વન્ય પ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં રેવન્યુ વિસ્તારમાં આવી રહ્યાં છે
પાણીને લઇ સાવજો આવ્યા રેવન્યુ વિસ્તારમાં
ખાંભા: ખાંભા તાલુકા ફરતે તુલસીશ્યામ અને સાવરકુંડલા રેન્જ લાગુ પડતી હોય ત્યારે હાલ ઉનાળાની શરૂઆત થતા જ વન્ય પ્રાણીઓ
આરક્ષિત વિડી છોડી રેવન્યુ વિસ્તારમાં વધારે પડતા જોવા મળી રહ્યાં છે.
મોટાભાગના વન્ય પ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં રેવન્યુ વિસ્તારમાં આવી
રહ્યાં છે. ત્યારે વનવિભાગ દ્વારા આવા વન્ય પ્રાણીઓ માટે જરૂરી વ્યવસ્થા
કરવી જરૂરી છે.
આ વર્ષ ચોમાસામાં ખાંભા તાલુકામાં પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડતા પાણીની સમસ્યા ઉભી થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે. ત્યારે આ પીવાના પાણી માટે મનુષ્ય તો ઠીક પરંતુ વન્ય પ્રાણીઓમાં વધારે સમસ્યા સર્જાવાની દેહશત જોવા મળી રહી છે. ત્યારે હાલમાં ગઈકાલે જ ખાંભાના ભાવરડી ગામ નજીક આવેલા પતરમાલા તરીકે ઓળખાતો રેવન્યુ વિસ્તાર આવેલા છે. ત્યારે આ વિસ્તારમાં સિંહો તેમજ અન્ય વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે.
જ્યારે રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં હાલમાં પીવાના પાણી તેમજ પૂરતા પ્રમાણમાં ખોરાક કે મારણ વન્ય પ્રાણી જેમ કે સિંહ, દીપડાને ન મળતા હોવાથી સિંહો વનવિભાગની હદ છોડી રેવન્યુ વિસ્તારમાં આવી ચડે છે. એક ચાર સાવજોનુ ગ્રુપ આ પતરમાલા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ધામા નાખ્યા છે. બીજી તરફ હજુ ઉનાળાની શરૂઆત જ છે. ત્યારે વન્યપ્રાણીઓની આ સ્થિતિ જોવા મળી રહી છે.
તસવીરો: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-beginning-of-summer-lions-thirst-for-water-in-khambha-gujarati-news-5835107-NOR.html

No comments:
Post a Comment