Divyabhaskar.com | Updated - Sep 24, 2018, 12:29 AM
પરપ્રાંતિય અધિકારીઓને જોહુકમી ચલાવી ભ્રષ્ટાચારમાં જ રસ : નિવૃત આરએફઓનો આક્રોશ
અમરેલીઃ ગીરના સિંહો જંગલ બહાર નીકળી રહ્યાં છે. અને ગીરકાંઠામા સાવજોનુ રક્ષણ કરવામા તંત્ર નિષ્ફળ જઇ રહ્યું છે ત્યારે નિવૃત આરએફઓ અને વોઇસ ઓફ ફોરેસ્ટના પ્રમુખ શાંતીલાલ રાણવાએ જો સાવજોને બચાવવા હોય તો માલધારીઓને ફરી ગીરમા વસાવવા જોઇએ. તથા જંગલમા ગુજરાતના અધિકારીઓને જ મુકવાની માંગ કરી છે.શાંતીલાલ રાણવાએ જણાવ્યું હતુ કે ગીરમાથી માલધારીઓને કાઢી મુકવાના તઘલખી નિર્ણયથી ગીરની પ્રાકૃતિક વિરાસત નષ્ટ પામી છે. માલધારીઓને ગીરમાથી દુર કરતા સિંહોનો ખોરાક પણ ઘટયો છે. તેથી સિંહો જંગલ બહાર નીકળી રહ્યાં છે. ખરેખર ગીરમા થોડા થોડા અંતરે માલધારીઓને વસાવી તેના થકી જંગલમા પશુઓની સંખ્યા વધારવી જોઇએ. નદી નાળાઓ પર ચેકડેમ બાંધી અહી પાણીની સમૃધ્ધિ લાવવાની જરૂર છે.
વનપાલ, વનરક્ષકો, ટ્રેકર વિગેરે નવી દુનિયામા જલદી કંઇક કરી લેવાની ભાવનાથી ગીરની શિસ્ત અને પ્રકૃતિના નિયમો ભુલી રહ્યાં છે. તેમને વન્યપ્રાણીઓ પ્રત્યે ઓછો લગાવ છે. આવા કર્મચારીઓ, અધિકારીઓને ઓફિસમા બેસાડી જંગલ અને વન્યપ્રાણીઓ પ્રત્યે સમર્પિત આ વિસ્તારના અધિકારીઓ અને કર્મચારીઓને ગીરમા
મુકવાની જરૂર છે.
અધિકારીઓને ભ્રષ્ટાચારમા જ રસ છે
તેમણે જણાવ્યું હતુ કે બહારના રાજયના જે અધિકારીઓ આવે છે તે અહીનુ નૈસર્ગિક વાતાવરણ બગાડે છે. તેમને જોહુકમી કરવામા અને ભ્રષ્ટાચારમા જ રસ હોય છે. ખરેખર અહી ગુજરાતી અધિકારીઓ મુકાવા જોઇએ.
રેપીડ એકશન ફોર્સની રચના કરો
ગીરમા સાવજોની રક્ષા માટે રેપીડ એકશન ફોર્સની રચના કરી લાયન શો, પરવાનગી વગર જંગલમા પરિભ્રમણ જેવી પ્રવૃતિઓ અટકાવવાની જરૂર છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-if-you-want-to-save-gir-and-sewage-then-let-the-maldharis-live-in-the-forest-gujarati-news-5961130-NOR.html
No comments:
Post a Comment