Saturday, February 29, 2020

ગીર પૂર્વના જસાધાર રેન્જમાં આવેલા ગંગડા ગામના ખેતરમાંથી મૃત હાલતમાં દીપડો મળ્યો

  • વન વિભાગની ટીમ આજે દીપડાના મોત અંગે વધુ તપાસ કરશે

Divyabhaskar.Com

Feb 15, 2020, 10:05 AM IST
અમરેલીઃ ગીર પૂર્વના જસાધાર રેન્જમાં આવેલા ગંગડા ગામના ખેતરમાંથી મૃત હાલતમાં દીપડો મળી આવ્યો છે. દીપડાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યો છે. વન વિભાગે દીપડાના મોતનું કારણ શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે. 
દીપડો 5થી 9 વર્ષની ઉંમરનો હોવાનું જાણવા મળ્યું
જસાધાર રેન્જમાં આવેલા ગંગડા ગામમાં રહેતા સંજય માધા ગોહિલના ખેતરમાં ગત રાત્રે દીપડો મૃત અવસ્થામાં દેખાયો હતો. જેથી સ્થાનિક લોકોએ તુરંત જ વન વિભાગને જાણ કરી દીધી હતી. જેથી વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. વન વિભાગની ટીમ આજે દીપડાના મોત અંગે વધુ તપાસ કરશે. જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે કે દીપડાના મોતનું સાચુ કારણ શું છે. વન વિભાગે તપાસ કરતા દીપડો 5થી 9 વર્ષની ઉંમરનો હોવાનું જાણવા મળ્યું છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/dead-body-found-of-leopard-in-gangda-village-of-jasadhar-range-in-gir-eastdead-body-found-of-leopard-in-gangda-village-of-jasadhar-range-in-gir-east-126759086.html

No comments: