- Bhaskar News, Khambha
- Jul 03, 2016, 23:58 PM IST
ખાંભાઃ જિલ્લાના અનેક પ્રગતિશીલ ખેડૂતો ખેતીપાકમા અવનવા
સંશોધનો કરી પાકનુ વધુ ઉત્પાદન મેળવે છે ત્યારે ખાંભા તાલુકાના પીપળવા
ગામના એક પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક અને ટપક સિંચાઇ પધ્ધતિનો ઉપયોગ કરી
કેળની ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવ્યું છે.
ગાયનું છાણ અને ગૌમુત્રનો ખાતર તરીકે ઉપયોગ કર્યો, છ વિઘા જમીનમા વાવેતર થકી કરી લાખોની કમાણી
પીપળવા ગામે રહેતા ગોવિંદભાઇ પોપટભાઇ પાનેલીયા નામના ખેડૂતે આજથી એકાદ
વર્ષ પહેલા ગાયનુ છાણ અને ગૌમુત્રનો ઉપયોગ કરી કેળની ખેતી કરવાનુ મનોમન
નક્કી કર્યુ હતુ. આ ઉપરાંત તેમણે છ વિઘા જમીનમાં સાથે ટપક સિંચાઇ પધ્ધતિનો
પણ ઉપયોગ કર્યો હતો. કેળના ઉછેરમા જરૂરિયાત મુજબ ખાતર દવા માટે ગોવિંદભાઇએ
ઓર્ગેનિક પધ્ધતિ અપનાવી અને ગાયનુ છાણ અને ગૌમુત્ર અને માટીના ઉપયોગ
દ્વારા ખાતર બનાવી છંટકાવ કરવામા આવ્યો હતો.
ગોવિંદભાઇએ એક વર્ષમા એક લાખ રૂપિયાનુ કેળના વાવેતર પાછળ ખર્ચ કર્યો
હતો. ત્યારે મબલખ પાક આવતા તેમને કેળાના પાકમાથી છ લાખની આવક આવવાની આશા
છે. પીપળવા ગામના પ્રગતિશીલ ખેડૂત ગોવિંદભાઇની કેળાની ખેતી નિહાળવા ખડાધાર,
ખાંભા, સમઢીયાળા, ઇંગોરાળા વિગેરે ગામોના ખેડૂતો પણ માહિતી મેળવવા માટે
આવે છે.
No comments:
Post a Comment