Wednesday, July 13, 2016

સાવરકુંડલા: બકરા ચરાવી રહેલ યુવક પર ત્રણ સિંહનો હુમલો, સારવાર હેઠળ

    સાવરકુંડલા: બકરા ચરાવી રહેલ યુવક પર ત્રણ સિંહનો હુમલો, સારવાર હેઠળ
  • Hirendrasinh Rathod, Khambha
  • Jul 13, 2016, 12:44 PM IST
    સાવરકુંડલા/ખાંભાઃ અમરેલી જિલ્લામા રેવન્યુ વિસ્તારમાં સિંહ- દિપડાઓ દ્વારા માનવ પરના હુમલાઓના બનાવો વધતા જાય છે. હજુ ગઇકાલે સાવરકુંડલા તાબાના વંડા ગામની સીમમાં બકરા ચરાવી રહેલા એક કિશોર પર દિપડાએ હુમલો કરી ઘાયલ કરી દીધો હતો ત્યા આજે બપોરના સુમારે સાવરકુંડલા તાબાના આદસંગ ગામે એક ભરવાડ યુવક પર ત્રણ સિંહોએ હુમલો કરતા તેને સારવાર માટે સાવરકુંડલા દવાખાને ખસેડાયો હતો. ઘટનાથી ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
     
    યુવકના માથા અને ગાળાના ભાગે ગંભીર ઇજા, 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયો
     
    ઘટનાની મળતી વિગતો આદસંગ ગામે બકરા ચારવાતા ભરવાડ યુવક પર ત્રણ સિંહોએ હુમલો કરતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા રેંજના મિતાયાળા રાઉન્ડના આદસંગના ભરવાડ યુવક વિનુભાઈ ગોબરભાઈ ગામરા પોતાના માલિકીનાં બકરા ઓઘડ રેવન્યુ વિસ્તારમાં ચરાવી રહ્યા હતા ત્યારે વાગ્યાની આસપાસ 3 સિંહો ત્યાં આવી ચડ્યા હતા. સિંહોએ અચાનક જ વિનુભાઈ ઉપર જાનલેવા હુમલો કરી દીધો હતો અને ગળાના ભાગે તેમજ માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્યારે બુમાબુમ કરી મુકતા આજુબાજુનાં લોકો તેમની મદદે દોડી આવ્યા હતા. તેમને સિંહના મોમાંથી છોડાવ્યા હતા. ખાંભા 108ને આ ઘટના અંગે જાણ થતા તેમને પળવારનો વિલંબ કર્યા વગર પહોંચી ગયા હતા. અને વિનુભાઈને સારવાર અર્થે સાવરકુંડલા ખસેડાયા હતા.

No comments: