Thursday, December 31, 2015

સાસણની હોટલ - રીસોર્ટમાં ફુડ વિભાગનાં દરોડા, 35 કિલો વાસી સામગ્રીનો નાશ


સાસણની હોટલ -રીસોર્ટમાં ફુડ વિભાગનાં દરોડા

સાસણ(ગીર)માંહાલ નાતાલનાં તહેવાર દરમિયાન સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ભારે ઘસારો રહેતો હોય ભીડ ભાડ વાળા પીરીયડમાં લોકોને ખાન-પાનમાં હાનીકારક પદાર્થો વેંચાય તેની તકેદારી રાખી જૂનાગઢ જિલ્લા ફુડ વિભાગનાં અધિકારીઓએ બુધવારે સાસણ અને આસપાસની હોટલો - રીસોર્ટમાં ફુડ ચેકીંગ હાથ ધરી અખાદ્ય સામગ્રીનો નાશ કરી શંકાસ્પદ ખાદ્ય વસ્તુઓનાં સેમ્પલ લઇ વડોદરા લેબમાં મોકલેલ. ફુડ વિભાગે સપાટો બોલાવતા હોટલ સંચાલકો અને ખાણી પીણીનાં ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જૂનાગઢ જિલ્લા ફુડ વિભાગનાં ઇન્સ્પેકટર પી.બી. સાવલીયા અને ડેઝીગ્નેટેડ ઓફીસર જે.એચ.શાહએ સાસણ નજીક સ્ટાર હોટલો ફર્ન રીસોર્ટ, ગીર હોટલ, મહીન્દ્ર કલ્બ હોટલ, ગ્રીન પાર્ક, ગીર જંગલ લોજ, ગીર લાયન, સુખ સાગર હોટલમાં તપાસ હાથ ધરી ખાદ્યતેલ, અનાજ કઠોળ, મસાલા, મીલ્ક પ્રોડકટનાં સેમ્પલ લઇ ફુડ લેબ વડોદરા ખાતે ચકાસણી માટે મોકલી આપેલ., તેમજ સાસણમાં લારી - ગલ્લા - ફરસાણ- ઠંડાપીણા - મીઠાઇની દુકાનો - પાર્લર તેમજ રેસ્ટોરન્ટોમાં તપાસ હાથ ધરી વાસી મળી આવેલ 35 કીલો ખોરાકનો નાશ કરેલ તેમજ હાઇજીનીક કન્ડીશન તથા સ્વચ્છતા રાખવા નોટીસ આપેલ તેમજ હોટલો અને ખાણી - પીણીનાં ધંધાર્થીઓનાં ફુડ લાયસન્સ તથા રજીસ્ટ્રેશનની તપાસ કરી લાયસન્સ અને રજીસ્ટ્રેશન કરાવનાર રેસ્ટોરન્ટ અને લારીવાળાને ફુડ વિભાગનાં કાયદા મુજબ નોટીસ આપવાની કાર્યવાહી શરૂ કરાવેલ.

જૂનાગઢ ફ્રૂડ વિભાગનાં અધિકારીએ રીસોર્ટ તેમજ લારી-ગલ્લામાં જઈ તપાસ કરી. }જીતેન્દ્ર માંડવીયા

નમુના લઇ વડોદરા તપાસ માટે મોકલાયા, 35 કિલો અખાદ્ય વાસી સામગ્રીનો કરાયો નાશ

કાર્યવાહીની પ્રસંશા : ટુરીસ્ટ

સાસણપંથકની હોટલોમાં લોકોને ખાદ્ય પદાર્થોમાં હાનીકારક વસ્તુઓ આવે તે માટે ટ્રાફીકવાળા પીરીયડ ફુડ વિભાગે હાથ ધરેલ ચેકીંગની ટુરીસ્ટોએ પ્રસંશા કરી હતી. ઉદયપુરનાં ટુરીસ્ટ અજય જૈનએ જણાવેલ કે ભારે ટ્રાફીકનાં પીરીયડમાં ગ્રાહકોનાં ઓર્ડરને પુરા કરવા અગાઉથી તૈયાર રખાયેલ વાસી ખોરાક લોકોની તબીયત બગાડે ત્યારે ફુડ વિભાગનાં ચેકીંગથી વાસી વસ્તુ સંગ્રહ કરનારા લોકોને સબક મળશે.

No comments: