Divyabhaskar.com | Updated - Sep 28, 2018, 12:16 AM
ગીરમાં માત્ર અમરેલી જિલ્લામાં સૌથી વધુ સાવજોનાં મોત, જિલ્લામાં ટ્રેન, વાહન, પુર હોનારત, વીજ કરંટ જેવી ઘટનામાં મોટી સંખ્ય
અમરેલીઃ વર્ષ 2005ની સાલમા ગીરમા 359 સિંહ હતા. અને
2015મા 523 સિંહની વસતિ નોંધાઇ હતી. આમ એક દાયકામા માત્ર 164 સિંહ વધી શકયા
હતા. સિંહની વસતિમા દર વર્ષે માંડ 16નો વધારો થાય છે. દલખાણીયા રેંજમા
વનતંત્રની ઘોર બેદરકારીના કારણે 14 સિંહ કાળનો કોળીયો બની ગયા. બીજા
શબ્દોમા કહી શકાય સરકાર કરોડોનો ખર્ચ કરી સિંહની રક્ષા અને સંવર્ધન માટે
પ્રયત્નશીલ છે. પરંતુ વનતંત્રની બેદરકારીએ જ સરકારની એક વર્ષની મહેનત પર
પાણી ફેરવી દીધુ છે.
ગીરના સાવજો ગુજરાતનુ અણમોલ ઘરેણું છે
ગીર જંગલ અને ગીરના કેસરી સાવજને બચાવવા માટે સરકારને લખલુંટ ખર્ચ
કરવો પડી રહ્યો છે. સાવજોની રક્ષા માટે કર્મચારીઓની જંગી ફોજ ખડકવામા આવી
છે. આ કર્મચારીઓને તમામ પ્રકારની સગવડતાઓ પણ પુરી પાડવામા આવે છે. ગીરના
સાવજોની સંખ્યા વધારવા સરકાર કોઇ કચાસ છોડવા માંગતી નથી. કારણ કે તે
ગુજરાતનુ અણમોલ ઘરેણું છે. પરંતુ કર્મચારીઓની કામચોરી અને અધિકારીઓની
જવાબદારી ખંખેરવાની વૃતિના કારણે સરકારના આ પ્રયાસોને ધક્કો લાગ્યો છે.
સાવજોના મોતની ઘટનાઓ તો બનવાની જ. પરંતુ જયારે એકસાથે મોટી સંખ્યામા સાવજો
મોતને ભેટે ત્યારે સિંહ સંરક્ષણના પ્રયાસોને મોટો ધક્કો લાગે છે. વર્ષે
10-15 કે 20 સાવજોની વસતિ માંડ વધારી શકાય છે. તેવા સમયે એકસાથે 14 સાવજોના
મોતથી કહી શકાય કે સરકારના એક વર્ષના પ્રયાસો પર પાણી ફરી વળ્યું છે.
પાછલી વસતિ ગણતરીમાં સિંહની સંખ્યા:
વર્ષ 1990માં 294
વર્ષ 1995માં 304
વર્ષ 2000માં 327
વર્ષ 2005માં 359
વર્ષ 2010માં 411
વર્ષ 2015માં 523
એવી ઘટનાઓ જેણે મોટી સંખ્યામાં સિંહનો ભોગ લીધો
- 2015મા શેત્રુજી નદીમા આવેલા ભારે પુરમા ક્રાંકચ વિસ્તારમા એકસાથે 13 સાવજોના તણાઇ જવાથી મોત થયા હતા.
- પીપાવાવ પોર્ટથી સુરેન્દ્રનગર જતી ટ્રેનોએ અત્યાર સુધીમા 16 સાવજોને હડફેટે લઇ મોતને ઘાટ ઉતાર્યા છે.
- વર્ષ 2007મા બાબરીયા વિડીમા પરપ્રાંતિય ગેંગે નખ માટે સાત સાવજનો શિકાર કર્યો હતો.
- દોઢ દાયકા અગાઉ ધારીમા તાર ફેન્સીંગમા વીજશોકથી 5 સિંહના મોત થતા ખેડૂતે તંત્રની જાણ બહાર લાશો દાટી દીધી હતી.
- હવે દલખાણીયા રેંજમા બિમારીના કારણોસર ટુંકાગાળામા એકસાથે 14 સાવજોના મોત
ટ્રેન હડફેટે સાવજોનુ કયાં અને કયારે મૃત્યુ:
જાન્યુ
આરી-2014 : ભેરાઇ નજીક બે સિંહણ માલગાડી હેઠળ કચડાઇ : એક સિંહણના ગર્ભમા રહેલા ત્રણ બચ્ચાનુ પણ મોત
ફેબ્રુઆરી- 2014 : સાવરકુંડલાના ભમ્મર નજીક ટ્રેન હડફેટે સિંહબાળનુ મોત
એપ્રિલ-2014 : રાજુલા ઉના હાઇવે પર દુધાળા નજીક વાહન હડફેટે એક સિંહ એક સિંહણનુ મોત
મે-14 : સાવરકુંડલા નજીક માલગાડી હડફેટે પાંચ માસના સિંહબાળનુ મોત
સપ્ટેમ્બર-14 : વેરાવળ દેલવાડા વચ્ચે ટ્રેન હડફેટે સિંહણનુ મોત
માર્ચ-17 : સાવરકુંડલાના બાઢડા નજીક ટ્રેન હડફેટે સિંહ ઘાયલ
જાન્યુઆરી-18 : સાવરકુંડલાના અમૃતવેલ નજીક પેસેન્જર ટ્રેન હડફેટે સિંહબાળનુ મોત
- આ ઉપરાંત રાજુલાના રામપરા નજીક પણ માલગાડી હડફેટે બે સિંહના મોત થયા
હતા. કયારેક બિમારી તો કયારેક પુર હોનારત તો કયારેક શિકારની ઘટનાએ મોટી
સંખ્યામા સાવજોને મોતને ઘાટ ઉતાર્યા.
રેવન્યુ વિસ્તારમાં કેવા અકુદરતી કારણોસર મોતને ભેટે છે સિંહ
જંગલમા ઇનફાઇટ, શિકાર દરમિયાન ઇજા, વૃધ્ધાવસ્થા કે બિમારી, સર્પદંશ,
પુર જેવા કુદરતી કારણોસર સાવજો મરે છે. પરંતુ રેવન્યુ વિસ્તારમા ટ્રેન
હડફેટે, વાહન હડફેટે, ખુલ્લા કુવામા પડતા, નખ માટે શિકાર, મારણમા ઝેર,
યુરીયાયુકત પાણી, ફાંસલામા ફસાવાથી, તાર ફેન્સીંગમા વિજશોક જેવા અકુદરતી
કારણો મોત માટે જવાબદાર બને છે.
અહેવાલઃ દિલીપ રાવલ
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-15-crores-cost-per-year-and-14-lions-deaths-to-increase-population-gujarati-news-5962949-NOR.html