(પાઇપમાં રહેતા બે દીપડા ડુબી ગયા)
કેશોદ:કેશોદનાં
મઘરવાડા ગામે સીમમાં વિચિત્ર ઘટનાં બની હતી. સાબરી સિંચાઇ યોજનાની
કેનાલનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. કેનાલમાં પાણી છોડતા મઘરવાડા પાસે
કેનાલનાં પાઇપમાં રહેતા બે દીપડાનાં ડુબી જતાં મોત થયાં હતાં. સાબલી સિંચાઇ
યોજનામાંથી ટેસ્ટીંગ માટે કેનાલનું પાણી છોડવામાં આવ્યું હતું.
બે દીપડા બહાર નિકળી શકયા ન હતાં
આ
દરમિયાન કેનાલની કુંડીઓમાં મઘરવાડા ગામનાં ખેડુતોને દીપડા જોવા મળતાં વન
વિભાગને જાણ કરી હતી અને વન વિભાગે આ દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા
હતાં. પરંતુ કેનાલનાં પાઇપમાં રહેતા આ બે દીપડા બહાર નિકળી શકયા ન હતાં.
અને ડુબી જતાં મોતને ભેટયાં હતાં અને અર્જુન પરબત સિંહાર અને દિનેશ રામ
ડાંગરની વાડી પાસેથી મળી આવેલ આ દીપડાનાં મૃતદેહને પીએમ માટે એનિમલ કેર
અમરાપુર ખાતે કેશોદ વન વિભાગની ટીમે ખસેડયા હતાં અને ધોરણસરની કાર્યવાહી
હાથ ધરી હતી.
No comments:
Post a Comment