જૂનાગઢ: સુત્રાપાડા તાલુકાનાં ઉંબરી ગામનાં એક ખેડૂતને ટપક
સિંચાઇ પદ્ધતિ અપનાવવાનો લાભ સીધો ડબલ થયો છે. અગાઉ ધોરીયા પદ્ધતિથી પાકને
પિયત આપતી વખતે માત્ર 5 વીઘા જમીનમાં સિંચાઇ મળતી. તેને બદલે હવે 10
વીઘામાં સિંચાઇ મળતી થઇ છે.
ઉંબરીનાં રમેશભાઇ છાત્રોડિયા અગાઉ 10 વીઘા જમીનમાં મગફળી, તલ અને કપાસ
જેવા ચીલાચાલુ પાકની ખેતી કરતા. આધુનિક ખેતી માટે તેમણે બાગાયત વિભાગનો
સંપર્ક સાધ્યો. બાગાયત અધિકારીઓએ તેમને સહાય તેમજ આધુનિક ખેતી અંગે
માર્ગદર્શન આપ્યું. જેને પગલે તેમણે ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવી.
રમેશભાઇએ પોતાની 10 વીઘા જમીનમાં નાળિયેરીનાં 400 રોપા વાવ્યા. અને
તેને ટપક પદ્ધતિથી ઉછેરતાં ખર્ચ ઘટ્યો. અગાઉ ધોરીયા પદ્ધતિથી માત્ર 5 વીઘા
જમીનમાં સિંચાઇ કરી શકતા. તેને બદલે હવે બમણી જમીનમાં સિંચાઇ કરી શકે છે.
તેઓ કહે છે, આજે મને નાળિયેરીનું એક ઝાડ વર્ષે રૂ. 1500 રળી આપે છે. આ રીતે
400 નાળિયેરીથી વર્ષે છ લાખની આવક સાથે ચોખ્ખો નફો 5 લાખ થાય છે.
આગળ ક્લિક કરો અને વાંચો વર્ષે 1થી 2 લાખ નાળિયેરીનાં રોપા તૈયાર થાય છે
તમામ તસવીરો: સરમણ રામ, જૂનાગઢ
વર્ષે 300 થી 400 હેક્ટરમાં નાળિયેરીનું વાવેતર વધે છે
ગિર-સોમનાથ જિલ્લામાં નાળિયેરીનો પાક મુખ્ય છે. તેનું વાવેતર
જિલ્લામાં દર વર્ષે 300 થી 400 હેક્ટર વધતું જાય છે. હાલ જિલ્લામાં 7200
હેક્ટરમાં નાળિયેરીનું વાવેતર છે.
વર્ષે 1થી 2 લાખ નાળિયેરીનાં રોપા તૈયાર થાય છે
જિલ્લામાં બાગાયતની 3 અને 35 ખાનગી નર્સરી આવેલી છે. જે આંબાનાં 4 થી 5 લાખ અને નાળિયેરીનાં 1 થી 2 લાખ રોપા તૈયાર કરે છે.
સરકાર દ્વારા મળતી સહાય
નાળિયેરી પાકમાં ખેડૂતને બાગાયત વિભાગ રૂ. 40 હજારની પ્રોત્સાહક સહાય
આપે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર નાળિયેરીનાં નવા વાવેતર માટે ખર્ચનાં 50 ટકા
અથવા પ્રતિ હેક્ટર રૂ. 20 હજાર અને પાક નિદર્શન માટે ખર્ચનાં 50 ટકા અથવા
રૂ. 35,000 પ્રતિ હેક્ટર અને ઓર્ગેનિક યુનિટ માટે પણ રૂ. 20,000 પ્રતિ
હેક્ટર સહાય પણ ચૂકવાય છે.
No comments:
Post a Comment