બે દિવસથી ધાર પર જમાવ્યો છે અડ્ડો: લોકોમાં ફફડાટ
અન્ય કોઇ ગૃપનો નર જે તે વિસ્તારમાં પ્રવેશે ત્યારે પણ ખુંખાર જંગ જામે છે. હાર જીતના ફેસલા બાદ પરાજીત સાવજે તે વિસ્તાર પણ છોડી દેવો પડે છે. પરંતુ અહી તો આ સાવજો હળીમળીને એકબીજાની સાથે રહે છે. જે વિરલ ઘટના છે. રેવન્યુ વિસ્તારમા જેમજેમ સાવજોની સંખ્યા વધતી જાય છે તેમતેમ સાવજોને પણ પરિસ્થિતી સામે હાર માનવી પડી રહી છે. કદાચ ભાડની ઘટના પણ આવા જ કારણે છે. જો કે આટલી મોટી સંખ્યામા સાવજોની હાજરીથી ગામ લોકોમાં ભયનો માહોલ છે. સીમમા જતા પણ ડર લાગે છે. વનવિભાગના હરદેવસિંહ, કમલેશભાઇ સહિતના કર્મચારીઓ આ સાવજની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યાં છે.
વનવિભાગ સતર્ક છે- આરએફઓ
ખાંભાના આરએફઓ ઝાલાએ જણાવ્યું હતુ કે અહી ચાર નર છે અને અન્ય ચાર કેશવાળી ફુટેલા પાઠડા પણ છે. વનવિભાગનો સ્ટાફ અહી ખડેપગે છે. સાવજોને લઇને અમારો સ્ટાફ સતર્ક છે.
સાવજો પાછળ દોડે છે- રોહિતભાઇ
ખાંભાના યુવાન રોહિતભાઇ રાઠોડે જણાવ્યું હતુ કે ચાપરડા ડુંગર વિસ્તારમાં પડતર ધારમા આ સાવજોએ અડ્ડો જમાવ્યો છે. નર સાવજો માણસને જોઇ તેની પાછળ દોટ પણ મુકે છે. જો કે વનવિભાગના કર્મચારીઓ અહી ખડેપગે છે.
No comments:
Post a Comment