- Bhaskar News, Amreli
- May 17, 2016, 02:01 AM IST
અમરેલી: લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળા સહિતે
રાજયપાલને પાઠવેલા આવેદનમાં જણાવાયું હતુ કે એશિયાની શાન સમા અને ગુજરાતની
ઓળખ અને ટુરીઝમ ક્ષેત્રે દેશ અને દુનિયામા નામના મેળવનાર ગીરના સિંહોને
સુરક્ષિત બનાવવા જરૂરી છે. સિંહોના રહેઠાણ સમુ ગુજરાતનુ જંગલ દિનપ્રતિદિન
સંકોચાઇ રહ્યું હોવાના કારણે તેમજ ગીરના સિંહોની વસતી વધતી હોવાના કારણે
ગીરના સિંહોને જાણે જંગલ સાંકડુ પડી રહ્યું હોય તેમ બૃહદગીર વિસ્તાર અને
રેવન્યુ વિસ્તારમા સાવજોએ વસવાટ કરવાની ફરજ પડી રહી છે.
સિંહપ્રેમીઓ અને વન્યપ્રાણીઓ જે ગંભીરતા અને અનુકંપાની લાગણી
વધુમાં જણાવ્યું હતુ કે સિંહોની સંખ્યા વધવાની સાથે જંગલ ખાતામા સ્ટાફ વધારવાના બદલે સ્ટાફની વ્યાપક ઘટ અને બેજવાબદાર રોજમદારો તેમજ ફરજ નિષ્ઠ અધિકારીઓના કારણે સિંહ પ્રજાતિ અસલામત બની હોય તેમ છેલ્લા દોઢ માસમા 12 જેટલા સિંહોના મોત થયા છે. સિંહોના મોત કમોતના બનાવોને સિંહપ્રેમીઓ અને વન્યપ્રાણીઓ જે ગંભીરતા અને અનુકંપાની લાગણી અનુભવે છે તેવી લાગણી વનવિભાગના અધિકારીઓ ગંભીરતાથી લેતા ન હોય તેવુ જોવા મળી રહ્યું છે. જયારે સિંહોના મોત કમોતના બનાવો બને ત્યારે વનવિભાગ પોતાનો બચાવ કરે છે. ત્યારે સિંહોની સુરક્ષા વધારવામા સિંહોના મોતના બનાવો બને તે વિસ્તારના જવાબદાર અધિકારીઓ કર્મીઓ સામે કાયદાના પરિઘમા આવતી સજા કરી સસ્પેન્ડ કરી અન્ય જિલ્લામા બદલી સહિતના પગલા ભરાઇ તેવી માંગણી કરાઇ હતી.
No comments:
Post a Comment