Jaydev Varu, Rajul
Jul 09, 2016, 00:28 AM IST
Jul 09, 2016, 00:28 AM IST
રાજુલાઃ અમરેલી જિલ્લામાં સાવજો બિન્દાસ્ત જંગલની બહારી આવીને
ફરી રહ્યાં છે, જિલ્લામાં માનવો પર સિંહોના હુમલાઓ પણ ઘણા પ્રકાશમાં આવ્યા
છે. સિંહની ડણકથી ભલભલા ફફડી જતાં હોય છે, પરંતુ જાફરાબાદ પંથકમાં કંઇક
એવું થયું કે સિંહણે શિકાર કર્યા વગર પાછા ફરવું પડ્યું હતું. આ વખતે
સિંહણને નીલગાયનું ટોળું ભારે પડ્યું હતું, જેનો વીડિયો વાયરલ થયો છે.
જોવા માટે લોકોના ટોળા ઉમટ્યાં હતા
જોકે સિંહબાળો સમયસર ભાગી જતાં તેમને કોઇ ઇજા પહોંચી નહોતી. જેથી
ગુસ્સે ભરાયેલી સિંહણે સિંહબાળો સાથે રોઝ પર હુમલો કરવાનો પ્રયાસ કરતા રોઝ
પણ નીલગાય પાસે જતાં રહ્યાં હતા. જેથી ફરી એકવાર બન્ને સામ-સામે આવી ગયા
હતા. આ વખતે સિંહ પરિવાર હુમલો કરવામાં ડરતો જોવા મળ્યો હતો. આ ઘટનાક્રમ
અંદાજે એક કલાક સુધી ચાલ્યો હતો. અને તેને જોવા માટે લોકોના ટોળા ઉમટ્યાં
હતા. ફરી એકવાર બન્ને સામ-સામે બેસી ગયા હતા, પ્રથમ દ્રષ્ટિએ જોતા એવુ લાગી
રહ્યું હતું કે નીલગાય એટલી ખુંખાર હતી કે જો બન્ને વચ્ચે ઝગડો થયો હોત તો
નીલગાય શીંગડા સિંહણના પેટમાં ઘુસાડી દેવાની તૈયારી હતી. જોકે સિંહણે
સ્થિતિ પારખી લીધી હતી અને બન્ને વચ્ચે યુદ્ધ થતું અટક્યું હતું.
સિંહણ ધારે તો નીલ ગાય પર સેહલાયથી હુમલો કરી શકતી હતી
આ ઘટના જોનારા સૌ કોઇ માની રહ્યાં છેકે સિંહણ અને તેના બચ્ચા બેઠા હતા
ત્યાં નજીક જવા માટે નીલગાય હિંમત કરી રહી હતી અને નજીક પણ ગઇ હતી, જો
સિંહણ ધારે તો નીલ ગાય પર સેહલાયથી હુમલો કરી શકતી હતી પરંતુ સિંહણ પહેલાથી
જ ડરી ગઇ હતી અને તેથી તેણે હુમલો કરવાનો પ્રયાસ કર્યો ન હતો.
એક કલાક સુધી ચાલ્યો ખુંખાર જંગ
કંથારીયા નજીક ડુંગર પર સાવજો અને નિલગાય સામસામા થઇ જતા બન્ને વચ્ચે ખુંખાર જંગ જેવી સ્થિતી ઉભી થઇ હતી. અહિં છ નિલગાયે સાથે મળી સિંહણને હુમલાનો મોકો જ આપ્યો ન હતો. એક કલાક સુધી બન્ને વચ્ચે જંગ જેવી સ્થિતી રહી હતી.
વારંવાર સિંહણને પાછા હટવું પડયું
સિંહણ નિલગાય જેવા પ્રાણીનો શિકાર કરે જ છે. પરંતુ અહિં નિલગાય પોતાના બચાવ માટે જાણે સંગઠીત બની હતી. જેના કારણે હુમલો કરવાની સ્થિતીમાં આવ્યા બાદ પણ સિંહણને પાછા હટવુ પડયુ હતું.
No comments:
Post a Comment