- મોટેરા સ્ટેડિયમ બાદ હવે જૂનાગઢનો વારો
- 900 મિટરની ઊંચાઇ, 130 કરોડના ખર્ચે 2.3 કિમી રોપ વે
Divyabhaskar.Com
Feb 24, 2020, 03:21 AM IST
જૂનાગઢઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોટેરા સ્ટેડીયમ બાદ હવે ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિરનાર રોપ - વેનું પણ લોકાર્પણ કરશે તેવું જાણવા મળી રહ્યું છે. આ અંગે ગિરનાર રોપ - વે પ્રોજેટકના ઉષા બ્રેકો કંપનીના દિપક કપલીસે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેનું ખાતમુહૂર્ત કરે છે તેનું લોકાર્પણ પણ કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોટેરા સ્ટેડીયમ તેનું દ્રષ્ટાંત છે. હવે ટૂંક સમયમાં ગિરનાર રોપ - વેનું પણ લોકાર્પણ કરવામાં આવશે. ઉષા બ્રેકો દ્વારા બનાવવામાં આવી રહેલ ગિરનાર રોપ- વેનો સમાવેશ દેશનો સૌથી મોટા રોપ - વે માં થાય છે. 50 થી વધુ વર્ષોનો અનુભવ ધરાવતી ઉષા બ્રેકો દ્વારા અંદાજીત 130 કરોડના ખર્ચે રોપ - વે બનાવાઇ રહ્યો છે જેનું સંચાલન, જાળવણી પણ કંપની કરશે.જમીનથી 900 મિટરની ઉંચાઇએ 2.3 કિમીની લંબાઇ ધરાવતા ગિરનાર રોપ - વેમાં અંબાજી સુધી પહોંચવામાં માત્ર 8 થી 10 મિનીટનો સમય લાગશે. પાવાગઢ અને અંબાજી ખાતે કાર્યરત રોપ - વે કરતા ગિરનાર રોપ - વે માં વિદેશના ટેકનીકલ અેક્ષ્પર્ટની મદદ લેવાઇ છે. આ પ્રોજેકટથી સૌરાષ્ટ્રના પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થશે, યાત્રિકોના સમય અને ઉર્જામાં બચત થશે. ટૂંકમાં વિશ્વના પ્રવાસન નકશામાં જૂનાગઢ ગિરનાર રોપ -વે આકર્ષણનું કેન્દ્ર બનશે જેનું ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/soon-modi-will-launch-girnar-ropeway-the-countrys-largest-project-126824490.html
No comments:
Post a Comment