Saturday, March 31, 2018

કલેક્ટર કચેરી રોડ પર 100 થી વધુ લીલાછમ વૃક્ષ કાપી નંખાયા

DivyaBhaskar News Network | Last Modified - Mar 26, 2018, 02:10 AM IST
જૂનાગઢ ગીરનાર પર્વત શૃખંલા માં આવેલુ છે જેથી ગીરનારના મોટાભાગના વિસ્તારમાં લીલોતરી છવાયેલી જોવા મળે છે. જોકે...
કલેક્ટર કચેરી રોડ પર 100 થી વધુ લીલાછમ વૃક્ષ કાપી નંખાયા
કલેક્ટર કચેરી રોડ પર 100 થી વધુ લીલાછમ વૃક્ષ કાપી નંખાયા
જૂનાગઢ ગીરનાર પર્વત શૃખંલા માં આવેલુ છે જેથી ગીરનારના મોટાભાગના વિસ્તારમાં લીલોતરી છવાયેલી જોવા મળે છે. જોકે જૂનાગઢ મહાનગર પાલિકાએ ક્લેક્ટર કચેરી રોડ પર આવેલા 100 થી વધુ વૃક્ષોને છેદન કરવાની ભર ઉનાળે કામગીરી હાથ ધરી છે. જેથી રોડ પર માટી અને ઉખાડેલા લીલાછમ વૃક્ષોનો ઢગલો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ મહાનગર પાલીકા આજ રોડ પર આવેલા અન્ય છોડવાને કાયમી ધોરણે પાણી પીવડાવે છે. ત્યારે પાછલા દિવસોમાં આ છેદન કરેલા લીલાછમ વૃક્ષોને ઉછેરવા પણ પાણી નો બગાડ કરવામાં આવ્યો જ છે. અને હવે ઉખેડી નાખવામાં આવેલા વૃક્ષોની જગ્યાએ નવા વૃક્ષો વાવશે તો તેમાં પણ પાણીનો બગાડ તો કરવામાં આવશે. પાણી આવી તંગી વચ્ચે જો આ નવા છોડવાને પાણી આપી નહી શકાય તો પણ મહાનગર પાલીકાએ ઉખેડવા સાથે પાછા રોપવા પાછ‌ળનો ખર્ચ નકામો જશે. આ કામ 2 મહીના પછી ચોમાસામાં પાલીકાએ કર્યુ હોઈ તો જ્યારે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં પાણી નો પ્રશ્ન વિકટ બન્યો છે ત્યારે પાણી બચાવી શકાય તેમ હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-021002-1333559-NOR.html

ભુંડે તીક્ષ્ણ નહોર મારી ખેડુતનાં બંને પગ કર્યા લોહીલુહાણ


DivyaBhaskar News Network | Last Modified - Mar 26, 2018, 02:10 AM IST
તાલાલા | તાલાલાનાં મંડોરણામાં રહેતા ખેડુત જીવરાજભાઇ સોજીત્રા રવિવારે સવારે બીલીવારા પાટ વિસ્તારમાં આવેલા...
તાલાલા | તાલાલાનાં મંડોરણામાં રહેતા ખેડુત જીવરાજભાઇ સોજીત્રા રવિવારે સવારે બીલીવારા પાટ વિસ્તારમાં આવેલા બગીચામાં પાણી વાળતાં હતાં ત્યારે જંગલી ભુંડે ધસી આવી તેમની પર હુમલો કરી દઇ બંને પગોમાં તીક્ષ્ણ નહોર મારી લોહીલુહાણ કરી દીધા હતાં. ખેડુતે બુમાબુમ કરી મુકતાં આસપાસનાં લોકોએ દોડી આવી પથ્થરોનાં ઘા કરતાં ભુંડ નાસી ગયું હતું. ઇજાગ્રસ્ત ખેડુતને પ્રથમ તાલાલા હોસ્પિટલે સારવારમાં ખસેડાતાં જયાં ડાબા પગમાં પાંચ અને જમણા પગમાં ત્રણ ટાંકા આવ્યા હતાં. વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડેલ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-021002-1333557-NOR.html

ગિરનાર પરિક્રમા કરવાની મંજૂરી ન મળતા અખંડ ભારત સંઘમા રોષ

Bhaskar News, Junagadh | Last Modified - Mar 27, 2018, 02:09 AM IST
નવાબો ગયાના આટલા વર્ષો પછી પણ શાસન પ્રણાલીમાં કોઇ ફેરફાર થયો નથી !!
ગિરનાર પરિક્રમા કરવાની મંજૂરી ન મળતા અખંડ ભારત સંઘમા રોષ
ગિરનાર પરિક્રમા કરવાની મંજૂરી ન મળતા અખંડ ભારત સંઘમા રોષ
જૂનાગઢ: ગિરનાર ફરતેની બીજી પરિક્રમા કરવાની મંજૂરી ન આપનાર વન વિભાગને પડકારતા અખંડ ભારત સંઘે કોઇ પણ ભોગે પરિક્રમા કરવા દ્રઢ નિર્ધાર વ્યકત કર્યો છે. સાથે આ તેમજ ભવિષ્યમાં થનાર પરિક્રમામાં જૂનાગઢની જનતાને જોડાઇને સહકાર આપવા અપીલ પણ કરી છે. આ અંગે અખંડ ભારત સંઘના ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે મને દુ:ખ એ બાબતનું છે કે નવાબો ગયા તેના આટલા વર્ષો પછી પણ શાસન પ્રણાલીમાં કે અધિકારીઓની માનસિકતામાં કોઇ ફેરફાર થયો નથી.
નરસિંહ મહેતા ભજન કરતા હતા તેને જેલમાં પૂર્યા હતા. અમે પણ જંગલમાં ભજન અને ભકિત કરવા જ જઇએ છીએ ભલે અમને પણ જેલમાં પૂરી દેવામાં આવે,પરંતુ પરિક્રમાતો કોઇ પણ ભોગે કરીશું જ.વન વિભાગ અામાં અડચણરૂપ બનવા જઇ રહ્યું છે ત્યારે જૂનાગઢની જનતાએ પણ આમાં અવાજ ઉઠાવવો જોઇએ. વન વિભાગ દવ લાગવાનું બહાનું બતાવે છે'
ત્યારે અમે શું જંગલમાં આગ લગાવવા જઇએ છીએ જંગલમાં આગ લાગે અને ખબર પડે તો અમે હોય કે અન્ય કોઇપણ હોય આગ બૂઝાવે કે આગ વધુ પ્રસરે તેવી કામગીરી કરે વન વિભાગને દુ:ખે છે પેટને કુટે છે માથું. જંગલમાંથી પહેલાં નેસડાને નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો હવે લોકોને પણ જવા ન દઇ વન વિભાગ કરવા શું માંગે છે અેવી તે કઇ કામગીરી થઇ રહી છે જે જનતાથી છૂપાવવા વન વિભાગ ધમપછાડા કરી રહ્યું છે તેવા પણ શંકાસ્પદ સવાલ ઉઠી રહ્યા છે તેમ ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-akhand-bharat-sangh-which-is-not-allowed-to-do-parikrama-girnar-gujarati-news-5838467-NOR.html

ચોમાસામાં 5 હજાર વૃક્ષનાં રોપા,એક લાખ લીંબોડીનાં બીજનું વિતરણ થશે

DivyaBhaskar News Network | Last Modified - Mar 27, 2018, 03:05 AM IST
જૂનાગઢ જિલ્લાનાં એગ્રો ડિલરનાં માધ્યમથી ચાલતી કિસન મિત્ર કલબની વાર્ષિક મિટીંગ મળી હતી. જેમાં ગત વર્ષે કરવામાં...
ચોમાસામાં 5 હજાર વૃક્ષનાં રોપા,એક લાખ લીંબોડીનાં બીજનું વિતરણ થશે
જૂનાગઢ જિલ્લાનાં એગ્રો ડિલરનાં માધ્યમથી ચાલતી કિસન મિત્ર કલબની વાર્ષિક મિટીંગ મળી હતી. જેમાં ગત વર્ષે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા અને આગામી વર્ષમાં વૃક્ષારોપણની કામગીરીને આયોજન કરવામાં આવ્યું હતું. કિસાન મિત્ર કલબ દ્વારા દર વર્ષે ગામડે-ગામડે કિસાન રથ દોડાવીને ખેડૂતોને વૃક્ષારોપણ માટે જરૂરી લીંબોડીનાં બીજ અને ઉપયોગી વૃક્ષો માટે રોપાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. આગામી ચોમાસા દરમિયાન 5 હજાર વૃક્ષોનાં રોપા અને 1 લાખ લીંબોડીનાં બીજનું વિતરણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. તેમજ ગત વર્ષે જે રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું, તે રોપાની શું સ્થિતી છે તેની સમિક્ષા પણ કરવામાં આવી હતી. આ તકે વન વિભાગનાં એ.પી.સીંધ, સંસ્થાનાં પ્રમુખ અરવિંદભાઇ ટીંબડીયા, પ્રકાશભાઇ ચોથાણી, પાર્થ ધામેલીયા, સમીર પટેલ, વિનુભાઇ બારસીયા સહિતનાં હાજર રહ્યાં હતાં.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-030501-1343081-NOR.html

ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચનામાં ઉપલા દાતાર અને નીચેના સખી

DivyaBhaskar News Network | Last Modified - Mar 28, 2018, 03:45 AM IST
ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચનામાં ઉપલા દાતાર અને નીચેના સખી જમીયલશા દાતારનો પણ સમાવેશ કરવા માંગ ઉઠી છે. આ...
ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચનામાં ઉપલા દાતાર અને નીચેના સખી

ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચનામાં ઉપલા દાતાર અને નીચેના સખી જમીયલશા દાતારનો પણ સમાવેશ કરવા માંગ ઉઠી છે. આ અંગે ખલ્કે ઇલાહી ન્યાય પરિષદના અધ્યક્ષ યુસુફ મલેકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે ઉપલા દાતાર અને સખી જમીયલશા દાતારના વહિવટ કર્તા જિલ્લા કલેકટર છે ત્યારે તેમની પણ જવાબદારી બને છે કે આ બન્ને સ્થળોનો ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ કરે. ઉપરાંત જામા મસ્જીદ, મહાબત મકબરા, વાલીએ સોરઠ, દરબારે નકશબંદ દરગાહનો પણ ગુજરાત પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરી તેનો વિકાસ કરવામાં આવે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-034503-1351844-NOR.html

દૂધીયા વીડીમાં દવ લાગ્યો, 500 વીઘા જંગલ બળીને ખાક

DivyaBhaskar News Network | Last Modified - Mar 28, 2018, 03:45 AM IST
કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામે વનવિભાગની દૂધીયા વીડી આવેલી છે. પરંતુ આ વીડીમાં બે દિવસ પૂર્વે ભયંકર આગ ભભૂકતા...
દૂધીયા વીડીમાં દવ લાગ્યો, 500 વીઘા જંગલ બળીને ખાક
દૂધીયા વીડીમાં દવ લાગ્યો, 500 વીઘા જંગલ બળીને ખાક
કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામે વનવિભાગની દૂધીયા વીડી આવેલી છે. પરંતુ આ વીડીમાં બે દિવસ પૂર્વે ભયંકર આગ ભભૂકતા આગ 500 વીઘામાં ફેલાઈ ગઈ હતી અને જેમાં લાખો વૃક્ષો બળીને ખાખ થઈ ગયા હતા. તે ઉપરાંત આ વીડીમાં રહેલા નાના-મોટા જીવજંતુ અને પશુના મોત થયા હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત દીપડા, હરણ, નીલગાય સહિતના પશુઓના મોત થયા હોવાની લોકોમાં ચર્ચા જાગી છે. આ આગ લાગ્યાનાં 2 દિવસ બાદ વીડી આસપાસનાં માલધારીઓ દ્વારા લોકોમાં ધટનાં જાહેર વનવિભાગ દોડતું થઈ ગયું છે અને આ વીડીમાં પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવી દીધો છે. કુતિયાણાના ખાગેશ્રી ગામના વનવિભાગની દૂધીયા વીડીમાં વનવિભાગના કર્મચારીઓની બેદરકારીના કારણે બે દિવસ પૂર્વે જ આગ ભભૂકી ઉઠી હતી અને આ આગ 500 વીઘામાં ફેલાઈ ગઈ હતી. જો કે આગની જાણ થતા જ તાત્કાલીક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી પરંતુ આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ 500 વીઘામાં ફેલાઈ ગઈ હતી અને નાના-મોટા લાખો વૃક્ષો બળીને ખાખ થઈ ગયા હતા.

તે ઉપરાંત આ વીડીના નાના-મોટા જીવજંતુઓ પણ બળીને ખાખ થઈ ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે દૂધીયા વીડી હજ્જારો હેક્ટરમાં ફેલાયેલ છે અને વૃક્ષો અને પહાડોથી ઘેરાયેલી આ વીડીમાં દીપડા, હરણ, નીલગાય, કીડીખાંઉ, અજગર, સસલા, કાચબા જેવા પશુપ્રાણીઓ વસવાટ કરે છે. પરંતુ આ આગનો બનાવ બનતા આગમાં દીપડા, હરણ અને નીલગાય જેવા પશુઓ પણ બળીને ખાખ થઈ ગયા હોવાની લોકોમાં ચર્ચા જાગી છે. જો કે આ અંગેની જાણ થતા જૂનાગઢ વનવિભાગના અધિકારીઓ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દૂધીયા વીડીમાં પ્રવેશબંધી પણ ફરમાવી હતી.

બે દિવસ પહેલા લાગેલી અાગને છુપાવવા દુધીયા વીડીમાં પ્રવેશબંધી ફરમાવી દીધી

આ વિસ્તારમાં પ્રવેશબંધી પણ ફરમાવવામાં આવી છે તેમ છતાં પણ વનવિભાગની મિલીભગત હેઠળ આ વિસ્તારમાં વૃક્ષો કટીંગ થતા હોય અને વનવિભાગના અધિકારીઓના હાથ નીચેથી જ લાકડાની હેરાફેરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-034503-1351861-NOR.html

વન વિભાગે જંગલ પ્રવેશ ન અાપતા ગિરનાર પરિક્રમાર્થીઓના ઇંટવા ચેક પોસ્ટે જ ધરણાં

DivyaBhaskar News Network | Last Modified - Mar 28, 2018, 03:45 AM IST
જૂનાગઢ ફરતેની પરિક્રમા કરવા માટે નિકળેલા પરિક્રમાર્થીઓને વન વિભાગે ઇંટવા ગેઇટ પાસે જ અટકાવ્યા હતા. પરિણામે તેઓએ...
વન વિભાગે જંગલ પ્રવેશ ન અાપતા ગિરનાર પરિક્રમાર્થીઓના ઇંટવા ચેક પોસ્ટે જ ધરણાં
વન વિભાગે જંગલ પ્રવેશ ન અાપતા ગિરનાર પરિક્રમાર્થીઓના ઇંટવા ચેક પોસ્ટે જ ધરણાં
જૂનાગઢ ફરતેની પરિક્રમા કરવા માટે નિકળેલા પરિક્રમાર્થીઓને વન વિભાગે ઇંટવા ગેઇટ પાસે જ અટકાવ્યા હતા. પરિણામે તેઓએ ગેઇટ પાસે જ ધરણાં શરૂ કરી દીધા હતા. અખંડ ભારત સંઘના નેજા હેઠળ ગિરનાર ફરતેની 13 પરિક્રમા કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. પ્રથમ પરિક્રમા પૂર્ણ થયા બાદ બીજી વખત પરિક્રમા માટે વન વિભાગે મંજૂરી આપી ન હતી. તેમ છતાં ભાવેશભાઇ વેકરીયાની આગેવાનીમાં વ્હેલી સવારે પૂજન કરી પરીક્રમાર્થીઓ આગળ વધ્યા હતા પરંતુ એસીએફ બી.કે. ખટાણા અને સ્ટાફે વનમાં પ્રવેશ કરવા જ દિધો ન હતો અને ગેઇટ પાસેજ 45 થી વધુ કર્મીઓનો કાફલો ગોઠવી દીધો હતો. બાદમાં પરિક્રમાર્થીઓ ગેઇટ પાસે જ સાંજના 6 વાગ્યા સુધી ધરણાં કર્યા હતા. ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે હજુ એકાદ વખત નમ્ર પ્રયાસ થશે છતાં મંજુરી નહી મળે તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં આવેદન આપવામાં આવશે.

પરિક્રમાર્થીઓ ગેઇટ પાસે જ સાંજના 6 વાગ્યા સુધી ધરણાં કર્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-034503-1351870-NOR.html

જૂનાગઢની યુવતીએ ગિરનાર જંગલમાં 4 કુળનાં 43 પતંગિયા શોધ્યા

DivyaBhaskar News Network | Last Modified - Mar 28, 2018, 03:45 AM IST
રંગબેરંગી પતંગીયાઓ હવે ઓછા પ્રમાણમાં દેખાઈ છે. ખાસ કરીને જંગલ અને હરિયાળી વાળા વિસ્તારમાં વધુ પ્રમાણમાં પતંગિયા...
  • જૂનાગઢની યુવતીએ ગિરનાર જંગલમાં 4 કુળનાં 43 પતંગિયા શોધ્યા
    જૂનાગઢની યુવતીએ ગિરનાર જંગલમાં 4 કુળનાં 43 પતંગિયા શોધ્યા
    રંગબેરંગી પતંગીયાઓ હવે ઓછા પ્રમાણમાં દેખાઈ છે. ખાસ કરીને જંગલ અને હરિયાળી વાળા વિસ્તારમાં વધુ પ્રમાણમાં પતંગિયા જોવા મળી રહ્યાં છે. પતંગિયા ન હોવાનાં કારણે પર્યાવરણમાં અનેક ફેરફારો પણ થતા રહે છે. ત્યારે જૂનાગઢની યુવતી પતંગિયા પર પોતાની સંશોધન કરી રહી છે. બીએસસી સુધી અભ્યાસ પૂર્ણ કરેલ મિતલ મોરડીયાએ ગિરનારનાં જંગલમાં બે વર્ષ સુધી ફરીને જુદી જુદી જાતનાં પતંગીયાની શોધ કરી છે. મિતલ મોરડીયાએ કહ્યું હતું કે, ભારતમાં લગભગ 1502 જાતનાં પતંગિયા છે. જેમાં 193 જેટલી જાતો ગુજરાતમાં નોંધવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 78 જાતનાં પતંગિયા નોંધાયા છે.

    જૂનાગઢમાં 2016 થી 2018 સુધીનાં અભ્યાસ દરમિયાન લગભગ 43 પતંગિયાની જાતો રેકોર્ડ કરવામાં આવી છે. જેમાં રેર જાતનાં પતંગિયા પણ નોંધવામાં આવ્યા છે. જૂનાગઢ ગિર જંગલમાં અને મોતીબાગ એગ્રીકલ્ચર યુનિ.નાં મેદાનમાં 4 કુળનાં પતંગિયાઓ નોંધાયા છે. પતંગિયાનાં અભ્યાસમાં મેહુલ પટેલ અને વિશાખા ગોહેલે પણ મદદ કરી છે.

    પતંગિયાની હાજરી- ગેરહાજરી પર્યાવરણમાં ફેરફાર સુચવે છે

    પર્યાવરણનું વૈજ્ઞાનિક દ્રષ્ટીએ ઘણું મહત્વ છે. જૈવિક વિવિધતમાં આ પતંગિયાનું ઘણું મહત્વ છે. તેમજ પતંગિયાની હાજરી કે ગેરહાજરી પણ પર્યાવરણમાં ફેરફાર સુચવે છે.

    જૂનાગઢ ગિર જંગલમાં અને મોતીબાગ એગ્રીકલ્ચર યુનિ.નાં મેદાનમાં 4 કુળનાં પતંગિયાઓ નોંધાયા છે.
    https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-034503-1351871-NOR.html

દૂધીયા વીડીમાં આગની ઘટનાં જાણ DFOને ન કરાઇ

DivyaBhaskar News Network | Last Modified - Mar 29, 2018, 03:50 AM IST
કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામે વનવિભાગની દૂધીયા વીડી આવેલી છે. પરંતુ આ વીડીમાં બે દિવસ પૂર્વે ભયંકર આગ ભભૂકતા...
કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામે વનવિભાગની દૂધીયા વીડી આવેલી છે. પરંતુ આ વીડીમાં બે દિવસ પૂર્વે ભયંકર આગ ભભૂકતા આગ 500 વીઘામાં ફેલાઈ ગઈ હતી અને જેમાં લાખો વૃક્ષો બળીને ખાખ થઈ ગયા હતા. તે ઉપરાંત આ વીડીમાં રહેલા નાના-મોટા જીવજંતુ અને પશુના મોત થયા હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત દીપડા, હરણ, નીલગાય સહિતના પશુઓના મોત થયા હોવાની લોકોમાં ચર્ચા જાગી છે. આ આગ લાગતા વનવિભાગ દોડતું થઈ ગયું છે અને આ વીડીમાં પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ આગ વન વિભાગના કર્મચારીઓની મીલી ભગતના કારણે લાગી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. ત્યારે આ અંગે જુનાગઢના ડી.એફ.ઓ. ને જાણ ન કરવામાં આવી 3 દિવસમાં બાદ જાણ થતા જુનાગઢ સહિતના કર્મચારીઓઓ તપાસના માટે ધામા નાખ્યા છે. સામાન્ય રીતે દૂધીયા વીડી હજ્જારો હેક્ટરમાં ફેલાયેલ છે અને વૃક્ષો અને પહાડોથી ઘેરાયેલી આ વીડીમાં દીપડા, હરણ, નીલગાય, કીડીખાંઉ, અજગર, સસલા, કાચબા જેવા પશુપ્રાણીઓ વસવાટ કરે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-035005-1360282-NOR.html

ગરમીનો પારો ઉંચકાતા સાવજો ડુંગરાળ વિસ્તાર છોડવા લાગ્યાં

Bhaskar News, Junagadh | Last Modified - Mar 29, 2018, 12:57 AM IST
ગીરનાર જંગલમાં કરમદીનાં ઢૂવા અને મોટા પથ્થર સિંહ માટે આશ્રય સ્થાન બન્યા
ગરમીનો પારો ઉંચકાતા સાવજો ડુંગરાળ વિસ્તાર છોડવા લાગ્યાં
ગરમીનો પારો ઉંચકાતા સાવજો ડુંગરાળ વિસ્તાર છોડવા લાગ્યાં
જૂનાગઢ: ગરમી વધતા જ ગીરનાં જંગલ અને આસપાસનાં પી.એફ. વિસ્તારમાં વિચરતી સિંહ પ્રજાતીનો ખોરાક ઓછો થઇ જાય છે. દિવસનાં શિકાર કરવાનું મહદઅંશે ટાળી સિંહ પ્રજાતી ગાઢ વૃક્ષો અને બાગાયતી ખેતીવાળા વિસ્તારો તરફ ચાલ્યા જાય છે. ગીર જંગલનાં છેવાડા પાસે આવેલા અભરામપરા ગામનાં યુવાન ખેડુત કમલ નસીત સાવજ પ્રેમી વ્યકિત હોય પોતાનાં વિસ્તારનાં સિંહ ડુંગરા વિસ્તારમાં શિયાળામાં સિંહોનું રોકાણ વધુ જોવા મળતુ અને ગરમીનો પારો ઉંચકાતા સિંહ પ્રજાતી ડુંગરાળ વિસ્તાર છોડવા લાગી તે પોતાનાં અભ્યાસમાં ધ્યાને આવ્યું હોવાનું જણાવેલ. સિંહ - દીપડા જેવા માંસાહારી પ્રાણીઓનો ખોરાકતો ભારે ગરમીમાં ઘટે છે.
પરંતુ આ પ્રાણીઓ પીવાનું પાણી નજીક મળી રહે અને ગીર જંગલની બોર્ડર નજીકનાં ગામોની સીમોમાં વૃક્ષોવાળા ખેતરોમાં દિવસનાં આકરા તાપમાં છાંયડો શોધી આરામ ફરમાવે છે.
રાત્રીનાં ગરમીનું પ્રમાણ ઓછુ થાય એટલે િશકારની શોધમાં નિકળે રેવન્યુ વિસ્તાર નજીક હોય અેટલે ગાય, ભેંસ, બકરા જેવા દુધાળા માલઢોરનાં આસાનીથી શિકાર કરી ગામડાઓની સીમોમાં ખેડુતોએ ખેતરોમાં બનાવેલ પાણીનાં અવેડામાં પાણી પી દિવસ ઉગે તે પહેલા ફરી છાંયડાવાળા અવાવરૂ વિસ્તારમાં પહોંચી જાય છે.
વર્ષભર ઋતુ અને ઠંડી - ગરમીની વધઘટ સાથે સિંહ પ્રજાતી પોતાનાં શિકાર અને રહેઠાણની વ્યવસ્થામાં ફેરફાર કરતી જોવા મળે છે. ત્યારે જંગલમાં સાવજો માટે પાણીની વ્યવસ્થા ઉભી કરાય એવી માંગ ઉઠી છે. ગીરનાર જંગલમાં કરમદીના ઢૂવા અને મોટા પથ્થરનો આશરો વન્યપ્રાણી લઇ રહ્યા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-truth-had-to-leave-the-heat-of-mercury-uncakata-hilly-area-gujarati-news-5840017-NOR.html

ગીરગઢડા: ફરેડા ગામમાં જંગલના રાજાના ધામા, જોવા ઉમટે છે લોકો

DivyaBhaskar.com | Last Modified - Mar 28, 2018, 05:48 PM IST
ગીરગઢડા: ગીરગઢડા તાલુકાના ફરેડા ગામમાં જંગલના રાજાએ છેલ્લા કેટલાક દિવસથી ધામા નાખ્યા છે. દિવસ દરમિયાન સિંહ ગામમાં આટાફેરા કરતો હોય આજુબાજુના ગામના લોકો જોવા માટે ઉમટી પડે છે. સિંહના ધામાથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સિંહો જંગલ વિસ્તારમાં પાણીની તંગીને કારણે ગામડાઓ તરફ વળ્યા છે. એક તરફ લોકોને સિંહદર્શન તો થાય છે પણ બીજી તરફ ભયનો માહોલ પણ જોવા મળે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-lion-reached-fareda-village-of-gir-gadhada-so-people-in-fear-gujarati-news-5839651-PHO.html

ગિરનાર જંગલમાં ચંદન ચોર ગેંગ સક્રિય, મજુર પર કર્યો હુમલો

Bhaskar News, Junagadh | Last Modified - Dec 27, 2017, 10:44 PM IST
15 દિવસમાં 7 વૃક્ષ કપાયા: ડુંગર દક્ષિણ રેન્જમાં વન વિભાગે વોચ ગોઠવી, સફળતા ન મળી
 
જૂનાગઢ: ગિરનાર જંગલમાં અસંખ્ય ચંદનનાં વૃક્ષ છે. છેલ્લા કેટલાક સમયથી જંગલ અને આસપાસનાં રેવન્યુ વિસ્તારમાંથી ચંદનનાં વૃક્ષની તસ્કરીની ઘટના સામે આવી રહી છે. 15 દિવસમાં 7 ચંદનનાં વૃક્ષ કપાયા છે. મંગળવારી મધ્યરાત્રીનાં ડુંગર દક્ષિણ રેન્જમાં વિછૂડા બીટમાં ચંદનનાં વૃક્ષ કપાતા હોવાની બાતમીનાં આધારે વન વિભાગની ટીમ પહોંચી હતી. પરંતુ ચંદન કાપતા શખ્સોને વન વિભાગનાં મજુર લાખાભાઇ દિનેશભાઇ સીંધવ અને સોહિલભાઇ મકવાણાએ પડકાર્યા હતાં.
ચંદન, કુહાડી, કરવત સહિતનો રૂપિયા 8 હજારથી વધુનો માલ કબજે: મધ્ય રાત્રીનાં વન વિભાગની ટીમ જંગલમાં ત્રાટકી પણ ચોર અને વન વિભાગને હાથ વેતનું છેટું રહી ગયું
ચંદન કપાતા શખ્સોએ નાશવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે લાખાભાઇએ એક શખ્સનો પગ પકડી લીધો હતો. પરંતુ ચંદન ચોર લાખાભાઇની આંખ અને પેટમાં લાતમારી નાશી ગયો હતો. વન વિભાગે સ્થળ પરથી ચંદનનાં લાકડા, ચાર બેગ, કરવત, ગીલોલ, કુહાડી સહિતનો રૂપિયા 8 હજારથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો. આ અંગે એસીએફ બી.કે. ખટાણાએ જણાવ્યું હતું કે, 15 દિવસથી ચંદન ચોરીની પ્રવૃતિ ચાલી રહી છે. તા. 13 ડિસેમ્બર 2017નાં પાંચ વૃક્ષ કપાયા હતાં. જેમાં 50 ટકા માલ રીકવર થયો છે.
બસ સ્ટેશન પાસેથી એક શખ્સ મળી આવ્યો હતો.શંકાનાં આધારે તેની તપાસ કરતા ચંદન મળી આવ્યું હતું. આ શખ્સ ત્યારે નાશી ગયો હતો. આ ઘટના બાદ રાત્રીનાં અને દિવસનાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે. ગત રાત્રીનાં વિછૂડા બીટમાં ચાર વ્યક્તિ ચંદનનાં લાકડા કાપતા હોવાનું જાણવા મળ્યું હતું. અવાજનાં આધારે વન કર્મી લાખાભાઇ અને સોહીલભાઇ પહોંચ્યાં હતાં. પરંતુ આ લોકો સામાન્ય ઇજા પહોંચાડી નાશી ગયા હતાં. આ ઘટના બાદ રાત્રે ઠેર-ઠેર નાકાબંધી અને વાહનની તપાસ કરવામાં આવી રહી છે. તમામ શખ્સો સામે ગુનો નોંધવામાં આવશે.
બેગનાં આધારે તપાસ
ચાર બેગ નવી છે અને તેમાં લોગા છે તંત્ર તેના આધારે તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફુટેજ પણ તપાસશે.
વૃક્ષમાં એક ઘા મારી બીજો ઘા બે મિનીટ પછી મારતા હતાં
ચંદન ચોર વૃક્ષ કાપવા માટે કરવત અને કુહાડી સાથે લાવ્યા હતાં. વૃક્ષ પર કુહાડીનાં સતત ઘા મારતા ન હતાં. સતત ઘા મારે તો અવાજ થી તે પકડાય જવાની સંભાવના રહે છે માટે ચંદન ચોર વૃક્ષમાં એક ઘા મારી બે મિનીટ શાંત રહેતા હતાં. બાદ બે મિનીટ પછી બીજો ઘા મારતા હતાં. આ પ્રકારે ચંદનનાં વૃક્ષ કાપતા હતાં.
કેવી રીતે ચંદનનાં વૃક્ષ લઇ જતા: વૃક્ષ મોટા હોય છે. તેને બહાર કાઢવું મુશ્કેલ હોય છે. ચંદનની ચોરી કરનાર શખ્સો વૃક્ષાનાં એક-એક ફૂટનાં કટકા કરી નાખે છે. બાદ આ કટકા બેગમાં ભરી દેશે. ખંભે ટીગાડી ચંદનને લઇ બહાર નિકળી જતા હોય છે.
2012માં જૂનાગઢમાં ચંદનની ચોરી થઇ'તી
જૂનાગઢમાં ચંદન ચોરીની ઘટના ઘણી સામે આવી છે. 2012 બાદ ફરી એક વખત ચંદન ચોરીની ઘટના સામે આવતા વન વિભાગમાં દોડધામ મચી ગઇ છે. આ પહેલા જૂનાગઢમાં આઇજીનાં બંગલા અને સર્કિટ હાઉસમાંથી ચંદનનાં વૃક્ષની ચોરી થઇ હતી.
ઇન્ફોર્મેશન: ચંદન અનામત વૃક્ષ છે
જંગલમાં જેમ પ્રાણીઓની જુદી-જુદી કેટેગરી હોય છે. તેમ ચંદનની પણ એક કેટેગરી છે. ચંદન અનામત વૃક્ષ છે. નાયબ વન સંરક્ષકની પરવાનગી વિના વૃક્ષ કાપી શકાતું નથી.
6 થી 7 વર્ષની જેલની સજા થઇ શકે
અભ્યારણમાં પ્રવેશ કરવો તે ગુનો છે. ચંદનનાં વૃક્ષની તસ્કરીમાં છ થી સાત વર્ષની જેલની સજા થઇ શકે છે.
ચંદનનાં કિલોનાં 6 થી 12 હજાર ભાવ
પરીપક્વતા અને ગુણવત્તાનાં આધારે ચંદનનાં ભાવ નકકી થતા હોય છે. બજારમાં ચંદનનાં એક કિલોનાં રૂપિયા 6 થી 12 હજાર ભાવ હોય છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest_news/junagadh/1

વેરાવળમાં ગરમીથી અકળાઇ કારમાં ઘુસી આવેલો સાપ એન્જિનમાં વીંટળાયો

Bhaskar News, Veraval | Last Modified - Mar 31, 2018, 01:31 AM IST
નેચર ક્લબનાં સભ્યોઅે પકડી જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો
વેરાવળમાં ગરમીથી અકળાઇ કારમાં ઘુસી આવેલો સાપ એન્જિનમાં વીંટળાયો
વેરાવળમાં ગરમીથી અકળાઇ કારમાં ઘુસી આવેલો સાપ એન્જિનમાં વીંટળાયો
વેરાવળ: ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાપ જેવા સરીસૃપો અકળાયા છે અને રહેણાંકીય વિસ્તારમાં ચઢી આવ્યા છે. ત્યારે જ વેરાવળ ટાવક ચોક પાસે આવેલા ટેક્સી પોઇન્ટ પાસેનાં રોડ પર (કોબ્રા)સાપ ચઢી આવ્યો હતો અને વાહનનાં ઘોંઘાટનાં લીધે બાજુમાં પડેલી કારમાં જઇ એન્જિનમાં વીંટળાઇ ગયો હતો. જેથી રાજુભાઇએ કોબર નેચર કલબને જાણ કરતાં તેના પ્રમુખ સ્થળ પર દોડી આવ્યા હતાં અને મહામહેનતે સાપને પકડી પાડ્યો હતો.

બાદમાં જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો હતો. જાણવા મળતી વિગત મુજબ આ સાપ અત્યંત ઝેરીલો હોવાનું મનાય છે. હાલની ગરમી સ્થિતી જોતાં કોઇપણ સાપ કરડે તો તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર લેવા માટે પહોંચી જવું જોઇએ.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-heat-was-wrapped-in-the-car-in-a-snake-engine-gujarati-news-5841449-NOR.html

દવ લાગ્યા બાદ ચિડાયેલી સિંહણે વનમિત્ર સામે દોટ મુકી

Bhaskar News, Khambha | Last Modified - Mar 28, 2018, 12:40 AM IST
સિંહણ અને સિંહબાળ સલામત, એક જંગલી ભુંડ દવમાં ભુંજાયુ હોવાની પુષ્ટિ
દવ લાગ્યા બાદ ચિડાયેલી સિંહણે વનમિત્ર સામે દોટ મુકી
દવ લાગ્યા બાદ ચિડાયેલી સિંહણે વનમિત્ર સામે દોટ મુકી
ખાંભા: ખાંભાના મોટા બારમાણ ગામે ગઈકાલે રેવન્યુ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં આગની લપેટમાં એક વન્ય પ્રાણી જીવતું ભુંજાઈ ગયું હતું. ત્યારે આ અંગેના અહેવાલ પ્રસિદ્ધ થતા જ આજે સવારે વનવિભાગ તેમજ ખાંભા મામલતદાર અને ડોકટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ આગની લપેટમાં આવેલ વન્યપ્રાણીની પુષ્ટિ કરવા મથામણ કરાઇ હતી. બાદમા જંગલી ભૂંડ હોવાનુ સામે આવ્યું હતું.
ગત રાત્રીના આ આગ પર કાબુ મેળવાયા બાદ એક સિંહણ પોતાના બચ્ચાંને મોમાં બચાવી આમ તેમ ભાગી રહી હતી. જ્યારે આજે સવારે આ સિંહણનું લોકેશન મેળવવા વનમિત્ર અલ્પેશ વાઢેર અને ગ્રામજનો આ આગ લાગેલા રેવન્યુ વિસ્તાર કોમ્બીંગ કરી રહ્યા હતા ત્યારે આ સિંહણ અને તેની સાથે 2 બચ્ચા જોવા મળ્યા હતા. જ્યારે વનમિત્ર આ સિંહણની મુવમેન્ટ કે કોઈ ઇજા નથી થઈ તે દૂરથી તપાસ કરી રહ્યા હતા. આગના કારણે તે ચિડાઈ ગઈ હતી કે અને વનમિત્ર અને તેની ટીમ સામે દોટ મૂકી હતી ત્યારે આ બનાવમાં વનમિત્ર અલ્પેશ વાઢેર પડી જતા સામાન્ય ઇજા પહોંચી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-after-a-day-of-dawn-the-lunatic-lion-scolded-vanamitra-gujarati-news-5839175-NOR.html

Friday, March 30, 2018

ખાંભાઃ 6 સિંહોના વિસ્તારમાં લાગી આગ, એક પ્રાણી ભડથું, તપાસ શરૂ

Hirendrasinh Rathod, Khambha | Last Modified - Mar 27, 2018, 01:48 AM IST
આગમાં એક પ્રાણીનો પણ ભોગ લેવાયનું જાણવા મળ્યું, આ પ્રાણી ક્યું છે તે અંગે તંત્રએ તપાસનો મધમાટ શરૂ કર્યો
વિડી હોઈ કે રેવન્યુ વિસ્તાર ઉનાળો આવતા જ આગના બનાવો છાસવારે વધારો થઈ રહ્યો છે
  • મોટા બારમાણના સળવા ધાર તરીકે ઓળખાતા રેવન્યુ વિસ્તારમાં આગ લાગવા નો બનાવ સામે આવ્યોરાજકોટઃ વિડી હોઈ કે રેવન્યુ વિસ્તાર ઉનાળો આવતા જ આગના બનાવો છાસવારે વધારો થઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને સિંહો જે વિસ્તારમાં વસવાટ કરે છે ત્યાં જ વધારે પ્રમાણમાં આગ લાગવા ના બનવા જોવા મળી રહ્યા છે. ત્યારે મોટા બારમાણના સળવા ધાર તરીકે ઓળખાતા રેવન્યુ વિસ્તારમાં આગ લાગવા નો બનાવ સામે આવ્યો છે, જેમાં 300 હેક્ટર જેટલા વિસ્તારમાં આગ ફેલાઇ હતી, આગમાં એક પ્રાણીનો પણ ભોગ લેવાયનું જાણવા મળ્યું હતું, જો કે આ પ્રાણી ક્યું છે તે અંગે તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
    મળતી માહિતી પ્રમાણે ખાંભાના રાબારીકા રાઉન્ડ નીચે આવતા મોટા બારમાણ સળવા ધાર વન્ય વિસ્તારમાં આગ લાગવા નો બનાવ સામે આવ્યો છે. આ આગ થોડી જ ક્ષણોમાં 300 હેક્ટરમાં પથરાયેલ રેવન્યુ વિસ્તારને ઝપટે લાઇ લીધી હતી જ્યારે બીજી તરફ આ આગ અને મોટા બારમાણના સરપંચ દેવશીભાઈ વાઢેર દ્વારા તાત્કાલિક ખાંભા મામલતદાર અને તુલસીશ્યામ રેંજ કચેરી ને ખાંભા ખાતે જાણ કરી હતી. મોટા બારમાણના વનમિત્ર અલ્પેશ વાઢેર ગ્રામજનોની મદદથી આ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. સાથે જ ઘટનાની જાણ થતા જ વન વિભાગ સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવા માટે કામે લાગી ગયો હતો.
    આ વિસ્તારમાં 6 સિંહો કરે છે વસવાટ
    સ્થાનિકો અને વન વિભાગનું કહેવું છે કે મોટા બારમાણ સળવા ધારના વન્ય વિસ્તારમાં 6 જેટલા સિંહો વસવાટ કરી રહ્યાં છે, સાથે જ દિપડા તથા તૃણભક્ષી પ્રાણોનું પણ આ વિસ્તારમાં ઘર આવેલું છે, ત્યારે આગને કારણે તમામ પ્રાણીઓ ઘર છોડીને ભાગવા મજબૂર થયા હતી. છાસવારે બનતા આવા બનાવો પાર અંકુશ ક્યારે તે એક મોટો સવાલ ઉભો થયો છે. અવારનવાર સિંહો ના વસવાટ વાળા જ વિસ્તાર માં છાસવારે આગ લાગવા ના બનાવો પણ સવાલો કરી રહ્યા છે અને તાપસ નો વિષય બની ગયો છે જ્યારે કોઈ જાણીજોઈ ને આવી રીતે આગ લગાવી રહ્યા છે કે પછી શું. ??




    •  મોટા બારમાણના સળવા ધાર તરીકે ઓળખાતા રેવન્યુ વિસ્તારમાં આગ લાગવા નો બનાવ સામે આવ્યો
      3 સિંહબાળ અને સિંહણ પર તંત્રની નજર

      આ વિસ્તારમાં ત્રણ સિંહબાળ સાથે એક સિંહણ વસી રહી છે. દવની ઘટના બાદ આ સિંહણ અને સિંહબાળ પર તંત્રએ સતત વોચ શરૂ કરી છે. સિંહણ એક સિંહબાળને મોઢામાં લઇને જતી નજરે પડી હતી.
      https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-fire-catch-near-lions-group-residential-forest-area-in-khambha-gujarati-news-5838158-PHO.html?seq=2

ઉનાળાનાં પ્રારંભે જ ખાંભા પંથકમાં સિંહો મારી રહ્યા છે પાણી માટે વલખા

Bhaskar News, Khambha | Last Modified - Mar 22, 2018, 11:53 AM IST
વન્ય પ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં રેવન્યુ વિસ્તારમાં આવી રહ્યાં છે
પાણીને લઇ સાવજો આવ્યા રેવન્યુ વિસ્તારમાં
ખાંભા: ખાંભા તાલુકા ફરતે તુલસીશ્યામ અને સાવરકુંડલા રેન્જ લાગુ પડતી હોય ત્યારે હાલ ઉનાળાની શરૂઆત થતા જ વન્ય પ્રાણીઓ આરક્ષિત વિડી છોડી રેવન્યુ વિસ્તારમાં વધારે પડતા જોવા મળી રહ્યાં છે. મોટાભાગના વન્ય પ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં રેવન્યુ વિસ્તારમાં આવી રહ્યાં છે. ત્યારે વનવિભાગ દ્વારા આવા વન્ય પ્રાણીઓ માટે જરૂરી વ્યવસ્થા કરવી જરૂરી છે.
આ વર્ષ ચોમાસામાં ખાંભા તાલુકામાં પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડતા પાણીની સમસ્યા ઉભી થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે. ત્યારે આ પીવાના પાણી માટે મનુષ્ય તો ઠીક પરંતુ વન્ય પ્રાણીઓમાં વધારે સમસ્યા સર્જાવાની દેહશત જોવા મળી રહી છે. ત્યારે હાલમાં ગઈકાલે જ ખાંભાના ભાવરડી ગામ નજીક આવેલા પતરમાલા તરીકે ઓળખાતો રેવન્યુ વિસ્તાર આવેલા છે. ત્યારે આ વિસ્તારમાં સિંહો તેમજ અન્ય વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે.
જ્યારે રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં હાલમાં પીવાના પાણી તેમજ પૂરતા પ્રમાણમાં ખોરાક કે મારણ વન્ય પ્રાણી જેમ કે સિંહ, દીપડાને ન મળતા હોવાથી સિંહો વનવિભાગની હદ છોડી રેવન્યુ વિસ્તારમાં આવી ચડે છે. એક ચાર સાવજોનુ ગ્રુપ આ પતરમાલા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ધામા નાખ્યા છે. બીજી તરફ હજુ ઉનાળાની શરૂઆત જ છે. ત્યારે વન્યપ્રાણીઓની આ સ્થિતિ જોવા મળી રહી છે.

તસવીરો: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-beginning-of-summer-lions-thirst-for-water-in-khambha-gujarati-news-5835107-NOR.html

બૃહદગીરમાં વન્યપ્રાણીઓ માટે તંત્રએ પાણીનાં પોઇન્ટ ઉભા કર્યા

Bhaskar News, Amreli | Last Modified - Mar 22, 2018, 11:09 PM IST
ઉનાળા દરમિયાન પાણી માટે માઇલો સુધી ભટકતાં પ્રાણીઓને મુશ્કેલી ન પડે તે માટે વનવિભાગની કવાયત
  • બૃહદગીરમાં વન્યપ્રાણીઓ માટે તંત્રએ પાણીનાં પોઇન્ટ ઉભા કર્યા
    બૃહદગીરમાં વન્યપ્રાણીઓ માટે તંત્રએ પાણીનાં પોઇન્ટ ઉભા કર્યા
    અમરેલી: ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે. પીવાના પાણી માટે લોકો હાડમારી અનુભવી રહ્યા છેફ પણ ગીરની શાન ગણાતા સિંહો માટે વનતંત્રએ પીવાના પાણીની સુંદર વ્યવસ્થા કરી છેક બૃહદગીર ગણાતા રેવન્યુ વિસ્તારમા વસવાટ કરતા સિંહો સહિતના વન્યપ્રાણીઓને પીવાના પાણી મેળવવા મુશ્કેલી ન પડે તે માટે પીવાના પાણીના પોઇન્ટ ભરવામા આવી રહ્યાં છે.
    અમરેલી જિલ્લામા બૃહદગીરમા વન્યપ્રાણીઓને પીવાના પાણી માટે આમથી તેમ ભટકવુ ન પડે તે માટે હાલ વનવિભાગ દ્વારા ટેન્કરો મારફત પાણીના પોઇન્ટ ભરવામા આવી રહ્યાં છે. અહીના લીલીયાના ક્રાંકચ સહિતના વિસ્તારોમા 40 જેટલા સાવજો વસવાટ કરી રહ્યાં છે.
    ઉનાળામા સાવજોને પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે અહી પવનચક્કી તેમજ ટેન્કરો મારફત પાણીના પોઇન્ટ ભરવામા આવી રહ્યાં છે. લીલીયા,ક્રાક્ચ સહિતના વિસ્તારોમાં સિંહો સાથે હરણ, નીલગાય સહિતના વન્યપ્રાણીઓનો વધુ વસવાટ છે. ત્યારે આ સિંહો માટે ભારે ઝાડીઝાંખરા વચ્ચે મનુષ્ય ન ચાલી શકે તેવા વિસ્તારોમાં પાણીની નવી કુંડીઓ વનતંત્રે બનાવી છે. તો પવનચક્કીઓ જે બંધ હતી તે ચાલુ કરાવીને સિંહો માટે આખો ઉનાળો પાણી માટે જ્યાં ત્યાં ગામડાઓમાં પાણીની તરસ છીપાવવા ઘૂસવું ન પડે તેવી સુવિધા વનવિભાગે કરીને સિંહો બચાવવા માટેનો ભગીરથ કાર્ય કરી રહ્યું છે.
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-the-system-created-water-points-for-wildlife-in-greater-gardens-gujarati-news-5835768-NOR.html

સૌરાષ્ટ્રની આન,બાન અને શાન સમા સાવજો અમરેલી જિલ્લામા વાડી ખેતરો,

DivyaBhaskar News Network | Last Modified - Mar 23, 2018, 02:00 AM IST
સૌરાષ્ટ્રની આન,બાન અને શાન સમા સાવજો અમરેલી જિલ્લામા વાડી ખેતરો, પડતર જમીનો અને બાવળની કાટને પોતાનુ રહેઠાણ...
  • સૌરાષ્ટ્રની આન,બાન અને શાન સમા સાવજો અમરેલી જિલ્લામા વાડી ખેતરો,
    સૌરાષ્ટ્રની આન,બાન અને શાન સમા સાવજો અમરેલી જિલ્લામા વાડી ખેતરો, પડતર જમીનો અને બાવળની કાટને પોતાનુ રહેઠાણ બનાવીને બેઠા છે. અહી તેઓ રાજાની જેમ જીવે છે. તેમની નજર કાયમ શિકાર શોધતી હોય છે. ક્રાંકચમા બાવળની કાટમા આવા એક સિંહ યુગલની આંખમા કુતુહલ પણ નજરે પડે છે.  

ગરમીના પ્રકોપથી બચવા બાળ સિંહ ચડ્યો ખાખરાના વૃક્ષ પર,

DivyaBhaskar.com | Last Modified - Mar 21, 2018, 06:25 PM IST
ગરમીના પ્રકોપથી બચવા બાળ સિંહ ચડ્યો ખાખરાના વૃક્ષ પર, વીડિયો વાયરલ
  • અમરેલી નજીક જંગલમાં બાળ સિંહ ખાખરાના વૃક્ષ પર ચડ્યો
    અમરેલી: ઉનાળાની શરૂઆતમાં જ ગરમીએ તેનું આકરૂ સ્વરૂપ બતાવી દીધું છે. માણસ તો ગરમીથી બચવા ઘરનો સહારો લે પરંતુ વન્ય પ્રાણીઓ ગરમીથી બચવા વૃક્ષોનો સહારો લેતા હોય છે. આવું એક દ્રશ્ય અમરેલી આસપાસના જંગલમાં જોવા મળ્યું હતું. સામાન્ય રીતે આફ્રિકાના જંગલમાં સિંહો વૃક્ષ પર ચડતા હોય છે પરંતુ ગુજરાતના ગીરના સિંહ વૃક્ષ પર ચડે તે પહેલીવાર જોવા મળ્યું છે. બાળ સિંહ ગરમીથી બચવા ખાખરાના વૃક્ષ પર ચડતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના અમરેલીના જંગલ તરફની હોય તેવું પ્રાથમિક અનુમાન છે. 
    તસવીરો: જયદેવ વરૂ, રાજુલા.
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-cub-climb-on-tree-in-amreli-forest-area-and-this-video-viral-on-social-media-gujarati-news-5834830-PHO.html

રાજુલાઃ ખેતરમાં છ સિંહો આવ્યા લટાર મારવા, ખેડૂતોમાં ભયનો માહોલ

Jaidev varu, Rajula | Last Modified - Mar 19, 2018, 08:49 PM IST
ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા પાંચ છ દિવસથી સિંહોનું ટોળું આંટાફેરા કરી રહ્યું છે જેના કારણે ખેતરમાં કામ કરવૂં મુશ્કેલ
અમરેલીઃ રાજુલા તાલુકાના નવા આગરિયા ગામની સીમમાં સાવજના ટોળાએ ધામા નાખ્યા છે, અહીં ગામના એક ખેડૂતની વાડીમાં છ જેટલા સિંહો આવી જતાં નાસભાગ મચીજવા પામી હતી. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા પાંચ છ દિવસથી સિંહોનું ટોળું આંટાફેરા કરી રહ્યું છે જેના કારણે ખેતરમાં કામ કરવૂં મુશ્કેલ બન્યું છે, તો આ અંગે વનવિભાગને પણ જાણ કરવામાં આવી હતી, જો કે તેઓએ કોઇ પગલા લીધા નથી. સોમવાર ખેતરમાં 25 જેટલા મજૂરો કામ કરી રહ્યાં હતા, તે દરમિયા છ જેટલા સિંહ લટાર મારતાં નજરે પડ્યાં હતા, જેને જોઇ તમામ મજૂરો તથા ખેડૂતો ખેતર છોડી ભાગી ગયા હતા, ગામ લોકોની માગ છે કે વહેલી તકે આ સિંહોને જંગલમાં તગેડી મૂકવામાં આવે.
રાજુલા તાલુકા ના નવા આગારીયા વિસ્તાર માં આવેલ ગૌતમભાઈ ખુમાણ ની વાડી માં કપાસ વીણવા માટે 25 થી વધુ મજૂરો કામ કરે છે જે સિંહો આવી સડતા ભય નો માહોલ ઉભો થયો છે સિંહો હુમલો કરે તેવી આ વિસ્તાર માં દહેશત ના કારણે લોકો માં રોષ ફાટી નીકળ્યો છે, ખેડૂતોએ રાજુલા વનવિભાગ ને જાણ કરી તેમ છતાં અહીં કોઈ અધિકારી કર્મચારીઓ દ્વારા નકર પગલાં નહીં ભરતા રોષ ફાટી નીકળ્યો છે ખેડૂતો ની માંગ છે સિંહો ને તાત્કાલિક વાડી થી દૂર ખસેડવા માં આવે તેવી ગામ લોકો એ માંગ કરી છે તેમ છતાં કર્મચારી ઓ કામચોર બન્યા હોય તે પ્રકાર નું વર્તન અહીં કરી રહ્યા છે બીજી તરફ એક સાથે 6 સિંહો નું ટોળું સાથે સાથે સિંહ બાળ પણ અહીં વાડી વિસ્તાર માં વસવા હોવાનું જાણવા મળી રહ્યું છે વનવિભાગ તાત્કાલિક સિંહો ને દૂર નહીં ખસેડે તો વનવિભાગ ની કચેરી સામે ધરણા શરૂ કરવા ની માંગ કરવા માં આવી છે,
અહીં સિંહો દરોજ પાણીની કુંડીમાં પાણી પીવા આવે છે અને અડિંગો જમાવે છે તેમ છતાં અહીં ના સ્થાનિક કર્મચારીઓ ધ્યાન નહીં દેતા હોવાને કારણે લોકો માં વધુ રોષ જોવા મળી રહ્યો છે ગામ ના ખેડૂતો સહીત આસપાસ વાડી વિસ્તારના લોકો હિજરત કરે તે પ્રકારની દહેશત ઉભી થઈ છે વનવિભાગ ગંભીરતા પૂર્વ કામ નહિ લે તો આવનારા દિવસો માં વનવિભાગ ની મુશ્કેલી વધે તે પ્રકાર નું આયોજન જોવા મળી રહ્યું છે બીજી તરફ જિલ્લા ના ડીએફઓ સહીત અધિકારીઓ દ્વારા અહીં તપાસ કરી સિંહો ને દૂર ખસેડવા લોકો એ માંગ કરી છે સિંહો નો વસવાટ દિવસે દિવસે આ વિસ્તાર માં વધી રહ્યો છે સાથે સાથે ખેડૂતો ની મુશ્કેલી માં પણ વધારો જોવા મળી રહ્યો છે હાલમાં ખુડૂતો ની સીઝન ચાલુ હોય તેવા સમયે કપાસ સહીત ની ખેતીવાડી માં કામ ચાલુ હોય ખેડૂતો જોતરાયેલા હોય તેવા સમયે સિંહો ના આતંક થી સમગ્ર ખેડૂતો આંદોનલ ધરણા સહીત ના કાર્યક્રમો કરવા નું આયોજન થઈ રહ્યું છે

મજૂરો પર હુમલો થશે તો જવાબદાર કોણ : ખેડૂત
વાડી માં કામ કરવું કે અમારે સિંહો નું ધ્યાન રાખવું વનવિભાગ ને દરોજ જાણ કર્યે તમ છતાં આવતા નથી મજૂરો ઉપર હુમલો થશે તો જવાબદારી કોની દરોજ પશુ ના મારણ કરે છે 24 કલાક અમારી વાડી માં સિંહો રહે છે : નટુભાઈ ખુમાણ ખેડૂત નવા આગરીયા
ખેડૂતો વનવિભાગ ની કચેરી સામે ધરણા કરીશું : ખેડૂત

2 દિવસ માં સિંહો વાડી વિસ્તાર થી દૂર નહીં કરે તો વનવિભાગ ની કચેરી આવેદનપત્ર આપી ધરણા આંદોનલ કરીશું વનવિભાગ ના અધિકારી કર્મચારી કેમ જવાબદારી નથી લેતા વાડી માંથી તાત્કાલિક સિંહો ને દૂર કરવા જોઈએ અહીં ગમે ત્યારે સિંહો ખેડૂતો ઉપર હુમલો કરે તેમ છે : અનિરુદ્ધભાઈ ખુમાણ જાગૃત ખેડૂત નવા આગરીયા
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lion-group-come-out-in-farm-farmer-cread-in-amreli-gujarati-news-5833522-PHO.html

અમરેલી|શહેરની જાણીતી પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટના છત્ર હેઠળ સાહીત્ય

DivyaBhaskar News Network | Last Modified - Mar 20, 2018, 02:10 AM IST
અમરેલી|શહેરની જાણીતી પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટના છત્ર હેઠળ સાહીત્ય સંગતનો પ્રથમ કાર્યક્રમ કવિતા નામે...
  • અમરેલી|શહેરની જાણીતી પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટના છત્ર હેઠળ સાહીત્ય
    અમરેલી|શહેરની જાણીતી પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટના છત્ર હેઠળ સાહીત્ય સંગતનો પ્રથમ કાર્યક્રમ કવિતા નામે સુખ યોજાયો હતો. જેમાં સમકાલીન ગુજરાતી ગઝલની પ્રથમ પંક્તિના અને નવો અવાજ ધરાવતા પ્રશિષ્ઠ કવિઓ ભરત વિંઝુડા, અરવિંદ ભટ્ટ, હરજીવન દાફડાએ પોતાની રચનાઓ રજૂ કરી હતી. આ પ્રસંગે અને સહકારી આગેવાન દિલીપભાઇ સંઘાણી, ડો. બી.જે. કાનાબાર સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.અમરેલીમાં યોજાયેલા સાહીત્ય સંગતના પ્રથમ કાર્યક્રમ કવિતા નામે સુખમાં હાજર રહેલા દિલીપભાઇ સંઘાણીએ આ પ્રસંગે અમરેલી જિલ્લાના સાહીત્ય જગતના ત્રણેય સિતારાઓને હર્ષથી આવકાર્યા હતા. અને પર્યાવરણ ટ્રસ્ટને આ પ્રકારના કલા, સાહીત્ય, સંગીતના કાર્યક્રમો માટે અમરેલી પરિવાર સંસ્થા તરફથી સદાય હુંફ મળી રહેશે તેવી ખાત્રી આપી હતી.કાર્યક્રમના પ્રારંભે જાણીતા પર્યાવરણ વિદ્દ જિતેન્દ્ર તળાવીયાએ જણાવ્યું હતું કે અમરેલી રમેશ પારેખની શબ્દ સાધનાનો ગઢ છે અને આ ગઢને આપણે સમકાલીન કવિઓ દ્વારા સતત હોંકારો આપતા રહેવાનો છે. 
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-021004-1296550-NOR.html

વિધાનસભામાં સિંહનાં મૃત્યુંના મુદે ભારે ચર્ચા જાગી હતી બે

DivyaBhaskar News Network | Last Modified - Mar 17, 2018, 03:50 AM IST
વિધાનસભામાં સિંહનાં મૃત્યુંના મુદે ભારે ચર્ચા જાગી હતી બે વર્ષમાં 184 સિંહનાં મૃત્યુંનાં અહેવાલ પ્રસિધ્ધ થતાં...
  • વિધાનસભામાં સિંહનાં મૃત્યુંના મુદે ભારે ચર્ચા જાગી હતી બે

    વિધાનસભામાં સિંહનાં મૃત્યુંના મુદે ભારે ચર્ચા જાગી હતી બે વર્ષમાં 184 સિંહનાં મૃત્યુંનાં અહેવાલ પ્રસિધ્ધ થતાં એસી ચેમ્બરમાં બેસી સિંહ સંવર્ધન અને રક્ષણની વાતો કરતા અધિકારીઓની ખરેખર ઉંઘ ઉડી ગઇ હતી ત્યારે આજે દક્ષિણ સૌરાષ્ટ્ર જિલ્લાનાં વન વિભાગ, પોલીસ, પીજીવીસીએલ તેમજ રેલ્વે વિભાગનાં અધિકારીઓની મિટીંગ જૂનાગઢ રેન્જ આઇજી ડો.રાજકુમાર પાન્ડિયનનાં અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ગેરકાયદેસર સિંહ દર્શનની ઘટનાઓ અટકાવવા સઘન જોઇન્ટ પેટ્રોલીંગ કરવાનો નિર્ણય લેવાયો હતો. જૂનાગઢ પ્રાણી વર્તુળનાં સીસીએફ ડો.એ.પી.સિંઘે કહ્યુ હતું કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લાનાં વન અને પોલીસ અધિકારીઓ પાસેથી રિવ્યુ જાણ્યા બાદ ગેરકાયદેસર સિંહ દર્શનનાં કિસ્સાઓ જોવા મળતા હોય તે અટકાવવા કડક કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા એક વર્ષમાં સિંહ અને વન્ય પ્રાણીઓ અંગેનાં 71 ગુનાઓ બન્યા છે. જેમાં 123 લોકોની અટક કરવામાં આવી છે. તેમજ હાલ 249 જેટલા વન્ય પ્રાણી અંગેનાં કેસ પડતર છે. આ ઉપરાંત સિંહ મુમેન્ટ વાળા વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા ખુલ્લા વાયર સહિતનાં મુદે ચર્ચા કરવામાં આવી છે. પીપાવાવ-ભાવનગર રેલ્વે લાઇન પર સિંહનાં મૃત્યુની ઘટનાઓ બને છે ત્યારે પ્રતિબંધીત વિસ્તારમાં નિયમ અનુસાર ટ્રેનની ઝડપ ઓછી રહે તે માટે મોનિટરીંગ કરવા સુચના અપાઇ છે. તેમજ પીપાવાવ નજીક વિસ્તાર આઇડેન્ટીફાઇ કરી રેલ્વે ટ્રેક પર કેમેરા મુકવા અને ટ્રેકરને તાલીમ આપવા ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રકચર માટે રેલ્વેમાં દરખાસ્ત કરાશે. તેમજ પર પ્રાંતિય મજુરીનું શંકાસ્પદ પ્રવૃતિ પર નજર રખાશે.
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-035003-1282779-NOR.html

કોડીનારની શાળામાં વન્યપ્રાણી સંરક્ષણને લઇ ચિત્ર સ્પર્ધા

DivyaBhaskar News Network | Last Modified - Mar 17, 2018, 03:50 AM IST
કોડીનારની કન્યા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ હતી અને ધો.6 થી 8ની છાત્રાઓએ વિજ્ઞાન શિક્ષકોનાં...
  • કોડીનારની શાળામાં વન્યપ્રાણી સંરક્ષણને લઇ ચિત્ર સ્પર્ધા
    કોડીનારની શાળામાં વન્યપ્રાણી સંરક્ષણને લઇ ચિત્ર સ્પર્ધા
    કોડીનારની કન્યા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ હતી અને ધો.6 થી 8ની છાત્રાઓએ વિજ્ઞાન શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ વિવિધ કૃતીઓ રજૂ કરી હતી. આ ઉપરાંત વન્ય પ્રાણી સંરક્ષણને લઇને ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 80 છાત્રાઓએ ભાગ લીધો હતો. આ તકે એસીએફ રાણા, ભાવિનભાઇ, દિનેશભાઇ ગૌસ્વામી, આચાર્ય રામસીભાઇ ડોડીયા સહિતનાં હાજર રહ્યાં હતાં. 
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-035003-1282801-NOR.html

સાવજોની જીવનદાયીની શેત્રુંજી નદીનો પટ્ટ બન્યો સાવ સુકો ભઠ્ઠ

Bhaskar News, Liliya | Last Modified - Mar 15, 2018, 01:35 AM IST
વનતંત્રએ વન્યપ્રાણીઓ માટેના કૃત્રિમ પાણીના પોઇન્ટ ભરવાનું હજુ શરૂ કર્યુ નથી
  • સાવજોની જીવનદાયીની શેત્રુંજી નદીનો પટ્ટ બન્યો સાવ સુકો ભઠ્ઠ
    સાવજોની જીવનદાયીની શેત્રુંજી નદીનો પટ્ટ બન્યો સાવ સુકો ભઠ્ઠ
    લીલીયા: લીલીયા તાલુકાના શેત્રુંજી નદી સાવજો માટે જીવનદાયીની છે. બલ્કે આ વિસ્તારમાં સાવજોનો વસવાટ જ આ નદીના કારણે છે. નદીના કાંઠે બાવળના જંગલમાં દોઢ દાયકાથી સાવજોએ પોતાનું ઘર બનાવ્યુ છે. હાલમાં ઉનાળાના આરંભે જ નદીનો પટ્ટ સુકો ભઠ્ઠ બન્યો છે. સાવજો માટેના પાણીના પોઇન્ટ પણ કોરા છે. જેના કારણે સાવજો સહિતના વન્યપ્રાણીઓને પાણી માટે આમથી તેમ ભટકવુ પડી રહ્યુ છે.

    લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારોમાં સાવજોનો વસવાટ શેત્રુંજી નદીને આભારી છે. અહિં સાવજો આ નદીના કારણે જ ફુલીફાલી રહ્યા છે. જો કે અવાર નવાર ઉનાળામાં સાવજોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. હાલમાં ઉનાળાના આરંભે જ નદીનો પટ્ટ સુકો ભઠ્ઠ બની ગયો છે. જો કે સાવજો આ નદીનું પાણી ઉનાળામાં પીતા નથી કારણ કે એ ક્ષારયુક્ત બની ગયુ હોય છે. પરંતુ નદીના કારણે આસપાસના તળ સાજા હોય છે અને વાડી-ખેતરોમાંથી સાવજોને પાણી મળી રહે છે.

    હાલમાં સાવજો સહિતના વન્યપ્રાણીઓને પાણી માટે આમથી તેમ ભટકવુ પડે છે. અહિં હરણ, નિલગાય જેવા વન્યપ્રાણીઓની વસતી છે. જો કે ઉનાળામાં વન વિભાગ દ્વારા પાણીના જુદા જુદા પોઇન્ટ ભરવામાં આવે છે. જ્યાં સાવજો સહિતના વન્યપ્રાણીઓ પાણી પીવા આવે છે. હાલમાં વન વિભાગ દ્વારા હજુ સુધી આ જુદા જુદા પોઇન્ટમાં પાણી ભરવાનું શરૂ કરાયુ નથી.
    ભુતળમાં છે કડવું તથા મોળું પાણી

    અહિં મોટાભાગની પવનચક્કીઓ બંધ છે અને જે પવનચક્કીઓ ચાલુ છે તેના મારફત ભુતળમાંથી કડવુ અથવા મોળુ પાણી નિકળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ખારોપાટ ગણાય છે અને ફ્લોરાઇડના કારણે અહિંનું પાણી આવુ નિકળે છે.
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-shetrunji-river-belt-became-dry-in-liliya-gujarati-news-5830431-NOR.html

બાબરાનાં સેવાભાવી ગૃપનું કાર્ય, પક્ષી માટે પાણીનાં 500 કુંડાનું વિતરણ કર્યું

Bhaskar News, Babra | Last Modified - Mar 11, 2018, 01:11 AM IST
અહી ગૃપ દ્વારા 500 જેટલા કુંડા અને સ્ટેન્ડનુ વિતરણ કરવામા આવ્યું હતુ.
બાબરાનાં સેવાભાવી ગૃપનું કાર્ય,  પક્ષી માટે પાણીનાં 500 કુંડાનું વિતરણ કર્યું
બાબરાનાં સેવાભાવી ગૃપનું કાર્ય, પક્ષી માટે પાણીનાં 500 કુંડાનું વિતરણ કર્યું
બાબરા: બાબરામાં પક્ષીના ચણ અને પીવાના પાણીની વ્યવસ્થા માટે અહીના આવકાર ગ્રુપ દ્વારા ઉત્તમ સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે. અહી ગૃપ દ્વારા 500 જેટલા કુંડા અને સ્ટેન્ડનુ વિતરણ કરવામા આવ્યું હતુ. બજારમાં આવેલ જાહેર કોમ્પ્લેક્ષ અને શોપિંગ સેન્ટરમાં પણ આ ગ્રુપના સભ્યો દ્વારા પક્ષીના પાણીના કુંડા અને ચણ માટેના સ્ટેન્ડ મુકવામાં આવ્યા છે.
શહેરમાં આવેલ આવકાર ગ્રુપના મયુરભાઈ રાવળ, વિપુલભાઈ રામાણી સહિતના સભ્યો દ્વારા આ સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબબકે 500 જેટલા કુંડા અને સ્ટેન્ડ અપાયા છે. આગામી દિવસોમાં વધુ વિતરણ કરવામાં આવશે. તેમજ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે. આ ગ્રુપ દ્વારા સેવાકીય સંસ્થા અને લોકોને આવકાર ગ્રુપ દ્વારા અનુરોધ કર્યો છે.
તેઓ પોતાની દુકાન ઘર કે ઓફિસ અને શાળામાં પક્ષી માટે માળા અને પીવાના પાણીના કુંડા અને ચણ માટેના સ્ટેન્ડ ચોક્કસ મૂકે કારણ કે આપણે સૌ પક્ષીઓના ખાનપાનની જવાબદારી નહી સંભાળીએ તો આગામી દિવસોમા પક્ષીઓ લુપ્ત થતા જશે અને પર્યાવરણ માટે મોટું જોખમ ઉભું થશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-the-work-of-the-charitable-group-of-babra-500-kunda-of-water-for-the-bird-gujarati-news-5827835-NOR.html

આંબરડી પાર્કમાં સુવિધા બાબતે ઉપવાસી ઉપસરપંચનાં પારણા

Bhaskar News, Amreli | Last Modified - Mar 08, 2018, 01:32 AM IST
જુનાગઢથી વનવિભાગનાં અધિકારીઓ દોડી આવ્યા
આંબરડી પાર્કમાં સુવિધા બાબતે ઉપવાસી ઉપસરપંચનાં પારણા
આંબરડી પાર્કમાં સુવિધા બાબતે ઉપવાસી ઉપસરપંચનાં પારણા
અમરેલી: ધારી નજીક આવેલ આંબરડી સફારી પાર્કમા સુવિધા વધારવાની માંગ સાથે આજરોજ અહીના ઉપસરપંચ દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરવામા આવ્યા હતા જેને પગલે જુનાગઢથી સીસીએફ દોડી આવ્યા હતા અને તમામ પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી પારણા કરાવાયા હતા.ગામના આગેવાનો અને ભાજપ આગ્રણીઓએ મધ્યસ્થી કરી આખો મામલો થાળે પાડયો હતો. માત્ર ૭૨ કલાકમાં જ કેન્ટિન અને પ્રવાસીઓના શેડ નિર્માણ કરાશે. અને ભાજપ અગ્રણીઓ સરકારમાં જશે. નેશનલ ઝુ ઓથોરીટીમાંથી નવા પાંચ સિંહની મંજૂરી લઈ આવશે. સહિતની બાહેંધરી આપી ડી.એફ.ઓ.અને સી.સી.એફ.એ ઉપસરપંચ જીજ્ઞેશગિરિ ગોસાઈને પોતાના હસ્તે જ પારણા કરાવ્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-upavasi-upasarapancanam-ambaradi-cradle-of-park-facility-gujarati-news-5825916-NOR.html

જંગલખાતાના અધિકારીઓ દ્વારા પણ નર્સરીની સાર સંભાળ લેવામાં આવતી નથી.

DivyaBhaskar News Network | Last Modified - Mar 06, 2018, 02:00 AM IST
જંગલખાતાના અધિકારીઓ દ્વારા પણ નર્સરીની સાર સંભાળ લેવામાં આવતી નથી. અનેક લીમડાઓ મરણ પથારીએ પડ્યા છે. અને મોટા...
જંગલખાતાના અધિકારીઓ દ્વારા પણ નર્સરીની સાર સંભાળ લેવામાં આવતી નથી.
જંગલખાતાના અધિકારીઓ દ્વારા પણ નર્સરીની સાર સંભાળ લેવામાં આવતી નથી. અનેક લીમડાઓ મરણ પથારીએ પડ્યા છે. અને મોટા ભાગના લીમડાઓ બળી ગયા છે. આ કારણે પ્રકૃતિ પ્રેમીઓમાં પણ ભારે રોષ ભરાયો છે. અને વહેલી તકે પાલિકા દ્વારા નર્સરીમાં સાફ સફાઇ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તસ્વીર- ભાસ્કર
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020003-1214915-NOR.html

ધારી પાસે સરસીયા વિડીમાં દવ ભભુકયો, 25 હેકટરમાં વન્ય સંપદાને નુકસાન

Bhaskar News, Amreli | Last Modified - Mar 02, 2018, 12:15 AM IST
25 હેકટરમાં વન્ય સંપદાને નુકસાન : ધારી-બગસરા-ચલાલાનાં ફાયર ફાઇટરો દોડી ગયા : વન્યપ્રાણીઓ સલામત
ધારી પાસે સરસીયા વિડીમાં દવ ભભુકયો, 25 હેકટરમાં વન્ય સંપદાને નુકસાન
ધારી પાસે સરસીયા વિડીમાં દવ ભભુકયો, 25 હેકટરમાં વન્ય સંપદાને નુકસાન
અમરેલી: ધારી પુર્વ વનવિભાગની દલખાણીયા રેંજ હેઠળ આવતા સરસીયાની પુર્વ ભાગની વિડીમા આજે સવારે એકાએક દવ લાગ્યો હતો. ધીમેધીમે દવે વિકરાળરૂપ ધારણ કરતા વન્ય સંપતિ બળીને ખાક થઇ ગઇ હતી. ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ તાબડતોબ દોડી ગયો હતો અને દવને કાબુમા લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. ધારી, બગસરા અને ચલાલાના ફાયર ફાઇટરની પણ મદદ લેવાઇ હતી.
કલાકોની જહેમત બાદ આખરે દવ કાબુમા આવી જતા વનતંત્રએ રાહત અનુભવી હતી. હજુ ચારેક દિવસ પહેલા ખાંભા સાવરકુંડલા વચ્ચે આવેલ લાપાળા ડુંગરોમા દવ ભભુકી ઉઠયો હતો જેને પગલે વન્યપ્રાણીઓમા નાસભાગ મચી ગઇ હતી. અને વન્ય સંપતિને નુકશાન થયુ હતુ. ત્યારે ફરી એક વખત ધારી તાબાના સરસીયા પુર્વ ભાગમા દવ લાગ્યો હતો. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી વહેલી સવારે દવ લાગ્યો હતો અને ધીમેધીમે વિકરાળરૂપ લીધુ હતુ.
ઘટનાની જાણ થતા ડીએફઓ કરૂપ્પાસામીની સુચનાથી આરએફઓ શ્રી જાડેજા તેમજ તમામ રેંજના કર્મચારીઓ અહી દોડી ગયા હતા અને દવને કાબુમા લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. દવને કાબુમા લેવા બગસરા, ચલાલા અને ધારીના ફાયર ફાઇટરની પણ મદદ લેવામા આવી હતી. જોતજોતામા દવ 20 થી 25 હેકટર સુધીમા ફેલાઇ ગયો હતો અને વન્ય સંપદાને નુકશાન થયુ હતુ. જો કે વન્યપ્રાણીઓ સલામત હોવાનુ વનતંત્રએ જણાવ્યું હતુ.
દવ કાબુમા આવી ગયો છે : ડીએફઓ
ધારીના ડીએફઓ કરૂપ્પાસામીએ જણાવ્યું હતુ કે સરસીયા પુર્વ ભાગમા દવ લાગ્યો હતો. દવ કાબુમા આવી ગયો છે, વન્યપ્રાણીઓને કોઇ નુકશાન પહોંચ્યું નથી.
સરસીયાનાં પુર્વ ભાગમાં 25 હેકટરમાં દવ લાગ્યો હતો: આરએફઓ જાડેજા
દલખાણીયા રેંજના આરએફઓ શ્રી જાડેજાએ જણાવ્યું હતુ કે સરસીયા પુર્વ ભાગમા દવ ભભુકી ઉઠયો હતો. 20 થી 25 હેકટરમા દવ ફેલાઇ ગયો હતો. તમામ રેંજના કર્મીઓએ દવને કાબુમા લેવા પ્રયત્નો કર્યા હતા અને સાંજના ચારેક વાગ્યે દવ કાબુમા આવી ગયો હતો. દવ કઇ રીતે લાગ્યો તે અંગે તપાસ શરૂ કરવામા આવી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-assuming-the-loss-of-wild-property-in-25-acres-of-land-gujarati-news-5822618-NOR.html

ગુજરાતનો આ ખેડૂત ટપક સિંચાઈ પધ્ધતિથી રોજ ઉતારે છે 20 મણ પપૈયા

Bhaskar News, Amreli | Last Modified - Mar 05, 2018, 04:25 AM IST

ફાચરિયા ગામના ખેડૂત ભાવેશભાઈ વડાલીયા પોતાના ખેતરમાં પપૈયા સાથે જોવા મળે છે
+2 બીજી સ્લાઈડ્સ જુઓ
ફાચરિયા ગામના ખેડૂત ભાવેશભાઈ વડાલીયા પોતાના ખેતરમાં પપૈયા સાથે જોવા મળે છે
અમરેલી: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાના એવા ફાચરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈ વડાલીયાએ ગત વર્ષથી સામાન્ય પાકોની ખેતી છોડીને બાગાયતી પાકો તરફ વળી કઈક નવું કરવાનો વિચાર કર્યો હતો. અને તેનું અનુકરણ કરી તેમણે તેમની 7 વીઘા જમીનમાં કુલ 3800 પપૈયાના છોડ વાવ્યા છે જેમાંથી તેઓ ટપક સિંચાઈ પધ્ધતિથી રોજ 20 મણ પપૈયા ઉતારે છે.

ફાચરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈ વડાલીયાએ બાગાયત વિભાગમાંથી બાગાયતી ખેતી માટે માર્ગદર્શન મેળવ્યું હતું. અને તેમને તે પ્રમાણે બાગાયતી ખેતી શરૂ કરી હતી. ભાવેશભાઈએ જણાવ્યું હતું કે બાગાયતી ખેતી બરકત વાળી છે. મારે 7 વીઘામાં ટપક સિંચાઈ છે અને પપૈયાના કુલ 3800 છોડ છે. દરરોજના 20 મણ એટલે કે 400 કી. ગ્રા. પાક ઉતરે છે. પપૈયાની ખેતીની ખાસિયત એ છે કે વર્ષભર આ પાક મળી રહે છે. આથી બાગાયતી ખેતી કરતો ખેડૂત ઓછી મહેનતે રોકડીયો વેપાર કરી શકે છે.

બાગાયતી પાકોમાં ઓછા પાણીએ, ઓછી મહેનતે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. બીજા પાકોની સરખામણીએ મજૂરી ખર્ચ ઓછો થાય છે. પપૈયાની ખેતીએ મને ઘણું નવું શીખવાડ્યું છે. અત્યારે સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃતિ આવી છે ત્યારે ડાયટ કરતા અને જિમ જતા યુવા- પ્રૌઢ વર્ગમાં પપૈયાને રોજિંદા ખોરાકમાં વધુ મહત્વ આપવામાં આવે છે. આ ઉપરાંત ભાવેશભાઈએ જણાવ્યું હતું કે મારા ખેતરમાંથી અમદાવાદ, વડોદરા, સુરત, ઉના, માંગરોળ, મહુવા, રાજુલા, જાફરાબાદ સુધી પહોંચે છે.
બાગાયત વિકાસ યોજના અંતર્ગત સહાય મેળવી હતી
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-this-person-gets-20-pounds-of-papaya-every-day-gujarati-news-5823843-NOR.html