અમરેલી:અમરેલી
જિલ્લામા સાવજો પર જાણે ઘાત બેઠી હોય તેમ એક પછી એક સાવજો સાથેની દુઘર્ટના
બની રહી છે હવે સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે એક સિંહબાળ કુવામા ખાબકતા
વનવિભાગે ઘટના સ્થળે દોડી જઇ આ સિંહબાળને બચાવી લેવા દોડધામ હાથ ધરી છે.
આદસંગ ગામે સિંહબાળ કુવામાં ખાબકયું
અમરેલી જિલ્લામા રેવન્યુ વિસ્તારમા ખુલ્લા કુવાઓ આમપણ સાવજો માટે મોતનુ કારણ બની રહ્યાં છે. અવારનવાર સાવજો કુવામા ખાબકવાની ઘટના બનતી રહે છે. કેટલાક કિસ્સામા સાવજોને બચાવી શકાય છે તો કયારેક સાવજોના મોતની ઘટનાઓ પણ બને છે. આજે સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામની સીમમા એક સિંહબાળ કુવામા ખાબકયાની ઘટના બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર એક ખેડૂતની વાડીમા આજે સાંજના સમયે સિંહબાળ કુવામા ખાબકયુ હોવાની વનવિભાગને જાણ થઇ હતી.
સિંહબાળને બચાવી લેવા ઓપરેશન હાથ ધર્યુ
સ્થાનિક વન અધિકારી, કર્મચારીઓ રેસ્કયુ ટીમને લઇને ઘટના સ્થળે દોડી ગયા હતા અને કુવામા દોરડા વડે ખાટલો ઉતારી સિંહબાળને બચાવી લેવા ઓપરેશન હાથ ધર્યુ હતુ. ખેડૂત દ્વારા તેની વાડીમા કપાસનુ વાવેતર કરાયુ છે. અહી ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. કાંઠા વગરના આ કુવામા પાણી પણ ભરેલુ હતુ. વનવિભાગને રેસ્કયુ ઓપરેશનમા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
No comments:
Post a Comment