Saturday, March 31, 2018

દૂધીયા વીડીમાં આગની ઘટનાં જાણ DFOને ન કરાઇ

DivyaBhaskar News Network | Last Modified - Mar 29, 2018, 03:50 AM IST
કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામે વનવિભાગની દૂધીયા વીડી આવેલી છે. પરંતુ આ વીડીમાં બે દિવસ પૂર્વે ભયંકર આગ ભભૂકતા...
કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામે વનવિભાગની દૂધીયા વીડી આવેલી છે. પરંતુ આ વીડીમાં બે દિવસ પૂર્વે ભયંકર આગ ભભૂકતા આગ 500 વીઘામાં ફેલાઈ ગઈ હતી અને જેમાં લાખો વૃક્ષો બળીને ખાખ થઈ ગયા હતા. તે ઉપરાંત આ વીડીમાં રહેલા નાના-મોટા જીવજંતુ અને પશુના મોત થયા હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત દીપડા, હરણ, નીલગાય સહિતના પશુઓના મોત થયા હોવાની લોકોમાં ચર્ચા જાગી છે. આ આગ લાગતા વનવિભાગ દોડતું થઈ ગયું છે અને આ વીડીમાં પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ આગ વન વિભાગના કર્મચારીઓની મીલી ભગતના કારણે લાગી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. ત્યારે આ અંગે જુનાગઢના ડી.એફ.ઓ. ને જાણ ન કરવામાં આવી 3 દિવસમાં બાદ જાણ થતા જુનાગઢ સહિતના કર્મચારીઓઓ તપાસના માટે ધામા નાખ્યા છે. સામાન્ય રીતે દૂધીયા વીડી હજ્જારો હેક્ટરમાં ફેલાયેલ છે અને વૃક્ષો અને પહાડોથી ઘેરાયેલી આ વીડીમાં દીપડા, હરણ, નીલગાય, કીડીખાંઉ, અજગર, સસલા, કાચબા જેવા પશુપ્રાણીઓ વસવાટ કરે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-035005-1360282-NOR.html

No comments: