Tuesday, May 31, 2016

શિકારીની જાળમાં ફસાયો સિંહ, વનરાજના થઇ ગયા આવા હાલ

    સાઉથ આફ્રિકાના ક્રૂઝર નેશનલ પાર્કમાં આ રીતે રસ્તા પર ઘાયલ સિંહ જોઇ પ્રવાસીઓ ભયભીત થઇ ગયા હતા.
  • divyabhaskar.com
  • Jan 06, 2016, 10:44 AM IST
    સાઉથ આફ્રિકાના ક્રૂઝર નેશનલ પાર્કમાં આ રીતે રસ્તા પર ઘાયલ સિંહ જોઇ પ્રવાસીઓ ભયભીત થઇ ગયા હતા.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉથ આફ્રિકાના સૌથી મોટા ક્રૂઝર નેશનલ પાર્કમાં ફરવા આવેલા પ્રવાસીઓએ એક સિંહને ફંદામાં ફસાયેલો જોતા ભયભીત થઇ ગયા હતા. અહેવાલો અનુસાર, યુવાન સિંહ ખરાબ રીતે ઘાયલ અવસ્થામાં રસ્તા પર પડેલો પ્રવાસીઓએ જોયો. બાદમાં મેલિસ્કા વિલજિયોન અને મિકે પેટ્ટીટે તરત જ ક્રૂઝર નેશનલ પાર્કના અધિકારીઓને આ અંગેની માહિતી આપી હતી. કલાકમાં જ રસ્તાને પ્રવાસીઓ માટે બ્લોક કરવામાં આવ્યો અને પશુચિકિત્સકોએ સિંહની સારવાર શરૂ કરી.
 
ક્રૂઝર નેશનલ પાર્કના ફેસબુક પેજ પર ઘાયલ સિંહની તસવીરો પોસ્ટ કરી
 
ફેસબુક પરના ક્રૂઝર નેશનલ પાર્કના ગ્રુપ પેજ પર વિલજિયોને ઇજાગ્રસ્ત સિંહની તસવીરો પોસ્ટ કરી. બાદમાં યુઝર્સની સિંહના શિકારને લઇને કડક પ્રતિક્રિયા આવવા લાગી હતી. તેણે લખ્યું કે રસ્તા પર ઘાયલ સિંહ મદદ માંગી રહ્યો હતો. બાદમાં અમે ડર્યા વિના તેની મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. એક યુઝર્સે લખ્યું કે નેશનલ પાર્ક ઓથોરિટી વિઝિટર્સ અને ડોનર્સ પાસેથી રૂપિયા મેળવી લે છે પણ પ્રાણીઓની સંભાળ રાખતા નથી. તે સિવાય ઝડપથી રિસ્પોન્સ ન કરવા બદલ ક્રૂઝર નેશનલ પાર્કના અધિકારીઓની પણ લોકોએ ટીકા કરી હતી.
 
બાદમાં પાર્કના પશુ ડોક્ટરોની ટીમે કલાકોની મહેનત બાદ સિંહના ગળામાંથી ફંદો કાઢી તેને બચાવવામાં સફળતા મળી હતી. વાઇલ્ડહાર્ટ વાઇલ્ડલાઇફ ફાઉન્ડેશને ફેસબુક પોસ્ટમાં લખ્યું કે સિંહ ભાનમાં આવી ગયો અને તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. સ્વસ્થ થયા બાદ તેને ફરીથી જંગલમાં છોડી મુકવામાં આવશે. પાર્ક રેન્જર્સના મતે શિકારીઓએ નાના પ્રાણીના શિકાર માટે ફંદો લગાવ્યો હશે.

No comments: