અમરેલી:
દેશના પ્રધાનમંત્રી ચુલા પર રસોઇ કરી તેના ધુમાડાથી બિમાર પડતી મહિલાઓની
ચિંતા કરી રહ્યાં છે. તે કદાચ જનતાને ગમતી વાત છે. પરંતુ ગીરની મહિલાઓને
સરકારની ઉજ્જવલા જેવી યોજનાનો હજુ કોઇ લાભ મળતો નથી. અહીની મહિલાઓ હજુ પણ
પરંપરાગત ચુલાઓ પર રસોઇ કરે છે જે સતત ધુમાડો ઓકે છે. અમરેલી જિલ્લો
ગીરકાંઠાનો જિલ્લો છે. ગીરકાંઠે અને જંગલની અંદર હજુ પણ ઇંધણ તરીકે
મોટાભાગે લાકડા અને છાણાનો ઉપયોગ થઇ રહ્યો છે. ઉજ્જવલા યોજનાનો લાભ દેશના
અનેક વિસ્તારમા મળી રહ્યો છે.
મહિલાઓ ફેફસા અને શ્વાસની જુદીજુદી બિમારીઓનો ભોગ બની રહી છે
જો કે વાસ્તવિક રીતે તમામ મહિલાઓને આ સમસ્યામાથી મુકિત અપાવવી હશે તો સરકારે ગીરની મહિલાઓની પણ ચિંતા કરવી પડશે. ગીરની અંદર જુદાજુદા નેશમા હજુ પણ પરંપરાગત ચુલાઓનો ઉપયોગ થઇ રહ્યો છે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમા વપરાતા ચુલા કરતા અલગ પ્રકારના છે. જેની વધારાની રાખ ચુલાના આગળના ભાગમા જમા થાય છે. ગીરના માલધારીઓને આસપાસના ગામોમાથી કેરોસીન તો મળી રહે છે પરંતુ ગેસના ચુલાઓ હજુ અહી પહોંચ્યા નથી. જેના કારણે અહીની મહિલાઓ ફેફસા અને શ્વાસની જુદીજુદી બિમારીઓનો ભોગ બની રહી છે.
કયા કયા નેશમાં ચુલાનો ઉપયોગ?
ગીર જંગલની અંદર આવેલ ખજુરી નેશ, નાના મેઢી નેશ, લેરીયાનેશ, દોઢીનેશ, આંસુદરીનેશ, ભુતડાનો નેશ, સાપનેશ, ગંધારાનો નેશ, રેબડીનેશ, અરબનેશ વિગેરે નેશમા આ પ્રકારનુ ચિત્ર જોવા મળી રહ્યું છે.
No comments:
Post a Comment