- ગીર ગઢડાના ખીલાવડ ગામની વાડીમાં સિંહ પરિવારનું વોકિંગ, વીડિયો વાઇરલ
- વન્ય પ્રાણીઓને આ વિસ્તારમાંથી દૂર કરવા ગ્રામજનોમાં માંગ
- ઘટનાને પગલે વન વિભાગની ટીમે સિંહોની શોધખોળ હાથ ધરી
Divyabhaskar.Com
Feb 07, 2020, 03:17 PM IST
અમરેલી/ગીરસોમનાથ: બગસરા પંથકમાં દીપડાઓએ આતંક મચાવ્યો હતો. માનવભક્ષી દીપડાઓએ બગસરા પંથકમાં 6 લોકોનો ભોગ લીધો હતો. દીપડા બાદ હવે સિંહોનો આતંક વધ્યો છે. ગત મોડી રાત્રે 4 સિંહો બગસરાના ખારી ગામમાં ઘૂસ્યા હતા. સિંહોએ વાડામાં રહેલા 80થી વધુ ઘેટા-બકરાને ફાડી ખાતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાને પગલે વન વિભાગની ટીમ ગામમાં દોડી આવી છે અને સિંહોની શોધખોળ હાથ ધરી છે. વન્ય પ્રાણીઓને આ વિસ્તારમાંથી દૂર કરવા ગ્રામજનોમાં માંગ ઉઠી છે.
સિંહ પરિવારનું વોકિંગ
ગીરગઢડાના ખિલાવડ ગામની એક વાડી વિસ્તારમાં સિંહ પરિવાર આવી ચડ્યો હતો વાડીના રસ્તા પર સિંહ પરિવાર ટહેલતા જોવા મળ્યો હતો. આ દ્રશ્યો કોઇએ પોતાના મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કર્યા છે.
(જયેશ ગોંધિયા, ઉના/જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/four-loin-hunt-80-goast-sheep-and-goats-in-khari-village-of-bagasara-126695665.html
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/four-loin-hunt-80-goast-sheep-and-goats-in-khari-village-of-bagasara-126695665.html
No comments:
Post a Comment