Saturday, September 29, 2018

અમરેલી જિલ્લામાં રોઝ અને જંગલી ભુંડનાં ત્રાસથી ખેડૂતોને આર્થિક નુકસાન

Divyabhaskar.com | Updated - Sep 25, 2018, 02:01 AM

સાવરકુંડલા, લીલીયા, બગસરા,ધારી, જાફરાબાદ, રાજુલા પંથક છે પ્રભાવિત


અમરેલી જિલ્લાના જંગલ વિસ્તાર નજીક આવેલા સાવરકુંડલા, લીલીયા, બગસરા,ધારી, જાફરાબાદ, રાજુલા સહિતના આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રોઝડા અને ભૂંડનો ત્રાસ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં ખેડૂતએ મગફળી, મગ, કપાસ, ચોયાબી, તવેર દાળ સહિતના પાક વાવ્યા છે. પણ અહીં તેમને જંગલી પ્રાણીઓનો ભય સતાવી રહ્યો છે. ત્યારેઆ પાકને. બચાવવા માટે અહીંના ખેડૂતને વાડીએ રાત વાસો કરવા ફરજીયાત જવું પડે છે. છતાં પણ જંગલી રોઝડા અને ભૂંડ તેમના પાકને નુકશાન પહોંચાડે છે. જેના કારણે ખેડૂતનો તૈયાર થયેલો પાક ખતમ થઇ જાય છે. આથી તેમને મોટું નુકશાન વેઠવાનો વારો આવે છે. સાવરકુંડલા વિસ્તારના ખેડૂતે જણાવ્યું કે, અમારે જંગલી પ્રાણીઓથી ઉભા પાકને બચાવવા માટે વર્ષના 365 દિવસ રાત વાસો કરવો જ પડે છે. જો એક દિવસ પણ ખેતરે નહી આવ્યા તો સીઝનનો પાક ગુમાવવો પડે છે.

પાકને બચાવવા માટે શું કરે છે ખેડૂત ?

ખેડૂતોને વાડી ખેતરોમા રાત વાસો કરવો પડે, ખેતરોમા અવનવી લાઈટ ફીટ કરવી પડે, સતત અવાજ કરતા રહેવા પડે છે. આવા અનેક પ્રકારના નુસખાઓ ખેડૂતો આ પ્રાણીઓને ભગાડવા કરતા રહેવા પડે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020100-2807891-NOR.html

No comments: