Divyabhaskar.Com
Feb 23, 2020, 04:44 AM IST
જૂનાગઢઃ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 130 દેશોનાં વન્ય પ્રાણી તજજ્ઞોની કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ યોજાઇ ગઇ. ખાસ કરીને એક પ્રદેશમાંથી બીજામાં સ્થળાંતર કરતા વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટેના ઉપાયોની ચર્ચા માટે આ સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાતના વનવિભાગે સિંહોના સંરક્ષણ માટેના ઉપાયો થકી તેઓ વસ્તી વૃદ્ધિ દર 27 ટકા હાંસલ કર્યાનું જણાવ્યું હતું. વર્ષ 1968 થી લઇને 2015 સુધીમાં આ વૃદ્ધિ દર રહ્યાનું પ્રેઝન્ટેશનમાં જણાવાયું હતું. જોકે, હવેની વસ્તી ગણતરી આગામી મે માસમાં થનાર છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/in-47-years-lion-population-in-gir-increased-by-27-126816641.html
No comments:
Post a Comment