Jul 27, 2016, 00:21 AM IST
વિસાવદરઃ વિસાવદરનાં માંડાવડ ગામનાં માલધારી બકરા લઇને
લેરીયાનાં રસ્તે આવેલ ખોડીયારધાર પાસે આવેલ ગોચરની જમીનમાં ચરીયાણ માટે લઇ
ગયેલ. ત્યારે ત્યાં કોઇ અજાણ્યા શખ્સોએ ઝેરી પદાર્થવાળુ પાણીનું કુંડુ
મુકેલ તેના પાણી પીતા ચાર બકરનાં મોત થતાં માલધારી પરિવારમાં દુ:ખની લાગણી
પ્રસરી હતી.
વન્ય પશુઓથી પાકનાં રક્ષણ માટે જંતુનાશક દવા ભેળવેલું પાણી મૂકાયું કે શિકારી ટોળકીનું કારસ્તાન ?
વિસ્તાવદર તાલુકાનાં માંડાવડ ગામનાં ભનુભાઇ ભાયાભાઇ ભરવાડ પોતાના માલિકીનાં બકરા લઇને લેરીયા જવાના રસ્તે મોણીયા ગામનાં ગૌચરમાં ચરિયાણ માટે ગયેલ. ત્યારે બપોરનાં બે વાગ્યાની આસપાસ અચાનક ચારેક બકરા તડફડીયા મારવા લાગેલ અને તેમણે તાત્કાલિક પશુ ડોકટરને બોલાવેલ પણ પશુ ડોકટર આવે તે પહેલા જ ચારેય બકરા મૃત્યુ પામેલ.
પશુ ડોકટરે તપાસતા કોઇ ઝેરી પદાર્થ ખાઇ અથવા પી જવાથી મોત થયાનું જણાવેલ. ત્યારબાદ ભનુભાઇએ માંડાવડ ગામનાં સરપંચ દિનુભાઇ વિકમાને જાણ કરતા તે પણ ઘટના સ્થળે દોડી જઇ તેમણે પહેલા વન વિભાગને જાણ કરેલ. ત્યારે વન વિભાગનાં અધીકારીએ જણાવેલ કે આ અમારી કામગીરીમાં ન આવે. અમારે માત્ર આ તમારા પશુ કોઇ વન્ય પ્રાણી તેને ખાઇ નહી તે જોવાનું રહે છે. જેથી આ બાબતે તમે પોલીસને જાણ કરો. જેથી સરપંચ દિનુભાઇએ પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ગોળાનાં કુંડાનાં પાણીમાં જાણી જોઇ મૂકેલી દવા
આ વિસ્તારમાં ઘણા બધા બાવળનાં વૃક્ષો હોય જેથી જંગલ જેવો વિસ્તાર બની
ગયેલ છે. જેથી આ વિસ્તારમાં આટા મારતા વન્ય પશુ જેમાં હરણ, રોઝ જેવા પશુઓ
દિવસનાં આમા રહેવા આવી જતાં હોય છે. જેથી આસપાસનાં ખેડૂતોએ પાકનાં રક્ષણ
માટે અથવા કોઇ શિકારી ટોળકીએ જાણી જોઇએ આ દવાવાળુ ગોળાનાં કુંડામાં
ખાતરવાળુ પાણી કરીને વ્યવસ્થિત ગોઠવી રાખવામાં આવેલ.
આસપાસમાં વૃક્ષો કાપેલા પણ જોવા મળે છે
જે સ્થળે બકરાનાં મોત થયા તે વિસ્તારમાં વન વિભાગનાં વિસ્તરણ વિભાગે
વર્ષો પહેલા બાવળનાં ઝાડ વાવેલ છે. જે આજે ઘટાટોપ જંગલ વિસ્તાર જેવું બની
ગયેલ છે પણ જે બનાવ સ્થળે આજુ-બાજુમાં તપાસ કરતા એક ચંદન ઘો તથા બે તેતર
પક્ષીનાં મૃતદેહ જોવા મળેલ તેમજ આજુબાજુમાં અનેક વૃક્ષો પણ કાપેલા જોવા
મળેલ. જેથી આ વિસ્તારમાં ઝાડ કટીંગ પણ થતુ હોવાનું નજરે જોવા મળેલ છે.
No comments:
Post a Comment