25 હેકટરમાં વન્ય સંપદાને નુકસાન : ધારી-બગસરા-ચલાલાનાં ફાયર ફાઇટરો દોડી ગયા : વન્યપ્રાણીઓ સલામત
અમરેલી: ધારી પુર્વ વનવિભાગની દલખાણીયા રેંજ હેઠળ આવતા સરસીયાની
પુર્વ ભાગની વિડીમા આજે સવારે એકાએક દવ લાગ્યો હતો. ધીમેધીમે દવે વિકરાળરૂપ
ધારણ કરતા વન્ય સંપતિ બળીને ખાક થઇ ગઇ હતી. ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ
તાબડતોબ દોડી ગયો હતો અને દવને કાબુમા લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. ધારી,
બગસરા અને ચલાલાના ફાયર ફાઇટરની પણ મદદ લેવાઇ હતી.
કલાકોની જહેમત બાદ આખરે દવ કાબુમા આવી જતા વનતંત્રએ રાહત અનુભવી હતી. હજુ ચારેક દિવસ પહેલા ખાંભા સાવરકુંડલા વચ્ચે આવેલ લાપાળા ડુંગરોમા દવ ભભુકી ઉઠયો હતો જેને પગલે વન્યપ્રાણીઓમા નાસભાગ મચી ગઇ હતી. અને વન્ય સંપતિને નુકશાન થયુ હતુ. ત્યારે ફરી એક વખત ધારી તાબાના સરસીયા પુર્વ ભાગમા દવ લાગ્યો હતો. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી વહેલી સવારે દવ લાગ્યો હતો અને ધીમેધીમે વિકરાળરૂપ લીધુ હતુ.
ઘટનાની જાણ થતા ડીએફઓ કરૂપ્પાસામીની સુચનાથી આરએફઓ શ્રી જાડેજા તેમજ તમામ રેંજના કર્મચારીઓ અહી દોડી ગયા હતા અને દવને કાબુમા લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. દવને કાબુમા લેવા બગસરા, ચલાલા અને ધારીના ફાયર ફાઇટરની પણ મદદ લેવામા આવી હતી. જોતજોતામા દવ 20 થી 25 હેકટર સુધીમા ફેલાઇ ગયો હતો અને વન્ય સંપદાને નુકશાન થયુ હતુ. જો કે વન્યપ્રાણીઓ સલામત હોવાનુ વનતંત્રએ જણાવ્યું હતુ.
દવ કાબુમા આવી ગયો છે : ડીએફઓ
ધારીના ડીએફઓ કરૂપ્પાસામીએ જણાવ્યું હતુ કે સરસીયા પુર્વ ભાગમા દવ લાગ્યો હતો. દવ કાબુમા આવી ગયો છે, વન્યપ્રાણીઓને કોઇ નુકશાન પહોંચ્યું નથી.
સરસીયાનાં પુર્વ ભાગમાં 25 હેકટરમાં દવ લાગ્યો હતો: આરએફઓ જાડેજા
દલખાણીયા રેંજના આરએફઓ શ્રી જાડેજાએ જણાવ્યું હતુ કે સરસીયા પુર્વ ભાગમા દવ ભભુકી ઉઠયો હતો. 20 થી 25 હેકટરમા દવ ફેલાઇ ગયો હતો. તમામ રેંજના કર્મીઓએ દવને કાબુમા લેવા પ્રયત્નો કર્યા હતા અને સાંજના ચારેક વાગ્યે દવ કાબુમા આવી ગયો હતો. દવ કઇ રીતે લાગ્યો તે અંગે તપાસ શરૂ કરવામા આવી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-assuming-the-loss-of-wild-property-in-25-acres-of-land-gujarati-news-5822618-NOR.html

No comments:
Post a Comment