ખાંભાઃ ખાંભા તાબાના ડેડાણ ગામની સીમમા ગેરકાયદે સિંહ દર્શન કરી રહેલા ભાવનગરના પાંચ શખ્સોને વનવિભાગે દંડ ફટકાર્યો હતો.
તળાવ વિસ્તાર નજીક રાત્રીના બે વાગ્યાની ઘટના
ખાંભા તુલશીશ્યામ રેંજમા ઘણા સમયથી લોકો સિંહ દર્શન કરવા માટે બહારગામથી પણ આવતા હોય છે. ત્યારે વનવિભાગ દ્વારા ગતરાત્રીના ખાંભા તાલુકાના ડેડાણ ગામે રેવન્યુમા તળાવ વિસ્તારમા પેટ્રોલીંગ દરમિયાન ગેરકાયદે સિંહ દર્શન કરી રહેલા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. તળાવ વિસ્તાર નજીક રાત્રીના બે વાગ્યાના સુમારે કાર નંબર જીજે 4 જે 5822મા બેસી ભાવનગર રહેતા મોહસીન હારૂન શેખ, જાહિદ વાહિદ શેખ, સુલતાન
ફકીરમહંમદ ખોખર, કાળુ ઉશુફ ફસારીયા, હિમત ગુલાબ કુરેશી નામના શખ્સો ગેરકાયદે સિંહ દર્શન કરી રહ્યાં હતા.
20 હજારના દંડની સ્થળ પર જ વસુલાત
ડીએફઓ કરૂપ્પાસામી તેમજ એસીએફ ગેહલોતની સુચનાથી ઇન્ચાર્જ આરએફઓ વાળા, એમ.એસ.પલાસ, વિક્રમભાઇ કોટવાલ, સાહિદ પઠાણ સહિતે ઘટના સ્થળે દોડી જઇ આ શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પર જ 20 હજારના દંડની વસુલાત કરી હતી.
No comments:
Post a Comment