Saturday, September 29, 2018

ગીરપુર્વની દલખાણીયા રેંજમા એકસાથે 11 સાવજોના ટુંકાગાળામા મોતની ઘટનાને

Divyabhaskar.com | Updated - Sep 23, 2018, 02:00 AM

ગીરપુર્વની દલખાણીયા રેંજમા એકસાથે 11 સાવજોના ટુંકાગાળામા મોતની ઘટનાને વનતંત્રએ હળવાશથી લઇ ઇનફાઇટમા ખપાવવા...

ગીરપુર્વની દલખાણીયા રેંજમા એકસાથે 11 સાવજોના ટુંકાગાળામા મોતની ઘટનાને વનતંત્રએ હળવાશથી લઇ ઇનફાઇટમા ખપાવવા પ્રયાસ તો કર્યો પરંતુ હવે ખુદ વનતંત્રથી પણ આ મામલો સંભાળાઇ નથી રહ્યો. આજે દિલ્હીથી સેન્ટ્રલ ઝુ ઓથોરિટીની ખાસ ટુકડી તાબડતોબ ધારી દોડી આવી હતી. અને ઘટના સ્થળનુ નિરીક્ષણ કર્યુ હતુ. જે મામલો ઘણો ગંભીર હોવાનુ સુચવે છે.

11 સાવજોના મોત માટે જવાબદાર નિંભર વનતંત્રએ પોતાનુ પાપ છુપાવવા મો સિવી લીધુ છે. પરંતુ પાપ છાપરે ચડીને બોલી રહ્યું છે. ગઇકાલે ગાંધીનગરથી વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ ધારી દોડી આવ્યા બાદ આજે દિલ્હીથી સેન્ટ્રલ ઝુ ઓથોરિટીના અધિકારીઓની એક ટુકડી તાબડતોબ ધારી દોડી આવી હતી. આ ટુકડીના અધિકારીઓએ સ્થાનિક અધિકારીઓ સાથે તેમની ઓફિસમા બેઠક કરવાના બદલે ખાનગી સ્થળે ગુપ્ત મિટીંગ કરી હોવાનુ પણ જાણવા મળેલ છે. તેમની સાથે રાજયના અગ્ર મુખ્ય વનસંરક્ષક વી.કે.સિંહા પણ ધારી દોડી આવ્યા હતા અને આ ઉચ્ચ અધિકારીઓએ દલખાણીયા વિસ્તારમા ઘટના સ્થળની મુલાકાતો પણ લીધી હતી. જો અહી સાવજોના મોત ઇનફાઇટમા જ થયા હોય તો ઉચ્ચ તંત્ર દ્વારા આટલી દોડધામ કરવાની શી જરૂર પડી ? તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે. આ અધિકારીઓ વારંવાર ઘટના સ્થળની મુલાકાત કેમ લઇ રહ્યાં છે ? તેનાથી પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020042-2792370-NOR.html

No comments: