અહી ગૃપ દ્વારા 500 જેટલા કુંડા અને સ્ટેન્ડનુ વિતરણ કરવામા આવ્યું હતુ.
બાબરા: બાબરામાં પક્ષીના ચણ અને પીવાના પાણીની વ્યવસ્થા માટે
અહીના આવકાર ગ્રુપ દ્વારા ઉત્તમ સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે. અહી ગૃપ
દ્વારા 500 જેટલા કુંડા અને સ્ટેન્ડનુ વિતરણ કરવામા આવ્યું હતુ. બજારમાં
આવેલ જાહેર કોમ્પ્લેક્ષ અને શોપિંગ સેન્ટરમાં પણ આ ગ્રુપના સભ્યો દ્વારા
પક્ષીના પાણીના કુંડા અને ચણ માટેના સ્ટેન્ડ મુકવામાં આવ્યા છે.
શહેરમાં આવેલ આવકાર ગ્રુપના મયુરભાઈ રાવળ, વિપુલભાઈ રામાણી સહિતના સભ્યો દ્વારા આ સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબબકે 500 જેટલા કુંડા અને સ્ટેન્ડ અપાયા છે. આગામી દિવસોમાં વધુ વિતરણ કરવામાં આવશે. તેમજ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે. આ ગ્રુપ દ્વારા સેવાકીય સંસ્થા અને લોકોને આવકાર ગ્રુપ દ્વારા અનુરોધ કર્યો છે.
તેઓ પોતાની દુકાન ઘર કે ઓફિસ અને શાળામાં પક્ષી માટે માળા અને પીવાના પાણીના કુંડા અને ચણ માટેના સ્ટેન્ડ ચોક્કસ મૂકે કારણ કે આપણે સૌ પક્ષીઓના ખાનપાનની જવાબદારી નહી સંભાળીએ તો આગામી દિવસોમા પક્ષીઓ લુપ્ત થતા જશે અને પર્યાવરણ માટે મોટું જોખમ ઉભું થશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-the-work-of-the-charitable-group-of-babra-500-kunda-of-water-for-the-bird-gujarati-news-5827835-NOR.html

No comments:
Post a Comment