Bhaskar News, Khambha
Jul 31, 2016, 12:19 PM IST
વન વિભાગની તપાસમાં એવુ ખુલ્યુ હતુ કે ડેડાણના ઇબ્રાહીમ મહમ્મદ ચૌહાણ અને મહમ્મદ કાળુ ચૌહાણ નામના ખેડૂત પિતા-પુત્રએ વાડીમાં જંગલી પશુઓથી પાકને બચાવવા માટે તાર ફેન્સીંગમાં ઇલેકટ્રીક શોક મુક્યો હતો. આ વિજ પ્રવાહમાં સિંહણનું મોત થઇ ગયુ હતું. એવુ માનવામાં આવી રહ્યુ છે કે વહેલી સવારના સમયે આ સિંહણ લટાર મારતા મારતા વાડીમાં આવી પહોંચી હતી. જ્યાં તેને કાળ આંબી ગયો હતો. જેને પગલે વન વિભાગ દ્વારા બન્નેની ધરપકડ કરવામાં આવી હતી.
Jul 31, 2016, 12:19 PM IST
ખાંભાઃ અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજોના કમોતની
ઘટનાઓ અવાર નવાર બને છે. તંત્ર તેમાંથી બોધપાઠ લેતુ નથી. જેના પગલે આ
સીલસીલો અટકતો નથી. ખાસ કરીને ખાંભા તાલુકામાં તો સાવજોના કમોતની ઘટનાઓ વધી
પડી છે. આવી વધુ એક ઘટના આજે ખાંભા તાલુકાના ડેડાણ ગામની સીમમાં બની
હતી.ઘટનાને પગલે વન વિભાગનો સ્ટાફ તાબડતોબ ડેડાણની સીમમાં દોડી ગયો હતો.
વન વિભાગની તપાસમાં એવુ ખુલ્યુ હતુ કે ડેડાણના ઇબ્રાહીમ મહમ્મદ ચૌહાણ અને મહમ્મદ કાળુ ચૌહાણ નામના ખેડૂત પિતા-પુત્રએ વાડીમાં જંગલી પશુઓથી પાકને બચાવવા માટે તાર ફેન્સીંગમાં ઇલેકટ્રીક શોક મુક્યો હતો. આ વિજ પ્રવાહમાં સિંહણનું મોત થઇ ગયુ હતું. એવુ માનવામાં આવી રહ્યુ છે કે વહેલી સવારના સમયે આ સિંહણ લટાર મારતા મારતા વાડીમાં આવી પહોંચી હતી. જ્યાં તેને કાળ આંબી ગયો હતો. જેને પગલે વન વિભાગ દ્વારા બન્નેની ધરપકડ કરવામાં આવી હતી.
No comments:
Post a Comment