- Nov 25, 2014 00:06
લીલિયાના ક્રાંકચ નજીકની ઘટનાથી વન્ય જીવસૃષ્ટિપ્રેમીઓમાં ઉગ્ર રોષ
સાવરકુંડલા : લીલીયાના ક્રાંકચ વિસ્તારના કોલર આઈડી સિંહણના
પાઠડા સાવજને પગે ઈજાની સારવારમાં આવેલ વન વિભાગની ટીમને મહેસુલ વિભાગના
વર્ગ-રના અધિકારીના સિંહ જોવાના શોખને કારણે મોડી રાત સુધી આ ઘાયલ સિંહની
સારવાર શકય ન બનતા પ્રકૃતિપ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો
છે.
સાવરકુંડલાના રેવન્યુ વિસ્તારમાં ર૦ આસપાસ સાવજો હરી ફરી રહ્યા
છે. તો શેત્રુંજી નદીના કાંઠેથી લઈ લીલીયા ક્રાંકચના આખા નદીના પટામાં ૩૦
જેટલા નાના મોટા સિંહો કાયમી રીતે સ્થાયી થઈ ગયા છે. લીલીયા ક્રાંકચના
સિંહોની હાલત તો શ્વાન કરતા પણ બદતર બની ગઈ હોય તેમ સંધ્યા ઢળ્યે આ
વિસ્તારમાં ગેરકાયદે સિંહદર્શન માટે ફોરવ્હીલ ગાડીઓ અને બાઈકના જમાવડા થઈ
જતા હોવાનું જાણવા મળે છે. થોડા દિવસોથી ક્રાંકચનું કોલર આઈડી સિંહણનું
પાઠડું બચ્ચું પગે લંગડાતું ચાલતું હોવાથી વન વિભાગ દ્વારા આ પાઠડા સિંહને
સારવાર માટેની તમામ તૈયારીઓ થઈ ચુકી હતી પણ મહેસુલ વિભાગના વર્ગ-રના
અધિકારી આ સિંહને જોવાની લ્હાયમાં શેઢાવદરથી નાળિયેરી વિસ્તારમાં પહોંચી
ગયા હતા અને આ અધિકારીને કારણે ધાયલ સિંહ લોકેટ ન થયો અને રાત્રીના સાડા
બાર સુધી ડોકટર, રેસ્કયુ ટીમ હેરાન પરેશાન થઈ ગઈ અને પાછળથી લાઈટોના
શેરડાને કારણે ચારેક જેટલા સિંહો સાથે આ ઘાયલ સિંહ ઘાસની કાટમાં છુપાઈ ગયો
હતો.બપોર બાદથી મોડી રાત્રી સુધી આ સિંહની સારવાર જોવા માટે ધસારો જોવા
મળતો હતો.- આરએફઓ અગ્રવાલ શું કહે છે?
- આરએફઓ જ સિંહોની સુરક્ષા કરતા પ્રદર્શન માટે ચિંતિત
એ ઘટના દુઃખદ ઃ ધારી ડીએફઓ
સાવરકુંડલા ઃ ધારી ગીર પૂર્વના ડીએફઓ અંશુમાન શર્માએ આ મહેસુલ વિભાગના વર્ગ-રના અધિકારી સિંહોની સારવાર દરમિયાન જોવા આવ્યા હોય તો તે ઘટના દુઃખદ ગણાવી હતી અને રેવન્યુ વિસ્તારમાં સિંહોની પજવણીની વાતને આડકતરૃ સમર્થન આપ્યાનું લાગે છે.
- પર્યાવરણ સાથે જેને સંબંધ નથી તેવાને લીધે જ વન્ય પ્રાણીઓની માઠી
No comments:
Post a Comment