Saturday, March 31, 2018

દૂધીયા વીડીમાં દવ લાગ્યો, 500 વીઘા જંગલ બળીને ખાક

DivyaBhaskar News Network | Last Modified - Mar 28, 2018, 03:45 AM IST
કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામે વનવિભાગની દૂધીયા વીડી આવેલી છે. પરંતુ આ વીડીમાં બે દિવસ પૂર્વે ભયંકર આગ ભભૂકતા...
દૂધીયા વીડીમાં દવ લાગ્યો, 500 વીઘા જંગલ બળીને ખાક
દૂધીયા વીડીમાં દવ લાગ્યો, 500 વીઘા જંગલ બળીને ખાક
કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામે વનવિભાગની દૂધીયા વીડી આવેલી છે. પરંતુ આ વીડીમાં બે દિવસ પૂર્વે ભયંકર આગ ભભૂકતા આગ 500 વીઘામાં ફેલાઈ ગઈ હતી અને જેમાં લાખો વૃક્ષો બળીને ખાખ થઈ ગયા હતા. તે ઉપરાંત આ વીડીમાં રહેલા નાના-મોટા જીવજંતુ અને પશુના મોત થયા હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત દીપડા, હરણ, નીલગાય સહિતના પશુઓના મોત થયા હોવાની લોકોમાં ચર્ચા જાગી છે. આ આગ લાગ્યાનાં 2 દિવસ બાદ વીડી આસપાસનાં માલધારીઓ દ્વારા લોકોમાં ધટનાં જાહેર વનવિભાગ દોડતું થઈ ગયું છે અને આ વીડીમાં પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવી દીધો છે. કુતિયાણાના ખાગેશ્રી ગામના વનવિભાગની દૂધીયા વીડીમાં વનવિભાગના કર્મચારીઓની બેદરકારીના કારણે બે દિવસ પૂર્વે જ આગ ભભૂકી ઉઠી હતી અને આ આગ 500 વીઘામાં ફેલાઈ ગઈ હતી. જો કે આગની જાણ થતા જ તાત્કાલીક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી પરંતુ આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ 500 વીઘામાં ફેલાઈ ગઈ હતી અને નાના-મોટા લાખો વૃક્ષો બળીને ખાખ થઈ ગયા હતા.

તે ઉપરાંત આ વીડીના નાના-મોટા જીવજંતુઓ પણ બળીને ખાખ થઈ ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે દૂધીયા વીડી હજ્જારો હેક્ટરમાં ફેલાયેલ છે અને વૃક્ષો અને પહાડોથી ઘેરાયેલી આ વીડીમાં દીપડા, હરણ, નીલગાય, કીડીખાંઉ, અજગર, સસલા, કાચબા જેવા પશુપ્રાણીઓ વસવાટ કરે છે. પરંતુ આ આગનો બનાવ બનતા આગમાં દીપડા, હરણ અને નીલગાય જેવા પશુઓ પણ બળીને ખાખ થઈ ગયા હોવાની લોકોમાં ચર્ચા જાગી છે. જો કે આ અંગેની જાણ થતા જૂનાગઢ વનવિભાગના અધિકારીઓ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દૂધીયા વીડીમાં પ્રવેશબંધી પણ ફરમાવી હતી.

બે દિવસ પહેલા લાગેલી અાગને છુપાવવા દુધીયા વીડીમાં પ્રવેશબંધી ફરમાવી દીધી

આ વિસ્તારમાં પ્રવેશબંધી પણ ફરમાવવામાં આવી છે તેમ છતાં પણ વનવિભાગની મિલીભગત હેઠળ આ વિસ્તારમાં વૃક્ષો કટીંગ થતા હોય અને વનવિભાગના અધિકારીઓના હાથ નીચેથી જ લાકડાની હેરાફેરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-034503-1351861-NOR.html

No comments: