંગ
- શખ્સના કરતૂત સામે પગલા લેવા ઉઠી માંગ
ધારી, જૂનાગઢ: છેલ્લા બે દિવસથી વોટ્સએપ, ફેસબૂક સહિત સોશ્યલ
મીડિયામાં એક શખ્સ દ્વારા જંગલમાં સિંહણ સાથે અમાનુસી વર્તાવ થતો હોવાની
વીડિયો ક્લિપિંગ ફરતા વન્ય પ્રાણી પ્રેમીઓમાં ચિંતા પ્રસરી છે જ્યારે વન
વિભાગ પણ ઉંઘતુ ઝડપાયુ હોય તેમ આ ક્લિંગની છાને ખૂણે તપાસ પણ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વન વિભાગ ગમે તે રીતે સતર્ક હોવાના દાવા કરી રહ્યું છે
ત્યારે કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે લાયન શો જગજાણી તો છે એવામાં
છેલ્લા બે દિવસથી ફરી રહેલી વીડિયો ક્લિપિંગમાં એક શખ્સ સુતેલી સિંહણનું
પૂછડુ પકડે છે અને લાકડીથી મોઢા અને પાછળના ભાગે મારે છે તેવું દર્શાવાય
છે.
દ્રશ્ય ભલે જૂનુ હોય પણ એકાએક છેલ્લા બે દિવસથી વોટ્સએપ અને ફેસબુકમાં આ વીડિયો ક્લિપિંગ ફરતાની સાથે જ વન્ય પ્રાણી પ્રેમીઓમાં ભારે નારાજગી પ્રસરી છે. અને આ લોકોની માંગણી છે કે, આ શખ્સ જે હોય તે પણ જંગલમાં સિંહ સાથે આ અમાનુષી હરકત કરી રહ્યો છે. તેની સામે પગલા લેવા જરૂરી છે. વન વિભાગના અધિકારીઓ પણ આ ક્લિપિંગથી ચોકી ઉઠ્યા છે અને સુત્રોના જણાવ્યા મુજબ આંતરીક રીતે ક્લિપિંગ ભલે જૂની હોય પણ આ શખ્સ કોણ તે સહિતની તપાસ હાથ ધરી છે. જો કે, વન વિભાગના સુત્રો એવુ પણ કહે છે કે, આ કદાચ બીમાર સિંહણ સાથે હરકત કરતો હોય તો જ આવુ બની શકે બાકી આ કોઇપણ વ્યક્તિ માટે જોખમી હરકત છે.
No comments:
Post a Comment