- Bhaskar News, Junagadh
- Dec 26, 2015, 00:00 AM IST
- ઉત્સાહ: જૂનાગઢમાં પ્રવાસીઓને આકર્ષવા તંત્રનો પ્રયાસ : તમામ તૈયારીઓ પૂર્ણ
- સવારનાં 8 વાગ્યે ગિરનાર પુજા અને ઢળતી સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ : 1170 સ્પર્ધકો ગિરનાર આંબવા દોટ મુકશે
- સવારનાં 8 વાગ્યે ગિરનાર પુજા અને ઢળતી સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ : 1170 સ્પર્ધકો ગિરનાર આંબવા દોટ મુકશે
જૂનાગઢ: જૂનાગઢમાં તા.26 ડીસેમ્બરથી ત્રિદિવસીય ગિરનાર મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે.જેમાં પ્રથમ દિવસે સવારનાં 8 વાગ્યે ગિરનાર પુજા થશે અને સાંજનાં સાંસ્કૃતિક કાર્યક્રમ ભવનાથમાં યોજાશે. જયારે ગિરનાર મહોત્સવ અંતર્ગત તા.27ડીસેમ્બરનાં 31મી રાજય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે.જેમાં રાજયનાં 15 જિલ્લાનાં કુલ 1170 સ્પર્ધકો ભાગ લેશે.ગિરનાર મહોત્સવને લઇ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
જૂનાગઢમાં પ્રથમ વખત ગિરનાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. ગિરનાર મહોત્સવનાં માધ્યમથી પ્રવાસીઓને જૂનાગઢ તરફ વાળવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જૂનાગઢમાં ત્રણ દિવસ જૂદા-જૂદા કાર્યક્રમનાં માધ્યમથી ગિરનાર મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.ગિરનાર મહોત્સવનો પ્રારંભ આવતીકાલ એટલે કે તા.26 ડીસેમ્બરને સવારે 8 કલારે ભવનાથ ખાતે થી થશે. સવારનાં ભવનાથમાં ઝોનલ ઓફીસની બાજૂમાં ગિરનાર પુજા કરવામાં આવશે.તેની સાથે જ ગિરનાર મહોત્સવનો પ્રારંભ થશે. બાદ સાંજનાં છ વાગ્યે ઝોનલ ઓફીસની બાજૂમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
તા. 27 ડીસેમ્બરનાં સવારે 6:30 કલાકે 31મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ થશે.જેનો ઇનામ વિતરણ કાર્યક્રમા બપોરનાં 12 વાગ્યે મંગલનાથ બાપુની જગ્યામાં યોજાશે. ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં રાજયનાં 15 જિલ્લામાંથી કુલ 1170 સ્પર્ધકો ભાગશે. તા. 28 ડીસેમ્બરનાં સાંજનાં સાત વાગ્યે ટાઉન હોલમાં રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જૂનાગઢમાં પાંચ કાર્યક્રમ કરી ગિરનાર મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ગિરનાર મહોત્સવને લઇ તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.
27 ડિસે. રાત્રીથી ગિરનાર પર જવા પર પ્રતિબંધ
ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા તા.27 ડીસેમ્બરનાં યોજાશે.જેને લઇ તા. 27 ડીસેમ્બરનાં રાત્રીનાં 12 કલાકથી બપોરનાં 12 કલાક સુધી ગિરનારની સીડી પર જવા પર પ્રતિબંધ મુકાવમાં આવ્યો છે.માત્ર સ્પર્ધકો અને સ્પર્ધા સાથે સંકળાયેલા લોકો જ પ્રવેશ કરી શકશે.
ગિરનાર મહોત્સવથી ભાજપનું એક જૂથ નારાજ
જૂનાગઢમાં ભાજપનાં નેતાઓ વિકાસની વાતો કરે છે.પરંતુ ગિરનાર મહોત્સવની શરૂઆતથી ભાજપનું એક જૂથ નારાજ થયુ છે. ભાજપનાં એક જૂથનાં નેતાઓને બંધે સ્થાન મળી રહ્યુ હોય તેના કારણે બીજા જૂથનાં નેતાઓમાં કચવાટ જોવા મળી રહ્યુ છે. હવે કાલથી શરૂ થતા ગિરનાર મહોત્સવમાં નારાજ જૂથ દેખાય કે કેમ તે જોવાનુ રહ્યુ.
ગિરનાર સ્પર્ધામાં કેટલા સ્પર્ધકો ભાગ લેશે
532 સિનિયર ભાઇ
80 સિનિયર બહેનો
424 સિનિયર બહેનો
134 સિનિયર બહેનો
No comments:
Post a Comment