Bhaskar News, Liliya | Nov 22, 2014, 11:34AM IST
- દેખરેખ જરૂરી: લીલીયા નજીક ઇજાગ્રસ્ત સિંહને સારવાર આપવા માંગ, ખારાપાટ વિસ્તારમાં અપૂરતો સ્ટાફ
લીલીયા: લીલીયા પંથકના ખારાપાટ વિસ્તારમાં સાવજોનું એક વિશાળ ગ્રુપ વસવાટ કરી રહ્યું છે. અહી સાવજો બિમાર પડવાની કે ઘાયલ થવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. હાલમાં એક પાઠડા સિંહને આગળના પગમાં કોઇ પ્રકારની ઇજા હોય તે લંગડો ચાલી રહ્યો છે. સ્થાનિક લોકોના નજરે આ ઇજાગ્રસ્ત સિંહ અવારનવાર આવે છે પરંતુ વનતંત્ર હજુ તેને પકડીને સારવાર કરી શક્યું નથી.

લીલીયાના ખારાપાટમાં સાવજોની સંખ્યા ઘણી વધારે છે અને અહી સાવજો પર દેખરેખ રાખવા માટે સ્ટાફની ભારે અછત છે. આ વિશાળ સાવજ ગ્રુપમાં 40 સભ્યો હોવાનું મનાય છે. આ પૈકી અહી માથાભારે અને તંદુરસ્ત ગણાતી રેડીયો કોલર સિંહણનું દોઢ વર્ષનું બચ્ચુ અહી ઇજાગ્રસ્ત હાલતમાં આંટા મારી રહ્યું છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આ પાઠડા સિંહને આગળના પગમાં તકલીફ છે જેના કારણે તે લંગડાતી હાલતમાં ચાલી રહ્યું છે. સ્થાનિક લોકોને આ લંગડાતો સિંહ અવારનવાર નજરે પડી રહ્યો છે. જો કે હજુ વનતંત્ર દ્વારા આ સિંહને પકડીને તેની સારવાર માટે કોઇ ગતીવિધી હાથ ધરાઇ નથી. વહેલામા વહેલી તકે આ સાવજની સારવાર થાય તે જરૂરી છે.
રેડીયો કોલર સિંહણનું દોઢ વર્ષનું બચ્ચુ પણ ઇજાગ્રસ્ત હાલતમાં
લીલીયાના ખારાપાટમાં સાવજોની સંખ્યા ઘણી વધારે છે અને અહી સાવજો પર દેખરેખ રાખવા માટે સ્ટાફની ભારે અછત છે. આ વિશાળ સાવજ ગ્રુપમાં 40 સભ્યો હોવાનું મનાય છે. આ પૈકી અહી માથાભારે અને તંદુરસ્ત ગણાતી રેડીયો કોલર સિંહણનું દોઢ વર્ષનું બચ્ચુ અહી ઇજાગ્રસ્ત હાલતમાં આંટા મારી રહ્યું છે.
લીલીયાના ખારાપાટમાં સાવજોની સંખ્યા ઘણી વધારે છે અને અહી સાવજો પર દેખરેખ રાખવા માટે સ્ટાફની ભારે અછત છે. આ વિશાળ સાવજ ગ્રુપમાં 40 સભ્યો હોવાનું મનાય છે. આ પૈકી અહી માથાભારે અને તંદુરસ્ત ગણાતી રેડીયો કોલર સિંહણનું દોઢ વર્ષનું બચ્ચુ અહી ઇજાગ્રસ્ત હાલતમાં આંટા મારી રહ્યું છે.
No comments:
Post a Comment