Divyabhaskar.com | Updated - Sep 27, 2018, 12:30 AM
મૃત સિંહબાળને કેનાઇન ડિસ્ટેમ્પર નહી, 140 ટીમોએ 460 સાવજોની ચકાસણી કરી
-
વનતંત્ર દ્વારા એકસાથે 14 સાવજોના મોત થયા બાદ રાંડયા પછી ડહાપણ આવતુ હોય તેમ હવે ગીરના એક એક સાવજ પર નજર રાખવામા આવી રહી છે. ગીર પુર્વ પશ્ચિમ ઉપરાંત આસપાસમા પણ સાવજનુ સ્ક્રિનીંગ કરવામા આવી રહ્યું છે. પરંતુ તેની વચ્ચે દલખાણીયા રેંજમાથી તો સાવજની ડણક દુર કરી દેવાઇ છે. હવે આ રેંજમા એકપણ સાવજ બાકી બચ્યો નથી. કારણ કે અહી 14 સાવજો મોતને ભેટી ચુકયા છે.
અગાઉ એક બિમાર સિંહણને સારવારમા ખસેડાઇ હતી. જયારે હવે બાકીના 7 સાવજોને વનવિભાગે પકડી લીધા છે. ત્રણ સિંહ, ત્રણ સિંહણ અને એક સિંહબાળ મળી આ તમામ સાત સાવજોને પકડી લઇ જસાધાર સહિતના એનીમલ કેર સેન્ટરમા ખસેડી નિરીક્ષણ હેઠળ રાખવામા આવ્યા છે. વનવિભાગની 40 ટીમમા 585 કર્મચારીઓ દ્વારા ગીર જંગલ ઉપરાંત આસપાસના વિસ્તારમા સાવજોની ચકાસણી કરવામા આવી રહી છે.
1740 ચો.કિમીમાં ચાલી રહી છે ચકાસણી
છેલ્લા બે દિવસની ચકાસણી દરમિયાન વનવિભાગ દ્વારા 1740 ચો.કિમી વિસ્તારમા સાવજોને શોધવામા આવી રહ્યાં છે. 1045 ચો.કિમી ગીરના રક્ષિત જંગલમા અને 695 ચો.કિમીના જંગલ બહારના વિસ્તારમા 140 ટીમ દ્વારા આ ચકાસણી થઇ રહી છે.
મૃત સિંહબાળને કેનાઇન ડિસ્ટેમ્પર નહી હોવાનો રિપોર્ટ
અગાઉ તાંઝાનીયામા સાવજોનો સામુહિક સંહાર કરનાર કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ કે તેના જેવા ભેદી વાયરસથી આ સિંહોના મોત થયા છે કે નહી તે જાણવા બે સિંહબાળના સેમ્પલ જુનાગઢની વેટરનરી કોલેજમા મોકલાયા હતા. મોલીકયુલર વાયરોલોજીની પધ્ધતિથી ચકાસણી કરાવાતા તેમા કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ નહી હોવાનો રિપોર્ટ આવ્યો હતો.
453 સિંહ તંદુરસ્ત : માત્ર 7ને સામાન્ય ઇજા
દરમિયાન આજે ગાંધીનગરના અગ્ર મુખ્ય વનસંરક્ષકે જાહેર કર્યુ હતુ કે ગીર જંગલના 460 સિંહોની ચકાસણી પુર્ણ થઇ છે. પૈકી 7 સિંહોમા સામાન્ય ઇજા જોવા મળી હતી. ભાવનગરથી એક સિંહને સામાન્ય ઇજા હોય રેસ્કયુ સેન્ટરમા લવાયો છે. જયારે બાકીના 453 સિંહો તંદુરસ્ત છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-dalkhahanya-range-becoming-dangerous-7-lion-rescued-gujarati-news-5962512-NOR.html
અમરેલીઃ દલખાણીયા રેંજના કામચોર કર્મચારીઓને હવે બહુ
ફિકર નથી. હવે દલખાણીયા રેંજમા સાવજના મોતની ઘટના નહી બને. કારણ કે આ
રેંજમા હવે એકપણ સાવજ બાકી બચ્યો નથી. 22માંથી 14 સાવજોના મોત થઇ ચુકયા છે.
જયારે બાકીના સાવજોને પણ અહીથી ઉપાડી લઇ નિરીક્ષણ હેઠળ રાખવામા આવ્યા છે.
જેને પગલે હવે આ રેંજ સાવજ વિહોણી બની છે.
No comments:
Post a Comment