Wednesday, July 13, 2016

અમરેલીઃ રેવન્યુ પંથકમાં સાવજોએ 7 દિ'માં કર્યો 46 પશુઓનો શિકાર, લોકો ચિંતિત

    અમરેલી વિસ્તારમાં સાવજોની ભુખ ઉઘડી હોય તેવું લોગી રહ્યું છે
  • Bhaskar News, Amreli
  • Jul 12, 2016, 00:30 AM IST
    અમરેલી વિસ્તારમાં સાવજોની ભુખ ઉઘડી હોય તેવું લોગી રહ્યું છે
    અમરેલીઃ આજકાલ અમરેલી જિલ્લાનાં રેવન્યુ વિસ્તારમાં મોટી સંખ્યામાં સાવજો વસવાટ કરી રહ્યાં છે. આ સાવજોએ માત્ર પાંચ સાત દિવસમાં 45 થી વધુ પાલતુ પશુઓના મારણ કર્યા છે. આ સાવજોની ભુખ જાણે વરસાદની સિઝનમાં ખુલી હોય તેમ રેવન્યુ વિસ્તારમાં જ દેખા દેતા હોવાથી લોકો સચેત થયા છે. બીજી તરફ ખેતરે જતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળે છે.
     
    ખાંભાના રાયડી ગામે એક ગાયનુ સાવજોએ મારણ કર્યુ હતુ

    રાજુલા, સાવરકુંડલા, લીલીયા, ખાંભા સહિતના વિસ્તારોમાં દરરોજ સાવજો એકથી વધારે પશુઓનુ મારણ કરતા જોવા મળી રહ્યાં છે. ખાંભાના રાયડી ગામે એક ગાયનુ સાવજોએ મારણ કર્યુ હતુ. તો ડેડાણમા ભેંસ સહિત પાંચ પશુઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. તો ભુંડણી, વાંગધ્રા અને ત્રાકુડામા ત્રણ ગાયોના મારણ કર્યા હતા.
     
    માનવ વિસ્તારમાં સાવજોની ભુખ ઉઘડી !, ટુંક સમયમાં જ આટલા મારણો થતાં લોકો સચેત

    ગતરાત્રીના રાયડી ગામે ઘુસીને સાવજોએ એક ગાયનુ મારણ કર્યુ હતુ. જયારે ક્રાંકચમા બે બકરા, ડુંગરમા બે ગાય, ભોળાભાઇના પટમા એક ગાય, વહરાના આરે તેમજ ભોરીંગડા,
    અંટાળીયામા બે ગાયોના શિકાર સાવજોએ કર્યા હતા. રાજુલાના આરએફઓ સી.બી.ધાંધીયાના જણાવ્યાનુસાર રાજુલાના રેવન્યુ વસ્તારમા સાતેક દિવસમા આઠથી વધુ મારણ નોંધાયા છે. તેવી જ રીતે ગઢીયામા પાંચ જેટલા, સાકરપરામા એક, વડાલ મેવાસામા ત્રણ, ભાડ તેમજ ઇંગોરાળામા બે મારણ અને સાવરકુંડલાના કેરાળામા ત્રણ, વિજયાનગરમા એક ગાય, ખંભાળીયામા એક બળદ તો કુંડલા  માનવ મંદીર પાસે બે ભુંડનો શિકાર સાવજોએ કર્યો હતો.
     
    સાવજો શિકારની શોધમા ગામ સુધી આવી ચડે છે

    પર્યાવરણ વિદ્દ જયરાજભાઇ ખુમાણે જણાવ્યુ હતુ કે હાલ વરસાદી સિઝન છે જેમા સાવજોનો સંવન્નકાળ છે જેમા સાવજો ત્રણથી ચાર દિવસ સુધી પ્રજનનની પ્રક્રિયા કરે છે. જેના કારણે સાવજોની ભુખ પણ ઉખડી છે. સાવજો શિકારની શોધમા ગામ સુધી આવી ચડે છે. તાજેતરમા સાવરકુંડલા તાબાના અભરામપરામા એક મારણ કર્યુ હતુ. તેમજ ગતરાત્રીના રાયડી ગામની સીમમા ત્રણ સાવજોએ એક ગાયનુ મારણ કર્યુ હતુ.

    ખોડિયાણા ગામે પાદરમા બે ગાયોને સાવજોએ ફાડી ખાધી હતી. હાલ મારણની ઘટનાઓ વધુ બની રહી હોય વનવિભાગ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામા આવે તેવુ સ્થાનિક લોકો ઇચ્છી રહ્યાં છે. 

No comments: