DivyaBhaskar News Network | Last Modified - Mar 20, 2018, 02:10 AM IST
અમરેલી|શહેરની જાણીતી પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટના છત્ર હેઠળ સાહીત્ય સંગતનો પ્રથમ કાર્યક્રમ કવિતા નામે...
-
અમરેલી|શહેરની જાણીતી પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટના છત્ર હેઠળ સાહીત્ય
અમરેલી|શહેરની જાણીતી પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટના છત્ર હેઠળ
સાહીત્ય સંગતનો પ્રથમ કાર્યક્રમ કવિતા નામે સુખ યોજાયો હતો. જેમાં સમકાલીન
ગુજરાતી ગઝલની પ્રથમ પંક્તિના અને નવો અવાજ ધરાવતા પ્રશિષ્ઠ કવિઓ ભરત
વિંઝુડા, અરવિંદ ભટ્ટ, હરજીવન દાફડાએ પોતાની રચનાઓ રજૂ કરી હતી. આ પ્રસંગે
અને સહકારી આગેવાન દિલીપભાઇ સંઘાણી, ડો. બી.જે. કાનાબાર સમારંભમાં ઉપસ્થિત
રહ્યા હતા.અમરેલીમાં યોજાયેલા સાહીત્ય સંગતના પ્રથમ કાર્યક્રમ કવિતા નામે
સુખમાં હાજર રહેલા દિલીપભાઇ સંઘાણીએ આ પ્રસંગે અમરેલી જિલ્લાના સાહીત્ય
જગતના ત્રણેય સિતારાઓને હર્ષથી આવકાર્યા હતા. અને પર્યાવરણ ટ્રસ્ટને આ
પ્રકારના કલા, સાહીત્ય, સંગીતના કાર્યક્રમો માટે અમરેલી પરિવાર સંસ્થા
તરફથી સદાય હુંફ મળી રહેશે તેવી ખાત્રી આપી હતી.કાર્યક્રમના પ્રારંભે
જાણીતા પર્યાવરણ વિદ્દ જિતેન્દ્ર તળાવીયાએ જણાવ્યું હતું કે અમરેલી રમેશ
પારેખની શબ્દ સાધનાનો ગઢ છે અને આ ગઢને આપણે સમકાલીન કવિઓ દ્વારા સતત
હોંકારો આપતા રહેવાનો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-021004-1296550-NOR.html
No comments:
Post a Comment