વંથલીઃવંથલી-કેશોદ
રોડ પર વંથલીથી 1 કિમી દૂર આજે સવારે 8 વાગ્યે ડીવાઇડરનાં ખાંચામાંથી એક
દીપડાનો મૃતદેહ મળી આવતાં વન વિભાગે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ
અંગે દક્ષિણ ડુંગર રેન્જનાં આરએફઓ જે. સી. હીંગરાજીયાએ જણાવ્યું હતું કે,
વંથલી-કેશોદ રોડ પર વંથલીથી 1 કિમી દૂર જૂની-નવી સડક સામે આવેલા હાઇવે પર
બે રોડ વચ્ચેનાં ડિવાઇડર પાસે સવારે 8 વાગ્યે અહીંથી પસાર થતા લોકોને
દીપડાનો મૃતદેહ જોવા મળ્યો હતો. આથી કોઇ રાહદારીએ વનતંત્રને જાણ કરતાં
જૂનાગઢનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. અને મૃતદેહને પીએમ માટે ખસેડ્યો
હતો.
આશરે 1 વર્ષની વયનાં નર દીપડાનું મોત કોઇ વાહનની ઠોકર વાગવાને લીધે થયાનું પ્રાથમિક રીતે મનાઇ રહ્યું છે. પરંતુ ડાબા અંગમાં આંતિરક રીતે ગંભીર ઇજા થઇ છે. આ બનાવ રાત્રિનાં સમયે બન્યો હતો. આથી વનવિભાગે હાઇવે ઓથોરિટી પાસેથી સીસી ટીવી ફૂટેજ મેળવી તેમજ આસપાસનાં લોકોનાં નિવેદનો લઇ દીપડાને ઠોકર મારનાર વાહનને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.
No comments:
Post a Comment