Saturday, March 31, 2018

ગિરનાર પરિક્રમા કરવાની મંજૂરી ન મળતા અખંડ ભારત સંઘમા રોષ

Bhaskar News, Junagadh | Last Modified - Mar 27, 2018, 02:09 AM IST
નવાબો ગયાના આટલા વર્ષો પછી પણ શાસન પ્રણાલીમાં કોઇ ફેરફાર થયો નથી !!
ગિરનાર પરિક્રમા કરવાની મંજૂરી ન મળતા અખંડ ભારત સંઘમા રોષ
ગિરનાર પરિક્રમા કરવાની મંજૂરી ન મળતા અખંડ ભારત સંઘમા રોષ
જૂનાગઢ: ગિરનાર ફરતેની બીજી પરિક્રમા કરવાની મંજૂરી ન આપનાર વન વિભાગને પડકારતા અખંડ ભારત સંઘે કોઇ પણ ભોગે પરિક્રમા કરવા દ્રઢ નિર્ધાર વ્યકત કર્યો છે. સાથે આ તેમજ ભવિષ્યમાં થનાર પરિક્રમામાં જૂનાગઢની જનતાને જોડાઇને સહકાર આપવા અપીલ પણ કરી છે. આ અંગે અખંડ ભારત સંઘના ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે મને દુ:ખ એ બાબતનું છે કે નવાબો ગયા તેના આટલા વર્ષો પછી પણ શાસન પ્રણાલીમાં કે અધિકારીઓની માનસિકતામાં કોઇ ફેરફાર થયો નથી.
નરસિંહ મહેતા ભજન કરતા હતા તેને જેલમાં પૂર્યા હતા. અમે પણ જંગલમાં ભજન અને ભકિત કરવા જ જઇએ છીએ ભલે અમને પણ જેલમાં પૂરી દેવામાં આવે,પરંતુ પરિક્રમાતો કોઇ પણ ભોગે કરીશું જ.વન વિભાગ અામાં અડચણરૂપ બનવા જઇ રહ્યું છે ત્યારે જૂનાગઢની જનતાએ પણ આમાં અવાજ ઉઠાવવો જોઇએ. વન વિભાગ દવ લાગવાનું બહાનું બતાવે છે'
ત્યારે અમે શું જંગલમાં આગ લગાવવા જઇએ છીએ જંગલમાં આગ લાગે અને ખબર પડે તો અમે હોય કે અન્ય કોઇપણ હોય આગ બૂઝાવે કે આગ વધુ પ્રસરે તેવી કામગીરી કરે વન વિભાગને દુ:ખે છે પેટને કુટે છે માથું. જંગલમાંથી પહેલાં નેસડાને નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો હવે લોકોને પણ જવા ન દઇ વન વિભાગ કરવા શું માંગે છે અેવી તે કઇ કામગીરી થઇ રહી છે જે જનતાથી છૂપાવવા વન વિભાગ ધમપછાડા કરી રહ્યું છે તેવા પણ શંકાસ્પદ સવાલ ઉઠી રહ્યા છે તેમ ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-akhand-bharat-sangh-which-is-not-allowed-to-do-parikrama-girnar-gujarati-news-5838467-NOR.html

No comments: