Divyabhaskar.com | Updated - Sep 22, 2018, 01:34 AM
ગિરથી ઉત્તરપ્રદેશ મોકલાયેલા 12માંથી 4 સાવજોનું આ વાયરસથી જ મોત થયુ હતુ
અમરેલીઃ ગીરના સાવજો દેશનુ અણમોલ ઘરેણું છે. પરંતુ જો આ સાવજોમા ભેદી વાયરસ ફરી વળે અને સાવજોનો સફાયો કરી નાખે તો ω. આફ્રિકાના તાંઝાનીયામા 1994મા કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસે 1000 સાવજોનો ભોગ લઇ લીધો હતો. ગીરમાથી ઉતરપ્રદેશમા મોકલાયેલા ચાર સાવજો બે વર્ષ પહેલા આ વાયરસથી જ મૃત્યુ પામ્યા હતા.ઇનફાઇટની ઘટનાને બાદ કરીએ તો બિમારીથી મોતને ભેટેલા સાવજ બાબતે કમસેકમ આ દિશામા તપાસ થવી જોઇએ. સેરેંગેટી નેશનલ પાર્કમા 1994મા સીડી વાયરસે હાહાકાર મચાવ્યો હતો. આ નેશનલ પાર્ક આસપાસ લોકોની મોટી વસતી છે. લોકોની વચ્ચે રહેતા કુતરાઓની લાળથી આ વાયરસ સિંહ, દિપડા સહિતના પ્રાણીઓમા ફેલાયો હતો.
સિંહનુ વધેલુ મારણ જો કુતરા ખાય અને ત્યારબાદ આ વધેલુ મારણ ફરી સિંહ ખાય તો કુતરાની લાળ સિંહના શરીરમા પહોંચી જાય છે.જેનાથી આ વાયરસ ફેલાયો હતો. વર્ષ 2016મા સક્કરબાગ ઝુના 12 સિંહ ઉતરપ્રદેશના ઇતાવહ ઝુમા મોકલાયા હતા. જે પૈકી ચાર સિંહ આ વાયરસથી મૃત્યુ પામ્યા હતા. આવા જોખમી વાયરસ ગીરના સાવજોને ગમે ત્યારે ખતમ કરી શકે છે. સામાન્ય સંજોગોમા તે દિશામા ધ્યાન ન દેવાય તો તે સમજી શકાય તેવુ છે પરંતુ જયારે સાવજો ટપોટપ મરી રહ્યાં હોય ત્યારે પણ તંત્ર આંખો બંધ કરી લેશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે.
રાજયના મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
લીલીયાના પ્રકૃતિપ્રેમી રાજન જોષીએ આજે રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી ગીરપુર્વમા સાવજોના મોત માટે આવો કોઇ વાયરસ જવાબદાર છે કે કેમ ? તે દિશામા તપાસ હાથ ધરવા રજુઆત કરી છે.
4 વર્ષથી આરએફઓની જગ્યા ભરાઇ નથી
જયાં 11 સાવજોના મોતની ઘટના બની તે દલખાણીયા રેંજમા છેલ્લા ચાર વર્ષથી કોઇ કાયમી આરએફઓ નથી. ઇન્ચાર્જ અધિકારીથી અહી ગાડુ ગબડાવવામા આવે છે. વગદાર આરએફઓ સતત ચાર્જમા રહે છે. આ રેંજ ઘણી મોટી છે.
દલખાણીયા રેંજમાં લાયન શો, ફાયરીંગ અને વનકર્મીની હત્યા જેવી ઘટના બની ચૂકી છે
દલખાણીયા રેંજમા ગેરકાયદે લાયન શો મોટા પ્રમાણમા થતા રહે છે. માથાભારે તત્વો વનકર્મીઓ પર પણ હુમલો કરી દે છે. અહી અગાઉ વનકર્મી પર ફાયરીંગ અને એક વનકર્મીની હત્યા જેવી ઘટના પણ બની ચુકી છે. લાયન શો માટે સેમરડી વિસ્તાર કુખ્યાત છે. સિંહને મુરઘી આપી લાયન શો કરાય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-in-1991-1000-lions-were-cleared-from-the-canine-dismantling-virus-in-tanzania-gujarati-news-5960421-NOR.html
No comments:
Post a Comment