Saturday, February 29, 2020

ઉચેંયા ગામમાં 5 વર્ષના બાળકને ફાડી ખાનાર સિંહણ અને સિંહબાળ પાંજરે પુરાયા

  • વન વિભાગે સિંહણ અને સિંહબાળને પકડવા અલગ અલગ ટીમ બનાવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું

Divyabhaskar.Com

Feb 05, 2020, 10:27 AM IST
અમરેલી: રાજુલા તાલુકાના ઉચેંયા નજીક ખેતમજુર પરિવાર ઝૂંપડામાં રહે છે. સોમવારે મોડીરાત્રે માતા-પિતા સાથે કિશોર સાદુળભાઈ (ઉં.વ. 5) સુતો હતો. ત્યારે સિંહણ આવી ચડી બાળકને પકડી ભાગી ગઇ હતી. પરિવારજનો જાગી જતા હાકલા પડકારા કર્યા તેમ છતાં સિંહણ બાળકને ઉંચકી પકડી ભાગી ગઇ હતી. બાદમાં બાળકનો એક પગ સિંહણ ખાય ગઇ હતી અનેસિંહબાળે બાળકનું મોઢુ કરડી ખાધું હતું. વન વિભાગે સિંહણ અને સિંહબાળ બેભાન કરી પાંજરે પૂર્યા છે.
ભેરાઇ વીડીમાંથી સિંહણ અને સિંહબાળ પાંજરે પુરાયા
5 વર્ષના બાળકને ફાડી ખાનાર સિંહણ અને સિંહબાળને વન વિભાગે ભેરાઇ વીડીમાંથી ઝડપી પાડ્યા છે. વન વિભાગે સિંહણ અને સિંહબાળને પકડવા માટે વન વિભાગે અલગ અલગ ટીમ બનાવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સિંહણ અને સિંહબાળ પાંજરે પૂરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lioness-and-cub-arrested-by-forest-team-near-rajula-126678644.html

No comments: