- Bhaskar News, Rajula
- May 28, 2016, 00:25 AM IST
રાજુલા: રાજુલા તાલુકાના કોવાયા ખાતે પર્યાવરણ ચિંતકો, એનજીઓ
અને અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીના ઉપક્રમે જૈવિક વિવિધતા અંગે એક વર્કશોપનું
આયોજન કરાયુ હતુ. જેમાં આ વિસ્તારમાં જૈવિક વિવિધતા જળવાઇ રહે, ગીધની
વસાહતોનુ રક્ષણ થાય જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામા આવી હતી.
બાયોડાયવર્સિટીના રક્ષણ માટે આ કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતુ. જેમા રાજુલા નેચર કલબ, ઇકો કલબ, પર્યાવરણ ચિંતકો અને વાઇલ્ડ લાઇફ સંરક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના હેડ રમણરાવે દિપ પ્રાગ્ટય કર્યુ હતુ. નેચર કલબના પ્રમુખ વિપુલ લહેરીએ દરિયાઇ કાચબાનુ સંરક્ષણ, ગીધ કોલોનીની રક્ષા વિશે ઉપયોગી જાણકારી આપી હતી. ડો. પ્રકાશ પોરીયાએ મરીન લાઇફ અને કિનારાના સંવર્ધનની જરૂરિયાત વિશે માહિતી આપી હતી.
ઇકો કલબ સંયોજક પ્રવિણભાઇ ગોહિલે પોષણ કડી, સહઅસ્તિત્વ અને વધતા વિકાસથી થતી જીવોની હાનિ વિગેરે વિશે છણાવટ કરી હતી. યોગેશભાઇ ત્રિવેદીએ આ વિસ્તારના વન્યજીવોની માહિતી આપી ગીર ગાય, જાફરાબાદી ભેંસ અને કાઠીયાવાડી ઘોડાની નસલના વિકાસની વાત કરી હતી. વિજયભાઇ વરૂએ નાગેશ્રીની ગીધ કોલોનીની માહિતી આપી હતી. તેઓ નુકશાન સહન કરીને પણ ગીધ વસાહતો જાળવી રાખી હોય અહી તેમને બિરદાવાયા હતા. બીજા દિવસે આ ગીધ કોલોનીની મુલાકાત પણ લેવાઇ હતી. સિમેન્ટ કંપનીના એલ. રાજશેખર, શ્રી સંજોય, સી સંતરા, નર્મદા યુનિટના નરેશ માવા, શ્રી થાનકી વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. અને ચર્ચા વિચારણા કરાઇ હતી.
No comments:
Post a Comment