કલાકો સુધી કણસતા રખાયેલા ઘાયલ સિંહની આખરે સુશ્રુષા.
- Nov 26, 2014 00:03
- રેવન્યુ અધિકારીના કદમબોશ વનતંત્રની સારવાર ક્યારે ?!
સાવરકુંડલા : લીલીયાના ક્રાંકચ સહીતના શેત્રુજી નદીના ઉભા પટામાં
૩૦ આસપાસના સિંહોનો કાયમી વસવાટ છે, જયારે આ વિસ્તારમાં ખુંખાર કહેવાતી
કોલર આઈડી સિંહણનું પાઠડું બચ્ચું છેલ્લા થોડા સમયથી આગળના પગે લંગડાતું
ચાલતું હોવાની જાણ પ્રકૃતિપ્રેમીઓએ વન વિભાગને કરી હતી. બાદમાં વન વિભાગ
સાથે વન્ય પ્રાણીના નિષ્ણાંત ડોકટર હિતેશ વામજાએ બપોરથી લઈને મોડી રાત સુધી
આ પાઠડા સિંહને સારવાર આપવા કમર કસી હતી,પણ એક મહેસુલી અધિકારીની સિંહ
જોવાની લાલસામાં સારવાર શકય બની ન હતી.
વન વિભાગના કર્મીઓ અને અધિકારીઓની મીલીભગતથી આ રેવન્યુ સહીતના
ક્રાંકચના સિંહોની પજવણી,લાયન શોની ઘટનાઓ છાશવારે બનતી હોવા છતાં ઉચ્ચ
અધિકારીઓ ધૃતરાષ્ટ્રની ભુમિકા ભજવે છે આથી જ સિંહનો પજવણી કરનારા અને લાયન
શોના નિષ્ણાંતો દરરોજ ફોટોગ્રાફીના કેમેરા લઈ લઈને ઢળતી સંધ્યાએ પહોંચી જતા
હોવાનું જાણવા મળે છે. આ ઘાયલ સિંહની સારવારમાં બાધારૃપ બનેલા વર્ગ-રના
અધિકારીને વન અધિકારી જ સાથે રહે તો તે બાબત ખુબ જ દુઃખદ કહેવાય પણ
મહેસુલના અધિકારીને સિંહ જોવા તો આપવા જોઈએ તેવા આરએફઓ અગરવાલના વલણથી આ
ઘાયલ સિંહ હજુ ર૪ કલાક વધુ કણસતો રહ્યો હતો.
પણ ગત મોડી રાત્રે ડો.હિતેશ વામજાએ નાળિયેરા વિસ્તારમાંથી સિંહને
લોકેટ કરી આગળના ભાગે બહારથી ઈજા દેખાતી ન હતી પણ અંદરથી મુંઢમારની શકયતાથી
બે ઈન્જેકશનો આ સિંહને આપી દુઃખાવામાંથી મુકત કર્યો હતો. સિંહની સારવાર તો
ડોકટરે કરી પણ સિંહને જોવાનો શોખ ધરાવતા મહેસુલના વર્ગ-રના અધિકારીની
સારવાર પણ વન વિભાગ કયારે કરે છે તે જોવું રહ્યું.
No comments:
Post a Comment