Divyabhaskar.com | Updated - Sep 26, 2018, 02:00 AM
સરકારી બાબુઓ મીટીંગમાં વ્યસ્ત ત્યારે ગીરનાં વન્યપ્રાણીઓ પર સતત ઝળુંબતો મોતનો ખતરો
એક તરફ સાવજો મરી રહ્યાં છે તો બીજી તરફ નિલગાય જેવા વન્યપ્રાણીના શંકાસ્પદ મોતની ઘટના પણ સામે આવી છે. જાફરાબાદ તાલુકાના જીકાદ્રી ગામે અહીના ખેડૂત રમેશભાઇ શેખડાની વાડી નજીક આજે એક નિલગાયનો મૃતદેહ શંકાસ્પદ રીતે મોતને ભેટેલી હાલતમા મળી આવ્યો હતો. સૌપ્રથમ આ અંગે ગીર લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળાને જાણ થતા તેમણે સામાજીક વનિકરણ વિભાગને જાણ કરી હતી.
જેના પગલે વનવિભાગનો સ્ટાફ અહી તાબડતોબ દોડી આવ્યો હતો અને નિલગાયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ એનીમલ કેર સેન્ટરમા ખસેડયો હતો. એક તરફ ખેડૂતોનો પાક ઉભો છે ત્યારે ઘણા ખેડૂતો જંગલી પશુઓનો ત્રાસ નિવારવા તાર ફેન્સીંગમા વિજ કરંટ, પાણીમા યુરીયા ખાતર ભેળવવા જેવી પ્રવૃતિ કરી રહ્યાં છે. ત્યારે આ નિલગાયના મોત અંગે ઉંડી તપાસ થવી જરૂરી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020053-2818763-NOR.html
No comments:
Post a Comment