Saturday, March 31, 2018

દવ લાગ્યા બાદ ચિડાયેલી સિંહણે વનમિત્ર સામે દોટ મુકી

Bhaskar News, Khambha | Last Modified - Mar 28, 2018, 12:40 AM IST
સિંહણ અને સિંહબાળ સલામત, એક જંગલી ભુંડ દવમાં ભુંજાયુ હોવાની પુષ્ટિ
દવ લાગ્યા બાદ ચિડાયેલી સિંહણે વનમિત્ર સામે દોટ મુકી
દવ લાગ્યા બાદ ચિડાયેલી સિંહણે વનમિત્ર સામે દોટ મુકી
ખાંભા: ખાંભાના મોટા બારમાણ ગામે ગઈકાલે રેવન્યુ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં આગની લપેટમાં એક વન્ય પ્રાણી જીવતું ભુંજાઈ ગયું હતું. ત્યારે આ અંગેના અહેવાલ પ્રસિદ્ધ થતા જ આજે સવારે વનવિભાગ તેમજ ખાંભા મામલતદાર અને ડોકટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ આગની લપેટમાં આવેલ વન્યપ્રાણીની પુષ્ટિ કરવા મથામણ કરાઇ હતી. બાદમા જંગલી ભૂંડ હોવાનુ સામે આવ્યું હતું.
ગત રાત્રીના આ આગ પર કાબુ મેળવાયા બાદ એક સિંહણ પોતાના બચ્ચાંને મોમાં બચાવી આમ તેમ ભાગી રહી હતી. જ્યારે આજે સવારે આ સિંહણનું લોકેશન મેળવવા વનમિત્ર અલ્પેશ વાઢેર અને ગ્રામજનો આ આગ લાગેલા રેવન્યુ વિસ્તાર કોમ્બીંગ કરી રહ્યા હતા ત્યારે આ સિંહણ અને તેની સાથે 2 બચ્ચા જોવા મળ્યા હતા. જ્યારે વનમિત્ર આ સિંહણની મુવમેન્ટ કે કોઈ ઇજા નથી થઈ તે દૂરથી તપાસ કરી રહ્યા હતા. આગના કારણે તે ચિડાઈ ગઈ હતી કે અને વનમિત્ર અને તેની ટીમ સામે દોટ મૂકી હતી ત્યારે આ બનાવમાં વનમિત્ર અલ્પેશ વાઢેર પડી જતા સામાન્ય ઇજા પહોંચી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-after-a-day-of-dawn-the-lunatic-lion-scolded-vanamitra-gujarati-news-5839175-NOR.html

No comments: