અમરેલી:દિવસે-દિવસે
લોકોના ધંધા રોજગાર વધતા જાય છે કેટલાય એવા લોકો છે ખેતી હોવા છતાં પૂરતું
ધ્યાન આપતા નથી અને મોટાભાગના લોકો સારી રકમની લાલચમાં જમીન વેચી નાખે છે.
રાજુલાના જાફરાબાદમાં ઉદ્યોગના કારણે આ પ્રકારનું અવાર નવાર જોવા મળે છે
પણ રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામના પૂર્વ ધારાસભ્ય ખોડાભાઈ નકુમના
પુત્ર રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીઠાભાઇ નકુમ અને તેમના પત્ની જિલ્લા
પંચાયતના સદસ્ય તરીકે પણ તાજેતરમાં ચૂંટાયા છે તેમ છતાં તે હજુ પણ ખેડૂત
છે.
રાજુલાના જૂની બારપટોળી ગામના પ્રગતિશીલ ખેડૂતની અનોખી ખેતી
રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીઠાભાઇ નકુમ પોતાની 40 વીઘા જમીનમાં અનોખું વાવેતર કરી પ્રગતિશીલ ખેડૂત તરીકે સામે આવ્યા છે. અહીં તડબૂચ, સરઘવો, ગુંદા, ટામેટા, લીંબુ, ચીકુ સહીતની ખેતીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. અહીં ખેતીની તમામ સામગ્રી, વર્ષો પહેલાના સાધનો પણ પીઠાભાઇ પાસે છે. તેમણે ખેડૂત તરીકેના પરંપરાગત કપડાં પણ હજુ રાખ્યા છે. તેમના પત્ની અને પીઠાભાઇ પોતે આ ખેતીમાં સતત મેહનત કરે છે.
સરઘવો, તડબૂચ અને ગુંદા સહીતની ખેતીમાં વાવેતર
દરરોજ બપોર બાદ સાંજના સમયે તેમની ખેતી જોવા માટે બહાર ગામથી ખેડૂતો અહીં આવે છે અને નવાઈની વાત તો એ છે કે આ પ્રથમ ખેતી અને જમીન એવી છે ચોખી કોઈ પણ પ્રકારનો કચરો આ ખેતી આસપાસ જોવા મળતો નથી. ખેડૂત પીઠાભાઇ નકુમ અને તેમનો પરિવાર વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો છે. અહીં પોતે અવાર-નવાર ખેડૂતોને ખેતી માટે માર્ગદર્શન પૂરું પાડે છે. કેવા પ્રકારની ખેતી હોવી જોઈએ, કેવા પ્રકારનું ઉત્પાદન કરવાથી ખેડૂતોને ફાયદો થઇ શકે સહીતની શિબિરો પણ અહીં તેમની વાડીમાં અવાર-નવાર જોવા મળે છે.
No comments:
Post a Comment