- ભાજપ-કોંગ્રેસના આગેવાનો એક મંચ ઉપર ઃ છાનેખુણે ચાલતી કાર્યવાહીનો વિરોધ
જૂનાગઢમાંથી ગિર સોમનાથ જિલ્લાનું વિભાજન થયું ત્યારે ઉગ્ર જનમત બાદ સાસણને જૂનાગઢ જિલ્લામાં સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર હવે ફરી વખત સાસણને ગિર સોમનાથ જિલ્લામાં લઈ જવાની ભૂગર્ભ કાર્યવાહી શરૃ થઈ ચૂકી છે. આખી ફાઈલ ગાંધીનગરમાં મહેસુલ વિભાગ સુધી પહોંચી ચૂકી છે. અને એકાદ સપ્તાહમાં જ તેનું જાહેરનામુ પણ બહાર પડી રહ્યું છે.
ગાંધીનગરમાં પુરજોશમાં ચાલતી આ રાજકિય પ્રક્રિયા અગામી ૧ મે સુધીમાં આટોપી લેવામાં આવે તથા સાસણની વિધિવત જાહેરાત કરવાનો તખ્તો ગોઠવાઈ ગયો છે. બીજી તરફ સાસણને જૂનાગઢમાંથી દૂર કરવાની ગતિવિધિનો જૂનાગઢ જિલ્લાના ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ એક સુરે વિરોધ નોંધાવ્યો છે. જૂનાગઢના મેયર જીતુભાઈ હિરપરાએ જણાવ્યું છે કે, આ અંગેની સત્તાવાર વાત હજૂ સુધી આવી નથી. પરંતુ સાસણ જૂનાગઢ જિલ્લાની શોભા છે. માટે જૂનાગઢ જિલ્લામાં રહેવું જોઈએ. જ્યારે શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું છે કે, સાસણ જૂનાગઢમાં રહે તેના માટે ભૂતકાળમાં પ્રયાસો કરાયા હતાં.
હવે આવું કંઈ થશે તો પણ સાસણને જૂનાગઢમાં જ રાખવાના પ્રયાસો કરાશે. જો કે આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર આવું કંઈ થશે નહીં તેમ પણ તેઓએ જણાવ્યું છે.
મંત્રી મંડળમાં જૂનાગઢને સ્થાન નથી, જૂનાગઢનો કોઈ પ્રશ્ન રાજ્ય સરકાર ઉકેલી શકતી નથી. ત્યારે સરકારે જૂનાગઢને આપ્યું છે શું ?? તેવો વેધક સવાલ ઉઠાવતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ડો.કેશુભાઈ આંબલિયાએ જણાવ્યું છે કે, સાસણ જૂનાગઢમાંથી જશે તો સાંખી લેવાશે નહી. તેની સામે ઉગ્ર લડત આપવામાં આવશે.
- અમને કોઈ પણ જિલ્લામાં રાખો, પ્રજાને મૂશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખજો ઃ સાસણ સરપંચ
જૂનાગઢઃ આ અંગે સાસણ ગામના સરપંચ લખમણભાઈ ધોકડિયાએ જણાવ્યું છે
કે, અમને કોઈ પણ જિલ્લામાં રાખો તેની સાથે કંઈ લેવા દેવા નથી. સાસણની
જનતાને તાલાળા ૧પ કિ.મી. દૂર હતું, જ્યારે મેંદરડા ૩૦ કિ.મી. થાય છે.
ત્યારે પ્રજાને પરેશાન ન થવું પડે અને તાલુકા મથક નજીક હોય તેવો નિર્ણય
સરકારે કરવો જોઈએ. પછી સરકાર ભલેને આખા તાલાળા તાલુકાનો જૂનાગઢમાં
No comments:
Post a Comment