માધવપુર:
પોરબંદર નજીક આવેલા કડછ ગામના એક વાડીના કૂવામાં એક ચીતલ પડી જતાંની જાણ
સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ માધવપુર લાયન્સ નેચર ફાઉન્ડેશનને જાણ
કરતા તાત્કાલીક લાયન્સ નેચરલ ફાઉન્ડેશનના કાર્યકરો દોડી આવ્યા હતા અને દોઢ
કલાકના રેસક્યુ બાદ ચીતલને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.
દોઢ કલાકના રેસક્યુ બાદ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું
માધવપુરના
ઘેડ વિસ્તારમાં અનેક જંગલી જાનવરો વસવાટ કરે છે. તો આ જંગલી જાનવરો દ્વારા
અવારનવાર કૂવામાં પડી જવાના પણ બનાવો બને છે ત્યારે વધુ એક બનાવમાં
માધવપુરના કડછ ગામના એક વાડી વિસ્તારના કૂવામાં ચીતલ પડી જતાંની જાણ
સ્થાનિક લોકોને થતા તાત્કાલીક માધવપુર લાયન્સ નેચર ફાઉન્ડેશનને જાણ કરતા
લાયન્સ નેચર ફાઉન્ડેશનના કાર્યકરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ચીતલને દોઢ
કલાકના રેસક્યુ બાદ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું અને સારવાર અપાઇ
હતી.
No comments:
Post a Comment