DivyaBhaskar News Network | Mar 29, 2017, 02:40 AM IST
વન વિભાગે 15 હજારનો દંડ વસુલ કર્યો
અમરેલીપંથકમાં પક્ષીઓના શિકાર અને તેને કેદ કરવાની પ્રવૃતિ અવાર નવાર
સામે આવે છે ત્યારે આજે લીલીયાના ક્રાંકચ રાઉન્ડના ખારા ગામની સીમમાં બે
શખ્સો કેદ કરેલા ત્રણ તેતર સાથે ઝડપાતા વન વિભાગે તેને ઝડપી લઇ રૂા. 15
હજારનો દંડ ફટકાર્યો હતો અને તેતરને મુક્ત કરી દીધા હતાં. લીલીયાના ક્રાંકચ
પંથકમાં સાવજોનો વસવાટ હોય વન વિભાગની પણ વિસ્તારમાં ચાંપતી નઝર રહે છે.
ત્યારે આજે ક્રાંકચ રાઉન્ડના ખારા ગામની સીમમાં વન કર્મચારીઓની ટુકડીએ બે
શખ્સોને ત્રણ તેતર સાથે ઝડપી લીધા હતાં. અહિંના ભુપત તખુ તથા ભુરા તખુ
નામના બે ભાઇઓએ પીંજરામાં ત્રણ તેતર કેદ કરી રાખ્યા હતાં. વન કર્મીઓએ બન્ને
શખ્સોને ઝડપી લઇ પીંજરા સાથે તેતર કબજે લીધા હતાં અને બન્ને શખ્સો પાસેથી
રૂા. 15 હજારનો દંડ વસુલ કર્યો હતો. વન વિભાગ દ્વારા તેતરને પુન: મુક્ત પણ
કરી દેવાયા હતાં. બન્ને શખ્સો દ્વારા તેતરને શિકાર કરવાના ઉદેશથી પકડ્યા
હતાં કે વેચવાના ઉદેશથી તે જાણવા તપાસ શરૂ કરાઇ છે.
Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment